કોલ્ડ કોકો મિલ્કશેક – ખૂબ જ જલ્દી બનતું અને યમ્મી ચોકલેટી ટેસ્ટ વાળો આ શેક બધાને ખૂબ પસંદ આવશે…

કોલ્ડ કોકો મિલ્કશેક

કોલ્ડ કોકો મિલ્કશેક ઘરે કિટી પાર્ટી હોય કે મેહમાનો આવ્યા હોય આ મિલ્કશેક બધા માટે બનાવી શકીએ છીએ.

આ મિલ્કશેક ખુબ જ જલ્દી બનતું ટેસ્ટી અને સરળ છે.

કોકો મિલ્કશેક એક બ્રેકફાસ્ટ રેસીપી છે. જે ગ્લાસ માં સેર્વ થતી હોય છે.

સામગ્રી:

૧ ગ્લાસ દૂધ,

૧ ચમચી કોકો પાઉડર,

૨ ચમચી દળેલી ખાંડ,

૧ ચમચી કોર્ન ફ્લોર,

૩-૪ નંગ બરફ.

સજાવટ માટે

૧ ચમચી જેટલા ચોકો-ચિપ્સ

૨ નંગ ચોકલેટ (કોઈ પણ)

રીત:

સૌપ્રથમ આપણે લઈશું કોકો મિલ્કશેક બનાવવા માટે ની સામગ્રીઓ. જેવીકે દૂધ- દૂધ જેટલા પણ ગ્લાસ મિલ્કશેક બનાવવું હોય એટલું લઇ શકીએ. ત્યાર બાદ કોકો પાઉડર, ખાંડ- ખાંડ મેં દળેલી લીધી છે. તે ના હોય તો રેગ્યુલર વાપરતા હોઈએ તે પણ ચાલે. ત્યાર બાદ કોર્ન ફ્લોર અને બરફ. જેટલું પણ દૂધ લઈએ એ પ્રમાણ માં બીજી સામગ્રીઓ લેવી.

હવે એક નાના બાઉલ માં લઈશું દૂધ. એ દૂધ અડધો વાડકો જેટલું લેવું. ત્યાર બાદ તેમાં ઉમેરીશું કોકો પાઉડર. પાઉડર ઉમેર્યા બાદ તેમાં ઉમેરીશું કોર્ન ફ્લોર. અને તેને ચમચી વડે ચલાવતા રેહવું અને પ્રોપર મિક્ષ કરી કરી લેવું. જેથી તેમાં કોર્ન ફ્લોર કે કોકો પાઉડર ની કણીઓ ના રહે.

હવે આપણે એક પેન માં દૂધ કાઢી તેને ધીમી આંચ ઉપર ઉકાળી લઈશું. દૂધ માં ઉફાણો આવે ત્યાં સુધી ઉકાળવું.

હવે દૂધ માં બનાવેલું દૂધ-કોકો પાઉડર-અને કોર્ન ફ્લોર ના મિક્ષ્ચર ને દૂધ માં ઉમેરીશું. અને ત્યાર બાદ ઉમેરીશું તેમાં દળેલી ખાંડ.

ત્યાર બાદ તેને ચમચા વડે ધીમી આંચ ઉપર ચલાવતા રેહવું. અને મિક્ષ કરતા રેહવું જેથી તે નીચે ના બેસી જાય. અને તેમાં કોઈ પણ કણીઓ ના રહે. તેમ સતત ચલાવતા રેહવું.

હવે દૂધ ને ઉફાણો આવે ત્યાં સુધી ઉકાળવું અને ચલાવતા રેહવું જેથી બધું મિક્ષ થઇ જશે. અને ટેસ્ટ પણ ખુબજ સરસ આવશે.

હવે ગેસ બંદ કરી તેને એક બુલ માં કાઢી લો. ત્યાર બાદ ગરણી વડે તેને બીજા બાઉલ માં ગાળી લો. જેથી તેમાં વધારાનો કોર્નફલોર અને કોકો પાઉડર નીકળી જાય અને એક સરસ મિક્ષ્ચર આપણને મળે.

હવે તેને ઠંડુ થવા માટે ૫-૬ કલાક સુધી ફ્રીઝર માં ઠંડુ થવા માટે મૂકી દેવું. અને જો તે જ સમય પર સેર્વ કરવું હોય તો તેમાં બરફ ઉમેરી સીધું બનાવીને પણ સેર્વ કરી શકો છો.

હવે ઠંડુ ઠંડુ મિલ્કશેક તૈયાર છે. તો તેને એક ગ્લાસ માં બરફ ના ટુકડા ઉમેરી ઉપે થી આ મિલ્કશેક ઉમેરો.

હવે તેમાં મિલ્કશેક ઉપર ચોકોચિપ્સ અને ચોકલેટ થી ગર્નીશ કરો. તો તૈયાર છે. ગરમી ના આકાર તડકા માં રાહત આપતું કોલ્ડ કોકો મિલ્કશેક. જે માત્ર ઉનાળા માં જ નહિ પરંતુ બધી જ ઋતુઓ માં પીવાય છે. અને બાળકો નું તો ફેવરીટ છે.

નોંધ:

કોલ્ડ કોક મિલ્કશેક માં કોઈ પણ જાત ની ચોકલેટ બનાવતી વખતે પણ ઉમેરી શકાય છે. ડેરીમિલ્ક ફ્લેવર નું શેક કરવું હોય તો તેના નાના ટુકડા કરી કે ચોકલેટ ને ખમણી ને પણ ઉમેરી શકાય છે. એવી જ રીતે અપણી મનપસંદ ચોકલેટ નું મિલ્કશેક બનાવી શકાય છે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *