કોર્ન ચીઝ મસાલા – એકનું પંજાબી સબ્જી બનાવીને અને ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવો આ ખાસ સબ્જી..

આજે આપણે રેગ્યુલર બનતા શાક કરતા થોડું અલગ શાક બનાવીશુ અપને આજે જોઇશુ કોર્ન ચીઝ મસાલા જે બનાવામાં ખૂબ જ સરળ છે અને બનશે પણ ફટાફટ તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી :

  • ૩ ચમચી તેલ
  • ૪-૫ નંગ ડુંગળી
  • ૭-૮ કાજુ
  • ૧ તમાલ પત્ર,
  • ૧ બાદીયુ
  • ૨ તજ ના ટુકડા
  • ૨ ચમચી આદુ-લસણ-લીલા મરચા ની પેસ્ટ
  • અડધી ચમચી હળદર ,
  • અડધી ચમચી મીઠું
  • ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર ,
  • ૧ ચમચી ધાણાજીરું પાઉડર ,
  • અડધી ચમચી મીઠું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ કપ ટામેટા ની પ્યુરી
  • ૨ કપ બાફેલી મકાઈ ના દાણા
  • ચીઝ

સૌ થી પેલા એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ તમાલ પત્ર, ૧ બાદીયુ અને ૨ તજ ના ટુકડા નાખી ૧૦-૧૫ સેકન્ડ સુધી સાંતળી લો. હવે તેમાં ડુંગળી અને કાજુ ની પેસ્ટ નાખી દો અહીં ૪-૫ નંગ ડુંગળી અને ૭-૮ કાજુ ની પેસ્ટ બનાવી લીધી છે. ૧ મિનિટ સુધી સાંતળી લેવાનું છે , હવે તેમાં ૨ ચમચી આદુ-લસણ-લીલા મરચા ની પેસ્ટ નાખી દેવાની છે, ત્યાર બાદ અડધી ચમચી હળદર , અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી લેવાનું છે , હવે ઢાંકી દઈ ડુંગળી ની ગ્રેવી ને ૫-૬ મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દેવાની છે.

૫-૬ મિનિટ થઇ જાય એટલે ૨ કપ ટામેટા ની પ્યુરી નાખી દેવાની છે , તેમાં ૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર , ૧ ચમચી ધાણાજીરું પાઉડર , અડધી ચમચી મીઠું નાખી બરાબર મિક્સ કરી લો , અને ઢાંકી દઈ મીડીયમ ગેસ પાર ૮-૧૦ મિનિટ સુધી કૂક કરી લેવાનું છે જેથી ટામેટા ની પ્યુરી પણ સરસ રીતે ચડી જાય .

૮-૧૦ મિનિટ જેવું થઇ જાય એટલે એકદમ થોડું એવું પાણી નાખી દો , ગ્રેવી ને સેજ ઢીલી કરવા માટે . હવે તેમાં ૨ કપ બાફેલી મકાઈ ના દાણા નાખી મિક્સ કરી લો , ૧ ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.

હવે ફરી થી ઢાંકી દઈ ૩-૪ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે જેથી મકાઈ અને ગ્રેવી બંને બરાબર મિક્સ થઇ જાય. ત્યાર બાદ ૧ ચીસે ક્યુબ ખમણી લો અને મિક્સ કરી લો , થોડી ફ્રેશ કોથમીર જીણી કાપી ને મિક્સ કરી લો. બસ તૈયાર છે એકદમ ફ્લેવરફુલ ને ટેસ્ટ એવું કોર્ન ચીઝ મસાલા . પરાઠા , રોટી સાથે સર્વ કરો,;


સર્વ કરતી વખતે ઉપર ચીઝ થી ગાર્નિશ કરી લો.



રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *