ટોપરા પાક – ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જતી મીઠાઈ તો એકવાર જરૂર ટ્રાય કરજો.

આ દિવાળી ના સૂકા નાસ્તા બની ગયા હોય તો હવે મીઠાઈ ની રેસીપી પણ જોઈ લઈએ. આજે આપણે જોઇશુ , માવા , મિલ્ક પાઉડર કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર ખૂબ જ ઝડપ થી બની જતો ટોપરા પાક.

તો ચાલો રેસીપી જોઈ લઈએ

૧ કપ – ટોપરા નું છીણ

કેસર વાળું દૂધ ૨-૩ ચમચી

બદામ ની કતરણ

૧/૨ ચમચી – ઈલાયચી પાઉડર

ખાંડ ૧/૨ કપ

પાણી – ૧/૪ કપ

ઘી ૪ ચમચી

સૌ થી પેલા એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો , તેમાં સાથે ઘી અને ખાંડ નાખી દેવાનું છે. ખાંડ તમને ઓછું ગળ્યું પસંદ હોય તો ઓછી નાખી શકો છો . ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રેવાનું છે , બબલ્સ આવા લાગે ત્યાં સુધી હલાવવાનું છે , અપડે અહીં ૧-૨ તાર ચાસણી ની જરૂર નથી.

હવે તેમાં ટોપરા નું છીણ નાખી દો. અહીં મેં માર્કેટ માં મળે જેને અપડે ડેસીકેટેડ કોકોનટ પણ કહીએ છે ,  તે લીધું છે, તમારે જો ફ્રેશ કોકોનટ લેવું હોય તો પેલા તેને જીણી ખમણી થી ખમણી લેવાનું છે અને પછી ઘી માં શેકી લેવાનું છે પછી ઉપયોગ માં લેવાનું છે.

ટોપરા નું છીણ નાખ્યા પછી ધીમા ગેસ પર હલાવતા રહો , હવે તેમાં કેસર વાળું દૂધ નાખી દો ૨-૩ ચમચી જેટલું, ધીમા ગેસ પર હલાવતા રહેવાનું છે, ઈલાયચી પાઉડર નાખી દો , થોડી વાર હલાવી અને બદામ ની કતરણ નાખી દો અને હલાવતા રહો. જ્યાં સુધી ટોપરું કડાઈ માં થી છુટ્ટુ પડવા લાગે નઈ ત્યાં સુધી હલાવતું રેવાનું છે. સાઈડ છૂટવા લાગે એટલે ગેસ બંધ કરી દો .

એક ડીશ માં ઘી લગાવી લો અને ટોપરા પાક ને તેમાં સરસ રીતે પાથરી દો. અને તમને ચોરસ કે ડાયમંડ શેપ જે પસંદ હોય તે રીતે કટ કરી લો. અને પછી ટોપરા પાક ને ફ્રિજર માં ૧૫-૨૦ મિનિટ માટે મૂકી દેવાનું છે  જે થી બરાબર સેટ થઇ જાય. ૧૫-૨૦ મિનિટ પછી ટોપરા પાક બરાબર સેટ થઇ જશે, સર્વિંગ પ્લેટ માં નીકળી સર્વ કરો.

છે ને બનાવવામાં એકદમ સરળ , બધી સામગ્રી તમારા ઘર માં હશે જ તેના થી જ ખુબ જ સ્વાદિષ્ટ એવી આ મીઠાઈ જરૂર થી બનાવજો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *