ચોખા ના લોટનું ખીચું – ગાંઠા ન પડવાની ગેરેંટી સાથે એકદમ અલગ જ રીતથી પરફેક્ટ ચોખાના લોટનું ખીચું

આજે આપણે ગાંઠા ના પડે તે રીતે ચોખા ના લોટ નું ખીચું બનાવીશું. ગરમા ગરમ કઈક નાસ્તો કરવાની ઈચ્છા થાય અને ફટાફટ બની જાય તેવો નાસ્તો છે ચોખા ના લોટ નું ખીચું.ખીચું હમેશા દસ મિનિટ માં જ તૈયાર થઈ જતું હોય છે. આપણે આ ઘરે બનાવતા જ હોઈએ છીએ અને ઘણી વાર એવું થાય કે લોટ માં ગાઠા પડી જતાં હોય છે.જ્યારે બહાર ખાઈએ ત્યારે એવું થાય કે કેટલું મસ્ત ખીચું બન્યું છે આજે આપણે અલગ રીત થી ખીચું બનાવતા શીખીશું. તો ચાલો આપણે શરૂ કરી દઈએ ખીચું કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ચોખા નો લોટ
  • જીરું
  • તેલ
  • મીઠું
  • પાપડીયો ખારો
  • લીલા મરચા

રીત

1- સૌથી પહેલા આપણે અઢી કપ પાણી ગરમ કરવા મુકીશું.પાણી નો આધાર ચોખા ના લોટ ઉપર રહેલો છે એટલે તેમાં એક ચમચી જીરૂ નાખીશું. ખીચું માં જીરા ની ફ્લેવર્સ બહુ જ સરસ લાગે છે ઘણા લોકો અજમો પણ નાખતા હોય છે.

2- હવે આમાં લીલા મરચા ની પેસ્ટ એડ કરીશું.હવે તેમાં બે ચમચી મીઠું એડ કરીશું.હવે આ પાણી ને આપણે ઉકળવા દઈશું.ઘણા લોકો આમાં સોડા અથવા પાપડીયો ખારો પણ ઉમેરતા હોય છે.આપણે અહીંયા પા ટી સ્પૂન પાપડીયો ખારો એડ કરીશું.

3- હવે આ પાણી ને ઉકળવા દઈશું. તમે વીડિયોમાં જોઇ શકો છો કે પાણી સરસ ઉકળી ગયું છે.હવે તેમાં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું.હવે આટલું થાય પછી ગેસ બંધ કરી દઈશું.અને આગળ ની પ્રોસેસ આપણે કરવાની છે. હવે આપણે એક કડાઈ લઈ લઈશું.હવે તેમાં એક કપ ચોખા નો લોટ લઈ લઈશું,હવે જે પાણી તૈયાર કર્યું હતું તે થોડું થોડું એડ કરતા જઈશું.

4- ઘણા લોકો એવું કરતા હોય છે કે પાણી અંદર લોટ ઉમેરતા હોય છે જેથી ગઠા જલ્દી પડી જાય છે પણ આ રીત ની પ્રોસેસ કરવાથી ગાઠા નઈ પડે.જે ખીચું બનશે તે બધું સ્વાદિષ્ટ બનશે.તો હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જઈશું.

5- આ પ્રોસેસ છે તે ગેસ બંધ કરી ને જ કરવાની છે જેથી ગઠા બધા સરસ રીતે ભાગી જાય.આ રીતે કરવાથી એકદમ ફટાફટ ખીચું તૈયાર થઈ જાય છે.અત્યારે વરસાદ ની સીઝન છે તો ગરમા ગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે થોડા પણ લ્મ્સ નથી.હવે બાકી નું પાણી પણ ઉમેરી દઈશું.

6- હવે બધું મિક્સ કરી લઈશું,આ સ્ટેજ પર એવું લાગે કે મિશ્રણ ઢીલું છે તો વાંધો નઇ હજુ તેને કુક કરીશું એટલે પરફેક્ટ બની જશે.ગેસ બંધ છે તો મિશ્રણ તરત ને તરત ઘટ્ટ નઈ થઈ જાય.હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું.હવે આ પ્રોસેસ છે તે ધીમા ગેસ પર કરી લઈશું.તેને ધીરે ધીરે હલાવી લઈશું.

7- છે ને એકદમ નવી રીત.આ રીતે ખીચું બનાવશો તો એકદમ સરળ રીતે બની જાય છે આને સરસ રીતે હલાવતા રહીશું,ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે.આ સ્ટેજ પર તમને લાગે ને બહુ વધારે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે તો બે થી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરી શકો છો.

8- પાણી આપણે ગરમ કરી લેવાનું છે તે જ પાણી આપણે એડ કરવાનું છે જો ઠંડુ પાણી એડ કરશો તો ખીચું નો ટેસ્ટ બગડી જશે.તમને એમ લાગે કે વધારે ઘટ્ટ થઈ ગયું છે તો એક થી બે ટેબલ સ્પૂન લોટ લઈ તેમાં ભભરાવી લેવાનો છે અને મિક્સ કરતા જઈશું.હવે મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે તેને ધીમા ગેસ પર ઢાંકી ને લગભગ ત્રણ થી ચાર મિનિટ સુધી રહેવા દઈશું.

9- જો તમે આ રીતે ખીચું બનાવો તો ખીચું ને સ્ટીમ કરવાની જરૂર ના પડે. હવે આ મિશ્રણને ધીમા તાપે કુક થવા દઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે પહેલા કરતા ખીચાં નો કલર પણ બદલાઈ ગયો છે.એટલે કે આ ખીચું સરસ રીતે કુક થઈ ગયું છે.

10- ઘણી વાર એમ થાય કે આ લોટ કાચો તો નથી રહ્યો ને? તેની ખબર કઈ રીતે પડે તો ચેક કરી લઈશું.કે થોડું તૈયાર થયેલું ખીચું લઈશું,થોડું તેને એક પ્લેટ માં લઇ લઈશું.અને ચેક કરશો કે ગોળા જેવું વળી ગયું છે જે તમે વિડિયો માં જોઈ શકો છો.હવે ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે તો તેને સર્વીંગ બાઉલ કાઢી લઈશું.તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *