કોકોનટ બિસ્કીટ – ઓવન વગર બેકરીમાં મળે એવા જ કોકોનટ બિસ્કીટ બનાવવાની સરળ રીત

આજે આપણે ઓવન વગર બેકરી માં મળે એવા જ કોકોનટ બિસ્કીટ બનાવીશું.આજે આપણે તપેલા માં બનાવીશું.અને ઓવનમાં પણ બનાવીશું . જેની પાસે ઓવન હોય તો તે પણ બનાવી શકે છે અને ઓવન ના હોય તો પણ બનાવી શકે છે. કઢાઈમાં અને તપેલામાં પણ બનાવી શકે તેની પરફેક્ટ રીત જોઈશું. બન્યા પછી એકદમ માર્કેટ જેવા અને ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બને છે. તમે બાળકોને આ બિસ્કીટ નાસ્તા માં કે ટિફિન માં આપી શકો છો.તો ચાલો બનાવી લઈએ કોકોનટ બિસ્કીટ.


સામગ્રી

  • દેશી ઘી
  • દળેલી ખાંડ
  • કોપરાનું છીણ
  • દૂધ

રીત-

1- સૌથી પહેલા એક બાઉલ લઈશું.હવે એક કપ દેશી ઘી લઈશું. હવે આપણે જેટલું ઘી લઈશું. તેટલી જ દળેલી ખાંડ લેવાની છે.હવે બંન્ને ને ત્રણ થી ચાર મિનિટ ફેટી લઈશું. જ્યાં સુધી ઘી અને ખાંડ નો કલર બદલાય ના જાય અને મિશ્રણ એકદમ ક્રીમી ના થાય ત્યાં સુધી તેને ફેટતા રહેવાનું છે.

2- આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે.હવે તેની પર ચારણી મૂકી દઈશું.હવે એક કપ મેંદો લઈશું.તેને ચાળી લઈશું. હવે અડધી ચમચી બેકિંગ પાવડર નાખી શું. જેનાથી આપણા બિસ્કીટ સોફ્ટ બને. હવે ચમચીથી બધું સરસ મિક્સ કરી લઈશું. ધ્યાન રાખવાનું કે હંમેશા ચમચીથી જ મિક્સ કરવાનું હાથથી મિક્સ નથી કરવાનું.

3- હવે આપણે અડધો કપ કોપરું નાખીશું. હવે તેને પણ સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે એક ચમચી દૂધ નાખીશું. દૂધનું પ્રમાણ તમારે જોઈને જ નાખવાનું છે. હવે ફરી એક ચમચી દૂધ નાખીશું.આપણે ૨ ચમચી માં આપણો લોટ બંધાઈ જશે.


4- સૌથી પહેલા આપણે ઓવનમાં કેવી રીતે બને છે તે જોઈશું. તેની માટે ટ્રે તૈયાર કરી લીધી છે. હવે બિસ્કીટ સરખા કરવા માટે એક ચમચી નું માપ રાખીશું.અને તેને બરાબર હાથ થી મસળી ને સોફ્ટ કરી સરસ મોટો લુઓ બનાવી લઈશું.

5- તમારે જે સાઇઝ ના બિસ્કીટ જોઈએ તે સાઈઝના બનાવી શકો છો. હવે તેને એક સાઈડથી કોપરા માં કોટ કરી લઈશું.હવે તપેલા વાળી થાળી માં રાખી દઈશું.હવે એ જ રીતે બનાવી બેકિંગ ટ્રે માં મૂકી દઈશું.હવે આ જ રીતે બધા બિસ્કીટ બનાવી લઈશું.

6- હવે ઓવનમાં પ્રી હીટ કરવા માટે ૧૬૦ડિગ્રી પર મૂકી દઈશું.અને હવે તપેલા માં સરસ ગરમ પાણી થઈ ગયું છે. અંદર કાંઠો મૂકી દઈશું.હવે તેની પર થાળી મૂકી દઈશું.હવે ધીમા તાપે અડધો કલાક ઢાંકીને પ્રી હીટ કરી લઈશું.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બંને બિસ્કીટ તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ કલર આવ્યો છે. હવે આપણે તેને બરાબર ઠંડા થવા દઈશું.હવે તૈયાર થઈ ગયા છે આપણા કોકોનટ બેકરી સ્ટાઇલ બિસ્કીટ.તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *