ચોળાફળી – દરેક ગુજરાતીનો સાંજનો ફેવરિટ નાસ્તો એટલે ચોરાફળી હવે તમે પણ બનાવજો ઘરે જ..

ચોળાફળી :

ખૂબજ ફેમસ એવી ચોળાફળીનો બધાએ ટેસ્ટ કર્યો જ હશે.

પાપડ જેવી અને સ્વાદમાં ખૂબજ ચટપટી અને ખાવાની સાથે જ મોમાં મેલ્ટ થઇ જાય એવી આ ચોળાફળી ગુજરાતનું ફેમસ અને ટ્રેડીશનલ સ્નેક છે. ખાસ કરીને દશેરાથી દિવાળીના તહેવાર સુધી બજારમાં વધારે મળતી હોય છે અને ખવાતી હોય છે. તેના પર ચટપટો મસાલો બનાવીને સ્પ્રીંકલ કરવામાં આવે છે. પર્ફેક્ટ ચોળાફળી ઘરે બનાવવી ચેલેંજિંગ બની જાય છે. પરતું પર્ફેક્ટ રેસિપિ ફોલો કરીને બનાવવાથી સરસ ફ્લફી ચોળાફળી બને છે.

અહીં હુ આપ સૌ માટે ચોળાફળી અને તેના પર સ્પ્રિંકલ કરવાના મસાલાની રેસિપિ આપી રહી છું. તે ચોક્કસથી ઘરે બનાવજો.

ચોળાફળી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ બેસન અથવા ચણાનોજીણો લોટ
  • 1/3 કપ અડદનો જીણો લોટ
  • ¼ કપ પાણી
  • ½ ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ સોલ્ટ
  • પિંચ હળદર પાવડર – ઓપ્શનલ ( મેં અહીં ઉમેર્યો નથી ).
  • 1 ટી સ્પુન ઓઇલ ( બાંધેલા લોટ પર ઉમેરી મસળવા માટે ).
  • 1/8 ટી સ્પુન બેકીંગ પાવડર – મેં અહીં ઉમેર્યો નથી…

મસાલો બનાવવા માટે સામગ્રી અને રીત :

  • ¼ ટી સ્પુન મરી પાવડર
  • ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો

રીત :

એક બાઉલમાં ¼ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર અને ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.

ચોળાફળી બની જાય પછી આ ચટપટો મસાલો તેના પર તમારા સ્વાદ મુજબ સ્પ્રીંકલ કરો. પછી જ સર્વ કરો.

ચોળાફળી બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ 1 બાઉલમાં ¼ કપ બાઉલ માપીને લ્યો. ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન સોલ્ટ અથવા તમારા સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી તેમાં બરાબર ડાયલ્યુટ કરી લ્યો. એ પાણી ચોળાફળીનો લોટ બાંધવા માટે છે.

હવે એક મિક્ષિંગ બાઉલ પર ચાળણી મૂકી તેમાં 1 કપ બેસન કે ચાણાનો જીણો લોટ ઉમેરો. સાથે તેમાં 1/3 કપ અડદનો જીણો લોટ ઉમેરો. ( જો તમે બેકીંગ પાવડર ઉમેરવા ઇછ્તા હોવ તો આ સ્ટેપ પર સાથે 1/8 ટી સ્પુન બેકિંગ પાવડર ઉમેરી સાથે ચાળી લ્યો ).

બધું સાથે ચળાઈ જાય એટલે ફરી એકવાર સ્પુન વડે બરાબર મિક્ષ કરી લ્યો. એટલે લોટ બરાબર ભળી જાય. તેમાં આ સ્ટેપ પર ચોળા ફળીના કલર માટે પિંચ હળદર ઉમેરી શકો છો.

હવે તેમાં સોલ્ટ ડાયલ્યુટ કરેલું પાણી ઉમેરી સરસ મસળીને લોટ બાંધી લ્યો.

ત્યારબાદ તેના પર 1 ટી સ્પુન ઓઇલ મુકી 1-2 મિનિટ ખૂબજ મસળીને લોટ સુવાળો બનાવો.

હવે તેમાંથી એક્સરખા રોટલીના લુવા જેવડા લુવા બનાવી લો.

જરુર પડે તો રોલિંગ બોર્ડ પર જરા ચણાનો લોટ સ્પ્રિંકલ કરીને અથવા જરા ઓઇલ લગાવીને તેમાંથી મિડિયમ પાતળીઓ રોટલી બનાવો.

હવે તેના પર ચપ્પુ વડે 1 ઇંચ જેટલા લાંબા કાપા પાડી સ્ટ્રીપ બનાવો અથવા સ્ક્વેર કટ કરો. સ્ક્વેર કટ કરવાથી ચોળાફળી વધારે ફુલશે. મેં અહીં બન્ને રીતે કર્યા છે. ( ફાઇનલ પિક્ચરમાં જોઈ શકો છો ). ( સોરી…પિક. લેવાનું રહી ગયું છે પણ ફાઇનલ પિકમાં જોઇ શકો છો ).

હવે ઓઇલ ગરમ મૂકી તળવા જેવું થાય એટલે મિડિયમ ફ્લૈમ પર ચોળા ફળી ડીપ ફ્રાય કરો.

3-4 પીસ એક સાથે ફ્રાય કરી શકાય. અથવા તમે લીધેલા પેનની સાઇઝ અને તેમાં મુકેલા ઓઇલ પ્રમાણે તેમાં એક સાથે ચોળાફળી ઉમેરો. ફ્રાય થઈ ફુલે એટલે બધી ચોળાફળી ફ્લીપ કરી લ્યો.

બન્ને બાજુ સરસ ગોલ્ડન કલરની અને ફુલીને ક્રીસ્પી થઈ જાય એટલે જારામાં લઈ પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બધી ચોળાફળીના સ્ક્વેર અથવા સ્ટ્રીપ ફ્રાય કરી લ્યો. હવે બધી ચળાફળી ફ્રાય થઈ જાય એટલે તેના પર બનાવેલો ચટપટો મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરો.

હવે ચટપટી ચોળાફળી સર્વ કરવા માટે રેડી છે. શિંગ મરચાની ચટણી સાથે ખૂબજ સ્વાદીષ્ટ લાગશે.

ચોળાફળીને પોલીથીન બેગમાં ભરી પેક કરી, એર ટાઇટ કંટેઇનરમાં 8-10 દિવસ સુધી સ્ટોર કરી શકાય.

સરસ કુરકુરી, ચટપટી ચોળાફળી તેમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *