કોકોનટ લાડુ – ફક્ત 10 મિનિટમાં બની જશે આ યમ્મી કોકોનટ લાડુ…

કેમ છો દોસ્તો! જય શ્રી કૃષ્ણ,ઘરે સ્વીટ બનાવા ની હોય કે ભગવાન ને પ્રસાદ માં સ્વીટ ધરાવવી હોય તો આપને બહાર થી મીઠાઈ ની દુકાન માંથી પેંડા લાવી એ છે.તો આપના સૌ ના ઘરે કોપરા નું છીન તો હોય છે તો ફટાફટ ૧૦ જ મિનિટ માં તૈયાર થઇ જાય એવા કોકોનટ લાડુ આજે આપને જોઈશું.

કોકોનટ એમાં થી આપને કોપરાપાક બનાવતા હોઈએ છે.તેજ કોપરા ના છીન માંથી આજે હું કોકોનટ લાડુ બનાવવા ની છું. કોકોનટ લાડુ માટે આપને ચાસણી કે માવા ની જરૂર નથી.ઘરમાં રહેલી સામગ્રી માંથી જ આપને બનાવીશું કોકોનટ લાડુ. તો સામગ્રી જોઈ લઈશું.

Advertisement

સામગ્રી

  • ૧૫૦ ગ્રામ દૂધ
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • ૨૫૦ ગ્રામ કોપરા નું છીન
  • બદામ ગાર્નિશ માટે
  • ૧/૨ ચમચી ઇલાયચી પાવડર
  • ચપટી મોહનથાળ નો કલર

રીત

Advertisement

સૌપ્રથમ એક કડાઈમાં દૂધ ઉમેરો.

દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ એડ કરીશું.

Advertisement

હવે ખાંડ ઓગળી જાય એટલે તેમાં કોપરાનું છીન એડ કરો.

એક બાઉલમાં ૨ ચમચી દૂધ લઇ તેમાં ચપટી મોહનથાળ નો કલર એડ કરી મિક્સ કરી લો.હવે ગેસ બંધ કરી તેમાં કલર વાળુ દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લો.

Advertisement

હવે મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેના લાડુ વાળી દો.અને તેને બદામ થી ગાર્નિશ કરો.

તો તૈયાર છે આપના કોકોનટ લાડુ.

Advertisement

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *