કુલિંગ રોઝ મિલ્ક : ઉનાળાની ગરમીમાં આવું ઠંડુ ઠંડુ મિલ્ક મળી જાય તો મોજ આવી જાય…

ઉનાળાની સખત પડતી ગરમીમાં રાહત આપતા આઇસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ કે લસ્સિ – ફાલુદાનો વપરાશ વધી જાય છે. બજારમાં સ્ટ્રીટ ફુડની સાથે સાથે એટલા જ કોલ્ડ ડ્રિંક્સ મળતા હોય છે. આઇસ્ક્રીમ અને કોલ્ડ ડ્રીંક્સ બન્ને અનેક પ્રકારની ફ્લેવર્સમાં બનતા હોય છે. તેમાં નટ્સ અને ચોક્લેટ ઉમેરીને વધારે ક્રંચ આપીને ખૂબજ ટેસ્ટી બનાવવામાં આવતા હોય છે.

રોઝ, કાચી કેરી, ગુલકંદ, લેમન, વોટર મેલન, મસ્ક મેલન, ખસ વગેરે જેવી અનેક ફ્લેવર્સ કે ફ્રેશ ઉમેરીને બનાવવામાં આવતા હોય છે જે શરીરને ઠંડક આપે છે. રોઝ માંથી ગુલકંદ બનાવીને તેમાંથી પણ આઇસ્ક્રીમ, ફાલુદા કે મિલ્ક શેઇક કે લસ્સી બનવવામાં આવતા હોય છે.

આજે હું અહિં રોઝ ફ્લેવરનું કુલિંગ રોઝ મિલ્ક બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ ઠંડક આપશે. રોઝ ફ્લેવર અને મિલ્ક અને કાજુના કોમ્બિનેશનથી બનાવેલી આ રેસિપિ બધાને ચોક્કસથી પસંદ પડશે.

તો જરુરથી મારી આ રેસિપિ ફોલો કરીને બનાવજો.

આમાં તમે ફ્રેશ રોઝ પેટલ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

કુલિંગ રોઝ મિલ્ક બનાવવા માટેની સામગ્રી :

  • 2 કપ મિલ્ક
  • 2 ટેબલ સ્પુન સુગર પાવડર
  • 1 ટેબલ સ્પુન કાજુનો પાવડર
  • 10 -12 ડ્રોપ્સ રોઝ મિક્સ
  • 1 ટેબલ સ્પુન તકમરિયા – સબ્ઝા સીડ્સ
  • ગાર્નિશિંગ માટે
  • પિસ્તાના થોડા સ્લિવર્સ
  • ડ્રાય કે ફ્રેશ રોઝ પેટલ્સ

કુલિંગ રોઝ મિલ્ક બનાવવાની રીત:

સૌ પ્રથમ 2 કપ ફુલ ફેટ મિલ્ક લઈ 2-3 મિનિટ ઉકાળી લ્યો.

ગરમ મિલ્ક ઠંડું પડે એટલે તેને ફ્રીઝરમાં મૂકી ચિલ્ડ કરી લ્યો.

એ દરમ્યાનમાં 1 ટેબલ સ્પુન તકમરિયા – સબ્ઝા સીડ્સ – નાના બાઉલમાં લઇ પાણીમાં 3 ટેબલ સ્પુન પાણીમાં પલાળી લ્યો.

15 મિનિટમાં સરસ પલળીને ફુલી જશે.

હવે એક મિક્ષિગ બાઉલમાં લઇ 2 ટબલ સ્પુન સુગર પાવડર ઉમેરો. બરાબર મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં રોઝ મિક્સ ઉમેરીને મીક્સ કરો. તેનાથી મિલ્કમાં સરસ ફ્લેવર અને કલર આવશે.

આ સ્ટેપ પર 8-10 ફ્રેશ રોઝ પેટલ્સ ઉમેરી શકાય.

ત્યારબાદ તેમાં કાજુનો અધકચરો કરેલો પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

મિલ્કનું આ મિશ્રણ બ્લેંડરથી બ્લેંડ કરી લ્યો.જેથી ખૂબજ ફ્લફી અને ઘટ્ટ થઇ જશે.

મિલ્કના કર્યું હોય તો બન્ને ગ્લાસમાં આઇસ ક્યુબ ઉમેરી હલાવી ઠંડુ કરી લ્યો.

હવે તેને 2 સર્વિંગ ગ્લાસમાં ભરી લ્યો.

તેમાં પલળીને ફુલી ગયેલા તકમરીયાને બન્ને ગ્લાસમાં અર્ધા અર્ધા ઉમેરી દ્યો.

સર્વિંગ ગ્લાસમાં પિસ્તાના સ્લિવર્સ અને રોઝની ડ્રાય પેટલ્સથી ગાર્નિશ કરો.

કુલિંગ રોઝ મિલ્ક ઘરે આવેલા ગેસ્ટ ને ચોક્કસથી ટેસ્ટ કરાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *