ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી:- દિવાળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ ચકરી ફરસાણ વાળા વેચે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી…

ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી:- દિવાળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ ચકરી ફરસાણ વાળા વેચે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને ક્રિસ્પી…,

• કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું નાસ્તામાં લઈ શકાય એવી ચકરી બનાવવા માટેની સરળ રેસિપી. આપણા દરેકના ઘરમાં અવારનવાર અનેક નાસ્તા બનતા જ હોય છે. અને એમાંય દિવાળી નો તહેવાર હોય નાસ્તો તો જોઈએ જ .

• મિત્રો આજે હું તમારા માટે ચોખાના લોટની ચકરી બનાવવાની રેસિપી બતાવવાની છું.જણાવી દઉં કે, આ રેસિપી જાણી લીધા પછી તમે પણ જાતે જ ચોખાના લોટની એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચકરી બનાવી શકશો. લોટને બાફ્યા વગર જ આ ચકરી બનાવવી ઘણી સરળ છે.. નાના મોટા દરેકને પસંદ આવશે આ ચકરી. ખાવામાં ક્રન્ચી, ઘરના વડીલો પણ ખાઈ શકે એવી પોચી પણ છે એટલે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે એકવાર જરૂરથી બનાવજો

સામગ્રી:-

  • • ૫૦૦ ગ્રામ ચોખાનો લોટ
  • • ૩ ચમચી તલ
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • ૫ લીલા મરચા ની પેસ્ટ
  • • ૨ ચમચી તેલ
  • • ૧ બાઉલ ફ્રેશ મલાઈ
  • • પાણી
  • • તળવા માટે તેલ

રીત:-

• સ્ટેપ ૧:-સૌપ્રથમ એક મોટા વાસણમાં ચોખાનો લોટ, તલ, મીઠું, લીલા મરચાં ની પેસ્ટ,તેલ અને મલાઈ નાખીને બધું બરાબર મિક્સ કરી લો.

• સ્ટેપ ૨:-હવે થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો. કણક ના તો બહુ કઠણ અને ના તો બહુ ઢીલો હોવો જોઈએ. લોટ ને 2 થી 3 મિનિટ માટે મસળો.

• સ્ટેપ ૩:-હવે ચકરી નો લોટ તૈયાર છે. એટ્લે ચકરી બનાવવા સંચાની અને ચકરીની જાળીની જરૂર પડશે. તો તમે એ લઈને સંચાને અંદરના ભાગે અને જાળીને તેલ વાળી કરી દેવી જેથી ચકરી બનાવતી વખતે લોટ ચોટે નહી.

• સ્ટેપ ૪:- હવે લોટ ને ઉભો રોલ વાળો અને સંચામાં લોટ ભરો. સંચા ને બંધ કરી ગેસ પર તાવડી માં તેલ ધીમા તાપે ગરમ કરવા મૂકી દો.

• સ્ટેપ ૫:-એક પ્લેટમાં ચકરી પાડો. એના માટે તમારે સંચાને ગોળ ગોળ ધુમાવીને એક પ્લેટમાં ફોટામાં બતાવેલ છે એમ ચકરી પાડવાની છે. યાદ રહે ચકરી તૂટી ન જાય, નહીતર એ એના આકારમાં તળાશે નહી.

• સ્ટેપ ૬:-હવે ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકીને તેને ગરમ થવા દો ને તાવેતા ની મદદથી એક એક ચકરી લઈને ગરમ તેલમાં તળો. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે.અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.આ સમયે ધ્યાન રહે કે તે એક બાજુ બ્રાઉન થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી દેવાની છે. જયારે ચકરી બંને સાઇડથી બ્રાઉન થઇ ગયા પછી તેને બહાર કાઢી લેવાની છે.

• સ્ટેપ ૭:- આ રીતે બધી ચકરી તળી લો. ઠંડી થાય એટ્લે એર ટાઈટ ડબ્બામાં ભરી દો.તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ચકરી રેડી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

• નોંધ:-

  • • મલાઈ ઓપ્શનલ છે પણ મલાઈથી ચકરી સોફ્ટ અને ક્રિસ્પી થાય છે

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *