ચોખા ના લોટ ની ચકરી – સવારના નાસ્તા માટે બેસ્ટ અને બાળકોને ડબ્બામાં ભરીને પણ આપી શકાય…

ચોખા ના લોટ ની ચકરી એક સ્વાદિષ્ટ અને ફટાફ્ટ બનતી વાનગી છે. ઘઉં ના લોટ ની જેમ , ચોખા ના લોટ ને બાફવા ની જરૂર નથી.. બસ લોટ તૈયાર કરો ને ફટાફટ બનાવો.. આ ચકરી માં બહુ મસાલા પણ હોતા નથી.. ચકરી પાડવા માં પણ બહુ સેહલી હોય છે. એર ટાઈટ ડબ્બા માં15-20 દિવસ સુધી સાચવી શકો છો.

અહીં બતાવેલ રીત દક્ષિણ ભારત માં બનતી ચોખા ની ચકરી ની છે. આપ ચાહો એ નવીનતા કરી શકો છો. ચોખા ની ચકરી માં લોટ ને બાઇન્ડિંગ આપવા આપ બાફેલી મગ ની દાળ (કોરી ), અડદ નો લોટ , દાળિયા નો ભૂકો ઉમેરી શકો છો. આના થી ચકરી સરસ બનશે.

સામગ્રી :

• 500 ગ્રામ ચોખા નો લોટ

• 1/2 વાડકો દાળિયા નો ભૂકો/ ચણા નો લોટ / અડદ નો લોટ

• 1 મોટી ચમચી અમુલ બટર

• 1 ચમચી શેકેલા જીરા નો ભૂકો

• 1 ચમચી લાલ મરચાં નો ભૂકો

• ¼ ચમચી હિંગ

• મીઠું

• તળવા માટે તેલ

• 1 ચમચી તલ

રીત :


ચોખા ના લોટ અને ચણા ના લોટ ને ચાળી એક મોટી થાળી માં લો. હવે એમાં બટર , મીઠું , હિંગ , લાલ મરચું , તલ , જીરા નો ભૂકો ઉમેરો. હાથ થી સરસ મસળી ને ભેગું કરો.

લોટ પર એકદમ ગરમ 2 ચમચા તેલ રેડો. આ તેલ એકદમ ગરમ હોવું જોઈએ, હુંફાળું નહિ. લોટ પાર રેડતા જ પરપોટા થવા જોઈએ . સરસ રીતે મિક્સ કરો.

થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરો . કણક ના તો બહુ કઠણ અને ના તો બહુ ઢીલો હોવો જોઈએ. લોટ ને 2 થી 3 મિનિટ માટે કુનવો.

ચકરી ના સંચા ને તેલ લગાવી એમા આ લોટ ભરો. સંચો બંધ કરી પાટલા પર ચકરી પાડો.

તાવેથા થી ધીમે થી ચકરી ને લઈ ગરમ તેલ મા મૂકો.. મધ્યમ આંચ પર કડક થાય ત્યાં સુધી તળો. ચકરી ને હમેંશા મધ્યમ આંચ પર તળો.

ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *