ઉનાળું સ્પેશિયલ અમદાવાદ સ્ટાઇલ કોલ્ડ કોકો બનાવવાની રેસિપી

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ અમદાવાદ સ્ટાઈલ કોલ્ડ કોકો બનાવવાની રેસિપી જોઈશું. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને? અને મોઢું એકદમ ચોકલેટી ચોકલેટી થઈ ગયું ને. કોલ્ડ કોકો એ વાનગી જ એવી છે કે ઉનાળા માં એ કોલ્ડ કોકો નો ગ્લાસ પી લઈએ ને તો કમ્પ્લીટ થઈ જાય.અને આ કોલ્ડ કોકો એવો કોલ્ડ કોકો બનવાનો છે કે જે પીવા માટે તમે વેટિંગ માં ઉભા રહો છો એ અમદાવાદ નું ફેમસ ફૂડ જોઈન્ટ છે ત્યાં તમે હમેશાં ત્યાં કોલ્ડ કોકો પીવા જતા હોવ છો. હવે આવો કોલ્ડ કોકો ત્યાં પીવા જવાની જરૂર નથી, હવે તમારા જ રસોડે અને તમારા ઘરે જ બનવાનો છે.બસ તમે આ વાનગી ને આ રીત ને ફોલો કરશો ને એટલે પરફેક્ટ તમે કોલ્ડ કોકો બનાવી શકશો. તો ચાલો હવે શરૂ કરી લઈશું.

સામગ્રી

  • ડાર્ક ચોકલટ
  • ખાંડ
  • દૂધ
  • કોર્ન ફ્લોર
  • કોકો પાવડર

રીત

1- સૌથી પહેલા કોકો પાઉડર જોઈશું. જો તમે ડ્રિંકિંગ ચોકલેટ લેતા હોય તો તેનો સ્વાદ અને ટેસ્ટ ક્યારેય બહાર જેવો કોલ્ડ કોકો મળે છે તેવો નઈ આવે તો હવે આ વાત નું ધ્યાન રાખજો.અને હમેશા જ્યારે તમે કોલ્ડ કોકો ઘરે બનાવતા હોય ને ત્યારે કોકો પાવડર જ લેવાનો છે.

2- તો અત્યારે આપણે બે ટેબલ સ્પૂન કોકો પાઉડર લઈશું.જેથી આપણ ને તેનો કલર સરસ મળે છે અને તેનો સ્વાદ પણ સરસ મળે છે હવે તેની સાથે એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર લેવાનો છે. હવે આ બન્ને વસ્તુ ને મિક્સ કરી લેવાની છે હવે તેમાં ઠંડુ પા કપ દૂધ એડ કરીશું.

3- હવે આ મિશ્રણને મિક્સ કરી લઈશું જ્યારે કોર્ન ફ્લોર મિક્સ કરતા હોય ત્યારે એ વાત નું ધ્યાન રાખવાનું છે કે તેમાં ગઠ્ઠા ના પડવા જોઈએ.જેથી તેને બરાબર મિક્સ કરી લઈશું,હમેશા તમે કોકો પાવડર યુઝ કરો ત્યારે તે ફ્રેશ હોવો જોઈએ અને તે બહુ જૂનો ના હોવો જોઈએ, નહીં તો તેનો સ્વાદ,સુગંધ બન્ને વસ્તુ મળશે નહીં એટલે આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે.

4- હવે દૂધ ને ઉકળવા મૂકી દઈશું, હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે.આપણે અત્યારે એક કપ દૂધ લઈશું, એક પેન માં હવે દૂધ માં ચાર ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું.હવે તેને હલાવી લઈશું હવે દૂધ ગરમ થવા લાગ્યુ છે દૂધ ગરમ થાય પછી જ કોકો પાવડર અને કોર્ન ફ્લોર નું મિશ્રણ છે તે એડ કરવાનું છે.

5- હમેશાં જ્યારે કોલ્ડ કોકો બનાવતા હોય ત્યારે ફૂલ ફેટ વારું દૂધ લેવાનું છે, તેનો કોલ્ડ કોકો બહુ સરસ બને છે અને એકદમ ક્રીમી લાગે છે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે દૂધ ગરમ થઇ ગયું છે હવે જે મિશ્રણ હતું તે એડ કરીશું,બધું સરસ મિક્સ કરી લઈશું.

6- હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાંસુધી તેને ઉકાળી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે તેમાં એક એવી સામગ્રી એડ કરવાની છે કે જેના કારણે તેનો કલર બહાર જેવો જ આવશે અને સ્વાદ પણ બહાર જેવો જ આવશે.

7- એ છે ડાર્ક ચોકલેટ.તમે ડાર્ક ચોકલેટ ઉમેરો છો કોકો માં? નઈ ને તો હવે ચોક્કસથી ઉમેરજો.અત્યારે આપણે લગભગ ૫૦ ગ્રામ ડાર્ક ચોકલેટ એડ કરીશું.તમે આ ચોકલેટ એડ કરો ત્યારે ગેસ બંધ કરી લેવાનો છે.

8- હવે સરસ મિક્સ કરી લઈશું હજુ મિશ્રણ ગરમ છે એટલે ચોકલેટ ઓગળી જશે જેથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે અને કલર પણ સરસ આવી જશે.આ બનાવવા માં પણ બહુ ઈઝી છે એટલે જાતે પણ બનાવી શકો છો એટલે મમ્મી નું માથું ખાવાનું બંધ કરી દેવાનું છે અને જાતે બનાવી લેવાનો છે.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે.અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ચોકલેટ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો કોલ્ડ કોકો છે એ પણ તૈયાર થઈ ગયો છે.

10- હવે આ કોકો ને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ તેને સર્વે કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે આવો કોલ્ડ કોકો તમે ઘરે બનાવશો તો હવે બહાર જવાની ક્યાંય જરૂર નથી કે કોઈપણ કેફે માં જવાની જરૂર નથી આ રીતે તમે પણ તમારા ઘરે કોલ્ડ કોકો બનાવજો અને તમારા બાળકો ને ખુશ કરી દેજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *