કોકોનટ ચટણી – દરેક સાઉથ ઇન્ડિયન વાનગીનો સ્વાદ વધારશે આ ચટણી..

પારંપરિક રીતે સાઉથ ઇંડિયન હોવા છતાં ઢોસા દેશની બહાર અને અંદર બધી જગ્યાએ લોકોનો હોટ ફેવરીટ નાસ્તો કે ડીશ છે. હોટેલ, રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટમાં …દરેકના મેનુંમાં અનેક પ્રકારના ઢોસા જોવા મળતા હોય છે. સાથે કોકોનટ ચટણીની સરસ અરોમા ઢોસાના ટેસ્ટને ઓર વધારી દ્યે છે. આજે હું આપ સૌ માટે એવી જ કોકોનટ ચટણીની રેસિપિ આપી રહી છું. તેને ફોલો કરીને તેમે પર્ફેક્ટ અને સ્વાદીષ્ટ ઢોસાનો ટેસ્ટ માણી શકશો.

કોકોનટ ચટણીબનાવવા માટેની સામગ્રી :

  • ½ કપ ફ્રેશ કોકોનટ અથવા ડ્રાય કોકોનટ
  • 2-3 લીલા મરચા સમારેલા
  • ½ ઇંચ આદુના ટુકડા
  • 4-5 લસણની કળી
  • 1 ટેબલ સ્પુન દાળિયા અથવા પલાળેલી ચણાની દાળ અથવા રોસ્ટેડ ચણાનો લોટ
  • 2 ટેબલ સ્પુન કર્ડ
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • જરુર મુજબ પાણી

કોકોનટ ચટણી બનાવવાની રીત :

ડ્રાય ગ્રેટેડ કોકોનટને એક બાઉલમાં લઈ થોડું જ પાણી ઉમેરી પલાળી લેવું – મેં અહીં ડ્રાય કોકોનટની ચટણી બનાવી છે. ફ્રેશ કોકોનટ લીધુ હોય તો તેના નાના પીસ કરી લેવા.

સૌ પ્રથમ ગ્રાઇંડર જાર લઈ તેમાં ફ્રેશ કોકોક્નટના પીસ અથવા પલાળેલું ડ્રાય કોકોનટ લઇ તેમાં 2-3 લીલા મરચા સમારેલા, ½ ઇંચ આદુના ટુકડા, 4-5 લસણની કળી, 1 ટેબલ સ્પુન દાળિયા અથવા પલાળેલી ચણાની દાળ અથવા રોસ્ટેડ ચણાનો લોટ ઉમેરી ગ્રાઇંડ કરી લ્યો.

હવે તેમાં સોલ્ટ અને જરુર મુજબ પાણી અથવા કર્ડ ઉમેરી ગ્રાઇંડ કરી લ્યો.

બનાવવી ખૂબજ સરળ એવી આ કોકોનટ ચટણી દરેક પ્રકારના ઢોસા સાથે સર્વ કરી શકાય છે. તમે પણ આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ઢોસા સાથે બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *