કોર્ન ચીઝ માયોનિસ ગ્રીલ સેન્ડવિચ ! – સેન્ડવિચ ખાવાના શોખીન મિત્રો માટે ખાસ રેસિપી…

ખુબજ ફટાફટ બનતી આ સેન્ડવીચ ચોક્કસ થી બનાવજો , બાળકો ને પણ બહુ જ મજા પડશે. તો ચાલો રેસિપી જોઈ લઈએ.

સામગ્રી

  • ૧ કપ બાફેલી મકાઈ ના દાણા
  • ૨ લીલા મરચા ના ટુકડા બી કાઢી લીધેલા
  • જીણી સમારેલી કોથમીર
  • ઓરેગાનો
  • ૧/૨ કપ ખમણેલું ચીઝ
  • ૨ ચમચી માયોનેસે
  • ઘી કે બટર
  • બ્રાઉન બ્રેડ ૪ સ્લાઈસ

સૌ થી પેલા મકાઈ ને છોલી લઇ , ધોઈ અને કૂકર માં થોડું મીઠું અને હળદર નાખી બાફી લેવાની છે , ૩-૪ વિસલ સુધી , મકાઈ બફાઈ જાય એટલે તેમાં તેના દાણા કાઢી લેવાના છે.

હવે એક મિક્સિંગ બાઉલ માં મકાઈ ના દાણા , લીલા મરચા ના ટુકડા બી કાઢી લઇ ને , જીણી સમારેલી કોથમીર નાખી દો , ઓરેગાનો નાખી દો , ખમણેલું ચીઝ , ૨ ચમચી ગાર્લિક માયોનીઝ નાખી દો. અહીં મેં ગાર્લિક માયોનીઝ લીધું છે તમે પ્લેન પણ લઇ શકો છો. આ બધી વસ્તુ ને મિક્સ કરી લો.

હવે બ્રેડ લઇ લો , અહીં મેં બ્રાઉન બ્રેડ લીધી છે , તેમાં બધી બ્રેડ માં ઘી કે બટર તમને જે પસંદ હોય તે લઇ શકો છો. અહીં મેં ઘી લીધું છે,  બધી બાજુ ઘી લગાવી લઇ એક સાઈડ સ્ટફિંગ લગાવી દો, ત્યાર બાદ બીજી બ્રેડ સ્ટફિન્ગ વાળી બ્રેડ પર મૂકી દો , અને ઉપર ની બાજુ ઘી કે બટર લગાવી લો.

હવે ગ્રીલ મશીન માં જે સાઈડ ઘી લગાવેલું છે તેને નીચે ની સાઈડ રાખી દો અને ઉપર ની બાજુ ઘી લગાવી દો , હવે ગ્રીલ મશીન બંધ કરી લઇ , ઓન કરી દો , અને ગ્રીન લાઈટ થાય ત્યાં સુધી કે પછી જે રીત નું તમારા મશીન માં સેટિંગ હોય તે રીતે ગ્રીલ કરી લો.

બસ તૈયાર છે તમારી બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચીઝી એવી સેન્ડવિચ. આ સેન્ડવિચ તમે બ્રેકફાસ્ટ માં પણ લઇ શકો છો , બહુ જ ઓછા ટાઈમ માં બની જાય છે અને ટિફિન બોક્સ માં પણ પેક કરી શકો છો.


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *