ચોળી ઢોકળીનું શાક – આ એક વસ્તુ ઉમેરવા થી એકદમ વધી જશે શાક નો સ્વાદ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “ચોળી ઢોકળીનું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી” આમાં છેલ્લે આપણે એક એવી વસ્તુ ઉમેરવાના છીએ જેનાથી તમારું આ ચોળી ઢોકળીનું શાકનો ટેસ્ટ એકદમ અલગ જ લાજવાબ આવશે.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ખાધા પછી પણ જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.

લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધસૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.તમને અમારી આ રેસિપી કેવી લાગી?? તમારા સજેશન તથા અભિપ્રાય અમને ચોક્કસ કહેશો. વિડીયો ગમે તો સૌને બતાવશો.


સામગ્રી :

  • ૨ કપ સમારેલી લીલી ચોળી
  • ૨ ટેબલ સ્પૂન તેલ
  • ૧ ટી સ્પૂન રાઈ
  • ૧/૨ ટી સ્પૂન અજમો
  • ૧ ટેબલ સ્પૂન લસણ મરચા ની પેસ્ટ
  • ૧/૪ ટી સ્પૂન હિંગ
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ગોળ
  • ૨ ટી સ્પૂન કોપરા નું છીણ

ઢોકળી માટે :

  • ૨ ટેબલ સ્પૂન ઘઉં નો લોટ
  • ૨ ટેબલ સ્પૂન ચણા નો લોટ
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • ૧/૪ ટી સ્પૂન અજમો
  • ૧/૪ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧/૨ ટી સ્પૂન ધાણાજીરું
  • ૧/૨ ટી સ્પૂન તેલ

રીત :


૧. ચોળી ને ઝીણી સમારેલી લેવી.

૨. ઢોકળી માટે ની બધી વસ્તુ ભેગી કરી ને થોડું થોડું પાણી ઉમેરી ને લોટ બાંધી લેવો.

૩. હવે આંગળી ના વેઢા જેટલી નાની નાની ઢોકળી દબાવી ને વાળી લેવી.

૪. એક કઢાઈ માં તેલ મૂકી ને એમાં રાઈ ઉમેરવી.

૫. રાઈ તતડે એટલે અજમો, લસણ મરચા ની પેસ્ટ, હિંગ, હળદર અને મરચું ઉમેરવું અને તરત જ એમાં સમારેલી ચોળી ઉમેરવી.

૬. જરૂર મુજબ મીઠું ઉમેરી ને ધાણાજીરું પાવડર ઉમેરી દેવો.

૭. સરસ રીતે હલાવી ને એમાં ૨ કપ પાણી ઉમેરી દેવું.

૮. પાણી ઉકલે એટલે ઢોકળી ઉમેરી દેવી.

૯. ઢાંકી ને ૧૫ મિનિટ કે ઢોકળી ચઢે ત્યાં સુધી પાકવા દેવું.

૧૦. વચ્ચે વચ્ચે શાક ને હલાવતા રેહવું.

૧૧. શાક ચઢી જાય એટલે એમાં ગોળ ઉમેરવો અને ઓપ્રા નું છીણ ઉમેરી ને ગોળ ઓગળે ત્યાં સુધી ચઢવા દેવું.

૧૨. ગરમાગરમ શાક ને રોટલી કે પરાઠા જોડે સર્વ કરવું.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *