કોર્ન ઓનિયન પકોડા – આવી ગુલાબી ઠંડીમાં ગરમાગરમ પકોડા મળી જાય તો મોજ આવી જાય…

ઠંડી નું વાતાવરણ હોય અને ગરમ ગરમ ક્રિસ્પી પકોડા અને ચા મળી જાય તો મજા જ પડી જાય ને . તો ચાલે આજે આપણે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા મકાઈ અને ડુંગળી ના પકોડા બનાવની રેસીપી જોઈ લઈશુ.

સામગ્રી

  • ૧ કપ બાફેલી મકાઈ ના દાણાં
  • ૧ કપ જીણી સમારેલી ડુંગળી
  • ૧ – લીલું મરચું જીણું કાપેલું
  • થોડા ફુદીના ના પણ ટુકડા કરેલા
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • ખાંડ અડધી ચમચી
  • અડધા લીંબુ નો રસ
  • થોડું પાણી
  • તળવા માટે તેલ

સૌ થી પેલા મકાઈ ને કૂકર માં મીઠું અને હળદર નાખી બાફી લેવાની છે અને પછી દાણાં કાઢી લેવાના છે. પછી એક મિક્સિંગ બાઉલ માં ૧ કપ બાફેલી મકાઈ , ૧ કપ જીણી સમારેલી ડુંગળી નાખો , ૧ ચમચી આમચૂર પાઉડર , લીલું મરચું અને ફુદીના ના પાન ના ટુકડા , લાલ મરચું પાઉડર , મીઠું સ્વાદ મુજબ , ખાંડ , અડધા લીંબુ નો રસ , આ બધી વસ્તુ નાખી હાથે થી બરાબર મિક્સ કરી લેવાનું છે .

હવે તેમાં થોડો થોડો કરી ને ચણા નો લોટ નાખતા જઈ મિક્સ કરતા જવાનું છે, બહુ વધારે પડતા ચણા ના લોટ નો ઉપયોગ નથી કરવાનો જો અહીંયા ૧ કપ જેટલા ચણા ના લોટ નો ઉપયોગ કર્યો છે. જો બહુ વધારે પડતો ચણા નો લોટ નાખશો તો પકોડા ક્રિસ્પી નઈ બને. ચણા નો લોટ નાખી મિક્સ કરી લઇ એકદમ થોડું એવું પાણી નાખવાનું છે બેટર ને સેજ ઢીલું કરવા માટે .

બહુ કઠણ કે બહુ ઢીલું નથી રાખવાનું બેટર ને પકોડા પડી શકાય તે રીત નું નાખવાનું છે.

તેલ ગરમ કરવા મુકો, ગરમ થાય એટલે મીડીયમ ગેસ ઉપર પકોડા પડી લઇ અને તળી લેવાના છે , ગોલ્ડન કલર ના થવા આવે ત્યાં સુધી પકોડા તળી લઇ બાહર નીકાળી લો , આ રીતે બધા પકોડા તળી લેવાના છે.

બસ તૈયાર છે તમારા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા પકોડા. તો હવે જયારે પણ ભૂખ લાગે ને કૈક ખાવાનું મન થાય કે પછી તમારી સાંજ ની સાંજ સાથે આ પકોડા બહુ જ મજા આવશે તો એક વખત ચોક્કસ થી ટ્રાય કરજો.

Video Link:


રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *