કોકોનટ રોલ્સ – ફક્ત અમુક મિનિટમાં તૈયાર થઇ જતી આ મીઠાઈ બાળકોમાં છે હોટ ફેવરિટ…

કોકોનટ રોલ્સ

હેલો સખીઓ આજે આપણે બનાવીશું દિવાળી માટે ની સ્પેશિયલ સ્વીટ. જેને બનાવવી ખુબ જ સરળ છે. અને માત્ર ૨૦ થી ૧૫ જ મિનીટ ના સમય માં બની જાય છે. તેની સાથે જ આ સવિત બનાવવામાં ચાસણી બનાવવાની પણ કોઈ જરૂર નથી.

દિવાળી પર માર્કેટ માંથી જેવી ફેન્સી મીઠાઈઓ આપણે ઘરે લાવીએ છીએ. સેમ એજ મીઠાઈ આજે આપણે ઘરે બનાવીશું. માર્કેટ કરતા પણ ઓછી પ્રાઈઝ અને ખુબ જ ઓછી મેહનત થી…

સામગ્રીઓ

  • ૧ કપ કોપરાનું ખમણ,
  • ૧/૨ કપ દૂધ,
  • ૧/૨ ચમચી ગ્રીન ફૂડ કલર,
  • ૩ નંગ ઈલાઈચી,
  • ૨ ચમચી મિલ્ક પાઉડર,
  • ૧/૨ કપ દળેલી ખાંડ,
  • ૪ નંગ બદામ.

રીત

સૌપ્રથમ આપણે લઈશું ૧ કપ કોપરાનું ખમણ. ત્યાર બાદ તેને એક પેન લઇ અને તેને ગેસ ની ધીમી આંચ ઉપર ૨ થી ૩ મિનીટ સુધી શેકી લઈશું.

ત્યાર બાદ હવે આપણું કોપરાનું ખમણ સરસ રીતે શેકાઈ ગયું છે. તો તેમાં આપણે૧/૨ કપ દૂધ ઉમેરીશું. અને દૂધ ને સરસ રીતે કોપરાના ખમણ માં મિક્ષ કરી દઈશું. જ્યાં સુધી દૂધ બડી જાય ત્યાં સુધી તેને ગેસ ની ધીમી આંચ ઉપર હલાવતા રહીશું.

ત્યાર બાદ હવે તેમાં ૧/૨ ચમચી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. તમારે વાઈટ રાખવા હોય તો કોઈ પણ કલર ઉમેરવાની કોઈ પણ જરૂર નહી રહે.

ત્યાર બાદ તેમાં ૨ નંગ ઈલાઈચી ને ક્રશ કરી ને ઉમેરીશું. ને તેની સાથે જ ૨ ચમચી જેટલો મિલ્ક પાઉડર ઉમેરીશું. જેથી કરી ને આપણે જે રોલ વાળીએ તે સરસ રીતે વળાઈ જશે.

હવે બધી જ સામગ્રી ઓ ને સરસ રીતે મિક્ષ કરી દઈશું. અને આપડું કોકોનટ રોલ બનાવવા માટે નું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઇ ગયું છે.

હવે આપણે તેને ૫ થી ૭ મિનીટ સુધી ઠંડુ થવા માટે મુકીશું. જેથી કરી અને આપણે તેના રોલ સરસ રીતે વળી શકીએ.

હવે આપણે રોલ વાળવા માટે બને હાથ માં ઘી લગાવી લઈશું. અને ત્યાર બાદ હાથ માં બેટર લઇ લઈશું. અને તેને હાથ માં મુઠીયા જેવું વાળી લઈશું. અને તે વળાઈ જાય ત્યાર બાદ બને બાજુના કોર્નર કાઢી લઈશું. જેથી કરી અને આપણને પરફેક્ટ રોલ મળી જશે.

ત્યાર બાદ તેના પર બદામ નું ફાડું મૂકી તેને ગર્નીશ કરીશું. તમે કાજુ નો પણ ઉપયોગ કરી શકો છો.

તો તૈયાર છે. માર્કેટ માં મળતા ફેન્સી કોકોનટ રોલ્સ આ રીતે તમે તેને ઘરે સરળતા થી બનાવી શકો છો.

નોંધ:

આ કોકોનેટ રોલ ને ફૂડ કલર ઉમેર્યા વગર કલર વાળા કરવા હોય તો તમે કેસર નો ઉપયોગ કરી શકો છો તેમજ થોડી હળદળ ઉમેરી અ રોલ યેલ્લો કલર ના કરી શકાઈ છે.


રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *