condensed milk કે મિલ્કમેડ – ઘણી મીઠાઈમાં વપરાતી આ સામગ્રી હવે ઘરે જ બનાવી શકશો.

હેલો ફ્રેંડ્સ

આજે હું તમારા સમક્ષ કેક અને મીઠાઈ માં વપરાતું કન્ડેશમિલક ઘરે બનાવતા શીખવીશ ….જે બનાવું ખુબ સરળ છે ….જે માર્કેટ માં મળે છે એવુજ ઘરે બનશે ….અને આ મિલ્કમેડ ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો …..આ માત્ર 5-10 મિનિટ માં બની જાય છે ….તો ચાલો શીખી લઇએ ….

સામગ્રી :

  • – 500 ગ્રામ દૂધ
  • – 1/2 કપ ખાંડ
  • – 1/8 સ્પૂન બેકિંગ સોડા
  • – 2 ચમચી મિલ્ક પાવડર
  • – 1 ચમચી બટર

રીત :

1..સૌ પ્રથમ મોટા તળિયા વાળા પેન માં દૂધ લેવું એમાં થી 2 ચમચી જેટલું દૂધ રહેવા દેવું …હવે એને 2-3 ઉભરા આવા દેવું ….

2.હવે ,2 ચમચી દૂધ માં મિલ્ક પાવડર ઉમેરવો …પછી ચમચા ની મદદ થી હલાવતા રેહવું ….

3..તેપછી મિલ્ક પાવડર ઉમેરશો એટલે ઘટ થવા મળશે …..ઘટ થઈ જાય એટલે તેમાં 1/8 સ્પૂન બેકિંગ સોડા ઉમેરી ફરી હલાવું અને ખાંડ ઉમેરવી …

4.. થોડી વાર હલાવી consistency લાગે પછી 5-7 મિનિટ પછી છેલ્લે બટર ઉમેરી ગેસ બંધ કરી devu..

નોંધ :

– કન્ડેશમિલક બનાવીયાએ ત્યારે હલાવું જરૂરી છે …આ egg ni option નું કામ કરે છે ..

– આ માર્કેટ માં મળે એવુજ બનશે ….

.

– બની જાય એટલે ડબ્બા માં ભરી સ્ટોર કરી શકાય …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *