સ્વીટ કોકોનટ સેવૈયા – ગરમ કે પછી ફ્રીજમાં મૂકેલી ઠંડી, મને તો બંને પસંદ છે તમે પણ એકવાર ટ્રાય કરો…

આવી રહેલી નવલી નવરાત્રી માં શ્રી જગદમ્બા માતાજીને સ્વીટ કોકોનટ સેવૈયા નો પ્રસાદ ધરાવી માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત કરો અને ધન્યતા અનુભવો.. સુંદર મજાની, કોમળ, મીઠી –મીઠી… સ્વીટ કોકોનટ સેવૈયા ના સ્વાદની મજા માણવા માટે મારી આ રેસિપિ ને બરાબર ધ્યાન થી વાંચો અને ત્યારબાદ બનાવો… જેથી રેસિપિ પરફેક્ટ બને…

ગરમ અને ફ્રીઝ કોલ્ડ – બન્ને રીતે પીરસી ને આ રેસિપિ નો સ્વાદ માણો.

હંમેશા ટિપ્સ ને અનુસરો :

50 ગ્રામ ઘંઉ અથવા મેંદા ના લોટ ની રોસ્ટેડ સેવ – વર્મીસીલી – જીણી અને શેકેલી

2 ટેબલ સ્પુન સૂકુ, જીણુ ખમણેલુ કોપરુ

3 ટેબલ સ્પુન ખાંડ

2 ટેબલ સ્પુન બરીક કાપેલા કાજુ ના ટુકડા

1 ટેબલ સ્પુન પીસ્તા ની કતરણ

1 ટેબલ સ્પુન સૂકા અથવા ફ્રેશ ગુલાબની પાંદડીઓ

1 ટેબલ સ્પુન લીલી એલચી નો પાવડર

1 ટેબલસ્પુન વરિયાળી નો પાવડર

2 ½ કપ દૂધ

3 ટેબલસ્પુન દેશી ઘી + 1 ટેબલસ્પુન દેશી ઘી ( વધારા નુ લેવુ, ઉપર થી ઉમેરવા માટે.)

*
સ્વીટ કોકોનટ સેવૈયા બનાવવાની રીત : સૌ પ્રથમ 2 ½ કપ દૂધ એક પેન માં ગરમ કરી લ્યો. હવે બીજા એક જાડા બોટમ નુ પેન લો.


*ટીપ્સ : હંમેશા દૂધ ની વાનગી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવુ કે … જાડા બોટમ નું જ પેન ઉપયોગ માં લેવુ. જાડા બોટમ ના પેન માં 3 ટેબલ સ્પુન દેશી ઘી ઉમેરો. થોડું ગરમ થવા દ્યો .


ગરમ થાય એટલે તેમા 50 ગ્રામ ઘંઉ ના લોટ ની રોસ્ટેડ સેવ – વર્મીસીલી – જીણી અને શેકેલી, નાના- નાના પીસ કરી ને ઉમેરી દ્યો. હલાવીને બરાબર મિક્સ કરો.

*ફ્લેમ ધીમી રાખો.

*ટીપ્સ : સ્વાદિસ્ટ સ્વીટ કોકોનટ સેવૈયા બનવતી વખતે હંમેશા ગેસ ની ફ્લેમ ધીમી રાખો.


ધીમી ફ્લેમ પર મૂકેલા પેન માં તવેથા થી સેવ અને દેશી ધી બરાબર મિક્સ કરતા જતા ઉપર નીચે સેવ કરવી, જેથી બધી સેવ બરાબર એકસરખી ગોલ્ડન બ્રાઉન કલર ની સરસ શેકાઇ જાય.

*સેવ શેકાઇ જવા આવશે એટલે તેમાંથી સેવ ઘીમાં શેકાઇ જવાની સરસ અરોમા આવશે.


હવે બરાબર શેકાઇ ગયેલી સેવ માં 2 ટેબલ સ્પુન સૂકુ, જીણુ ખમણેલુ કોપરુ, 2 ટેબલ સ્પુન બરીક કાપેલા કાજુ ના ટુકડા, 1 ટેબલ સ્પુન સૂકા અથવા ફ્રેશ ગુલાબની પાંદડીઓ અને વરિયાળી નો પાવડર ઉમેરો.

બધું હલાવી ને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ મિશ્રણ ને 2 થી 3 મિનિટ ( પકાવો ) કુક કરો.

હવે અગાઉ ગરમ કરેલુ 2 ½ કપ દૂધ કુક થયેલા મિશ્રણ માં ઉમેરીદ્યો. દૂધ અને સેવ હલાવી ને બરબર મિક્સ થતા મિશ્રણ ઘટ્ટ થશે. ઘટ્ટ થાય એટલે તેમાં 3 ટેબલ સ્પુન ખાંડ ઉમેરી મિક્સ કરો.

*તમે તમારા સ્વાદ મુજબ ખાંડનું પ્રમાણ વધઘટ કરી શકો છો. સ્વીટ કોકોનટ સેવૈયા પેન ની સાઇડ્સ છોડવા લાગે ત્યાં સુધી કુક કરો. સાથે સાથે તેમાંથી થોડું ઘી છૂટું પડતુ દેખાશે.

હવે તેમાં 1 ટેબલ સ્પુન લીલી એલચી નો પાવડર ઉમેરી મીક્સ કરો. ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પુન દેશી ઘી, જે વધારા નું લીધેલું હતું એ મિક્સ કરો.

ફરી 1-2 મિનિટ કુક કરો. જેથી તેમાં થોડી ચમક આવશે, સાથે સાથે થોડી વધારે ઘી ની અરોમા પણ આવશે. હવે સ્વીટ કોકોનટ સેવૈયા ને સર્વીંગ બાઉલ કે સર્વિંગ પ્લેટ માં ટ્રાંસ્ફર કરો. પ્લેટ માં પાથરી ને સ્ક્વેર કટ કે ડાયમંડ કટ કરી શકો છો.

ત્યારબાદ તેના પર પીસ્તાની કતરણ, કાજુના બારીક ટુકડા અને રોઝ પેટલ્સ – ગુલાબની પંદડીઓથી ગાર્નીશ કરો. ઉપર થી થોડો એલચી પાવડર સ્પ્રીંકલ કરો. જેથી એલચી ની સરસ અરોમા આવશે.

*બસ, ગરમા ગરમ સ્વીટ કોકોનટ સેવૈયા પીરસવા માટે તૈયાર છે. સુંદર મજાની, કોમળ, મીઠી –મીઠી … સ્વીટ કોકોનટ સેવૈયા ના સ્વાદની મજા માણો. સ્વીટ કોકોનટ સેવૈયા ને ફ્રીજ માં ઠંડી કરી ને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *