કોરિએન્ડર રાઈસ બાઉલ વિથ ચિઝ સોસ – કોઈપણ નાનો મોટો પ્રસંગ હોય દરેકની પસંદ બની જશે આ રાઈસ બાઉલ..

કોરિએન્ડર એટલે કે કોથમીર આપણ ને ખબર જ છે કે કેટલી હેલ્થી છે ખાવા માં જનરલી અપડે ગાર્નિશિંગ કરવા માં તો કોઠમોર નો ઉપયોગ કરતા જ હોઈએ છે. તો આજે આપણે ખુબજ હેલ્થી એવી કોથમીર નો ઉપયોગ કરી ને જ રેસિપી બનાવીશુ. તો ચાલો l કોરિએન્ડર રાઈસ બાઉલ વિથ ચિઝ સોસ

બનાવવાની રેસિપી જોઈ લઈએ

સામગ્રી

  • 1 કપ બાસમતી ચોખા બનાવેલા
  • ૧.૫ ચમચી ઘી
  • ૧ જીણી સમારેલી ડુંગળી
  • અડધો કપ – કોઠીર-ફુદીનો અને લીલા મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ કપ જીણી સમારેલી કોથમીર

ચીઝ સોસ બનાવવા માટે

  • ૧ ચમચી ઘી
  • ૧ ચમચી મેંદો
  • ૧ કપ દૂધ
  • મરી પાઉડર
  • ૧ ચીઝ ક્યુબ

આ એક બહુ જ સિમ્પલ અને ઝડપ થી બની જાય તેવી થોડી અલગ પણ ખાવાની માજા આવે તેવી રેસિપી છે. તો સૌ થી પેલા તેના માટે પેન માં ઘી ગરમ કરવા મુકો , ઘી ગરમ થાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખી , સેજ મીઠું સ્પ્રિન્કલ કરી દો. અને મીડીયમ ગેસ પર બ્રાઉન કલર થવાનો ચાલુ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. પછી તેમાં કોથમીર-ફુદીના- લીલા મરચા ની પેસ્ટ નાખી દેવાની છે અને ૧ મિનિટ સુધી મીડીયમ ગેસ પર સાંતળી લેવાની છે.

પછી તેમાં બોઈલ કરેલા બાસમતી રાઈસ નાખી દેવાના છે , બાસમતી રાઈસ ને ૧૫ મિનિટ સુધી પાણી માં પલાળી અને પછી બોઈલ કરી લીધા હતા. રાઈસ નાખ્યા પછી સ્વાદ મુજબ મીઠું નાખી દો અને બરાબર મિક્સ કરી લો , હવે જીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લઇ , ઢાંકી અને એક સાઈડ મૂકી દો જેથી ગરમ રહે.

હવે ચીઝ સોસ બનાવી લઈએ.

તેના માટે પેન માં ઘી ગરમ કરવા મુકો , તેમાં ૧ મેંદો નાખી મિક્સ કરી લો. ઘી અને મેંદા ને હલાવતા જઈ ધીમા ગેસ પર શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય એટલે સુગંધ આવવા લાગશે ત્યારે તેમાં થોડું થોડું કરી દૂધ નાખતા જઈ હલાવતા રહેવાનું છે , એક પણ ગાંઠ ના રે ત્યાં સુધી .   પછી તેમાં ચીઝ ક્યુબ ખમણી લો અને ચિઝ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવી લો, તેમાં મરી પાઉડર નાખી દો. બસ તૈયાર છે ચીઝ સોસ.

હવે બાઉલ માં પેલા રાઈસ સર્વ કરો  અને ઉપર થી ચીઝ સોસ નાખી દો. બહુ જ સિમ્પલ પણ ખાવાની મજા આવે તેવી રેસીપી છે ,  તમે કોઈ ગેસ્ટ આવે કે પછી ઘરે પાર્ટી હોય તો પણ આ રાઈસ બનાવી શકો છો


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *