કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી અને કોફીનો સિક્રેટ પ્રિમિકસ પાવડર

આજે આપણે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી અને કોફીનો સિક્રેટ પ્રિમિકસ પાવડર બનાવવાની રેસીપી જોઈશું.કેફે સ્ટાઇલ કોફી નો ટેસ્ટ એવો રહી જાય ને કે એમ થાય કે એજ કોફી પીવા વારંવાર જઈએ.કોફી બનાવીએ ત્યારે દૂધ ગરમ કરી લેતા હોઈએ છીએ અને તેની અંદર સુગર અને કોફી પાવડર એડ કરી દેતા હોઈએ છીએ.અને તે જ રીતે જ્યારે હોટ કોફી બનાવતા હોઈએ ત્યારે આ જ વસ્તુ ને આપણે ગરમ કરી લેતા હોઈએ છીએ.

આજે આપણે એક સિક્રેટ ટિપ્સ જોઈશું તેના કારણે કોફી એકદમ કેફે સ્ટાઇલ બનશે.અને એકદમ ટેસ્ટી બનશે અને તેની સાથે સાથે એક સિક્રેટ પણ જોઈશું એ છે કોફી પ્રિમિક્સ.ક્યારેય બહાર જાવ ત્યારે કોફી ને બવ મિસ કરતા હોઈએ છીએ અને બહાર જે કોફી પીએ તેમાં મજા નથી આવતી.આપણે પ્રીમીક્સ બનાવીશું તેમાં તમે ઠંડુ પાણી કે ગરમ પાણી ઉમેરો તો તે પણ કોફી બની જશે તે હોટ કોફી બની જશે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • કોકો પાવડર
  • મિલ્ક પાવડર
  • ખાંડ
  • કોફી પાવડર
  • દૂધ
  • આઈસ ક્યૂબ
  • ફ્રેશ ક્રીમ

રીત

1- સૌથી પહેલાં આપણે પ્રીમિકસ બનાવી લઈશું આ બહુ જ કામમાં આવે છે જો બનાવી ને રાખો તો ગમેત્યા અને ગમે ત્યારે યુઝ કરી શકો છો.તમે ઓફિસ માં પણ લઈ જઈ શકો છો, ટ્રાવેલિંગ માં પણ લઈ જઈ શકો છો, ત્યારે આનો ઉપયોગ કરી શકો છો.

2- હવે બે ચમચી મિલ્ક પાવડર લઈશું અત્યારે આપણે થોડી ચોકલેટ ફ્લેવર્સ આપી રહ્યા છે તો તે પણ લઈશું તો એક ટેબલ સ્પૂન કોકો પાવડર લઈશું જો તમને ના ગમે તો અવોઈડ પણ કરી શકો છો.ત્યારબાદ બે ચમચી કોફી પાવડર એડ કરીશું.હવે બે ચમચી ખાંડ એડ કરીશું.

3- આમાં ખાંડ જ લેવાની છે બૂરું ખાંડ નથી લેવાની.આની સાથે ક્રશ કરીશું તો સરસ પીસાઈ જશે.હવે આ મિશ્રણ ને મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કોફી પ્રિમિક્સ પાવડર રેડી થઈ ગયો છે તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે.હવે તેને એક બરણી માં ભરી લઈશું.

4- આ પાવડર ને ફ્રીઝ માં રાખવાની જરૂર નથી તેને બહાર જ રાખી શકો છો હવે આમાં થી આપણે કેફે સ્ટાઇલ કોફી બનાવવાની છે ઘરે બનાવવી સસ્તી પડશે.અને બનાવવા માં પણ ખૂબ જ ઇઝી થઈ જશે.તો ચાલો હવે કોફી બનાવી લઈએ.

5- જ્યારે આપણે કોફી બનાવતા હોય ત્યારે શું કરીએ કે દૂધ લઈએ અને કોફી પાવડર નાખીએ અને ક્રશ કરી લઈએ અને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લઈએ એટલે કોફી તૈયાર થઈ જાય.આવી કોફી બનાવી એ ત્યારે છોકરા ઓ ને તો ભાવતી જ નથી.એટલા માટે કેફે માં કોફી પીવા જતા હોય છે.

6- અહીંયા આપણે એક ટિપ્સ જોઈશું તે રીતે બનાવશો તો ચોક્કસથી કેફે સ્ટાઇલ બનશે.તો હવે ૧૫૦ગ્રામ દૂધ લઈશું તેમાં બે ચમચી કોફીનુ પ્રીમિક્સ એડ કરીશું.અને અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું.

7- અત્યારે આપણે ઘરે કોફી બનાવી રહ્યા છે પણ જો આજ કોફી તમે ઓફિસ માં બનાવી રહ્યા હોય તો ત્યારે ફકત ગરમ પાણી માં અથવા દૂધ માં અને દૂધ વધારે જોઈતું હોય તો આ પાવડર વધારે એડ કરી શકો છો.અથવા ગરમ પાણી પણ એડ કરી શકો છો.

8- તો તમારી કોફી તૈયાર થઈ જશે પણ જ્યારે આપણે ઘરે બનાવી રહ્યા છે તો આટલો બદલાવ આવશે.હવે તેમાં એક ચમચી ગરમ પાણી એડ કરીશું.બહુ ગરમ નઈ પણ નવશેકું પાણી લેવાનું છે હવે તેને વીસ્કર થી મિક્સ કરી લઈશું.

9- હવે અત્યારે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવ્યો છે તેને મિક્સ કરતા જોઈશું એટલે કલર પણ એકદમ સરસ આવશે અને સુગંધ આવવા લાગશે.આ રીતે તમે કોફી બનાવશો તો પણ એકદમ સરસ બનશે.

10- આને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી મિક્સ કરી લઈશું.હવે આપણે કોફી બનાવી લઈશું કેફે માં એ લોકો મિક્સર જારમાં જ કોફી બનાવતા હોય છે તો હવે આઈસ ક્યૂબ લઈ લઈશું હવે તેમાં અડધો કપ દૂધ લઈશું હવે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું.જ્યારે બહાર કોફી પીએ ત્યારે એકદમ ઘટ્ટ કોફી હોય છે.

11- તેનો ટેસ્ટ જ કઈક અલગ આવતો હોય છે હવે તેમાં લગભગ બે ચમચી ક્રીમ એડ કરી લઈશું.હવે જે મિશ્રણ તૈયાર કર્યું તે એડ કરીશું.હવે કોફી ને બ્લેન્ડ કરી લઈશું,આમાં તમે તજ પાવડર એડ કરી શકો છો અત્યારે આપણે સિમ્પલ કોફી બનાવી રહ્યા છે.

12- હવે તેને ક્રશ કરી લઈશું આપણે આ જે પાવડર બનાવીઓ તેને છ મહિના સુધી તેને સ્ટોર કરી ને રાખી શકો છો પણ હા તેને એર ટાઈટ ડબ્બા માં ભરી ને રાખી શકો છો.જો હવા લાગશે તો મિલ્ક પાવડર અને કોફી માં ગઠા પડવા લાગશે.એટલે આ વાત નું ખાસ ધ્યાન રાખવાનું છે.તો તમે કેફે સ્ટાઇલ કોલ્ડ કોફી જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *