છોલે ભટુરે – બહાર મોંઘી હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને મસાલેદાર છોલે ભટુરેની વિગતવાર રેસિપી…

સામગ્રી

છોલે માટે

  • ૨ કપ છોલે ચણા ૭-૮ કલાક પલાળેલા
  • ચા ની પોટલી
  • ૧ તમાલ પત્ર
  • ઈલાયચી
  • ચપટી બેકિંગ સોડા
  • ૪-૫ ટામેટા
  • ૩-૪ ચમચી
  • ૨ ચમચી ઘી
  • ૨ ચમચી આદુ – લસણ – મરચા – લસણ ની પેસ્ટ
  • ૨ કપ જીણી સમારેલી ડુંગળી
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચી હળદર
  • ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૨ ચમચી છોલે મસાલા
  • ૧ કપ પાણી
  • ૧ લીંબુ નો રસ
  • ૧/૪ ચમચી ખાંડ

ભટુરે માટે

  • ૩ કપ ઘઉં નો લોટ
  • ૧ ચમચી સૂજી
  • ૧ ચમચી મીઠું
  • ૨ ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • તેલ તળવા માટે

-સૌ થી પેલા ચણા ને ૭-૮ કલાક માટે પલાળી રાખવાના છે પાણી માં પછી તેમાં , ચા ની પોટલી , ઈલાયચી , તમાલ પત્ર અને બેકિંગ સોડા નાખી ૫-૬ વિસલ સુધી કૂકર માં બાફી લેવાના છે,

બફાઈ જાય એટલે તેમાં થી ચાની પોટલી , ઈલાયચી એ બધું નાખેલું નીકાળી લેવાનું છે.

હવે ૪-૫ ટામેટા ને થોડું પાણી નાખી , થોડું મીઠું નાખી ૩-૪ મિનિટ સુધી બોઈલ કરી લેવાના છે.

૧ પેન માં ૩-૪ ચમચી તેલ અને ૨ ચમચી ઘી ગરમ કરવા મુકો,

ગરમ થાય એટલે આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી દો, પછી જીણી સમારેલી ડુંગળી નાખી દો , થોડું મીઠું નાખી દઈ મિક્સ કરી અને ઢાંકી દઈ ૫-૬ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે.

૫-૬ મિનિટ પછી બોઈલ થયેલા ટામેટા ની પૂરી નાખી મિક્સ કરી લો. પછી તેમાં હળદર , કાશ્મીરી લાલ મરચું , ૨ ચમચી છોલે મસાલો , મીઠું સ્વાદ મુજબ નાખી બધું મિક્સ કરી લો ,

હવે તેમાં બાફેલા છોલે ચણા નાખી દો , મિક્સ કરી લો , પછી ૧ કપ પાણી નાખી ઢાંકી દઈ અને ૭-૮ મિનિટ સુધી કૂક થવા દો ,

૭-૮ મિનિટ થઇ જાય એટલે ૧ લીંબુ નો રસ નાખી દો , ખાંડ નાખી દો અને મિક્સ કરી લો .

બસ રેડી છે છોલે મસાલા અને હવે ભટુરે બનાવી લઈએ , ભટુરે મેંદાના લોટ માં થી પણ બનતા હોય છે અપડે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને બનાવીશુ .

તેના માટે એક વાસણ માં ઘઉં નો લોટ , સૂજી લઇ લો , તેમાં મીઠું , તેલ નકી હાથે થી મિક્સ કરી લો અને ત્યાર બાદ જોઈએ તેટલું પાણી નાખી પુરી જેવો લોટ બાંધી લો . સૂજી નાખવા થી ભટુરે નું પડ ક્રિસ્પી થશે. લોટ બંધાઈ જાય એટલે તેમાં ઉપર થોડું તેલ લગાવી લઇ , ૧૦ મિનિટ માટે સાઈડ પર રાખી દો.

ત્યાર બાદ લોટ ને એક વાર મસળી લઇ લુઆ બનાવી લો અને લંબગોળ શેપ માં ભટુરે વણી લો અને તેલ ગરમ થાય એટલે બધા ભટુરે તળી લેવાના છે.

બસ તૈયાર છે એકદમ ટેસ્ટી છોલે ભટુરે . સલાડ , ચાર્સસ પાપડ સાથે સર્વ કરો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *