કોર્ન શોર્ટ્સ… – કોર્ન ભેળ તો ખાતા જ હશો હવે બનાવો વાનગી…

કોર્ન શોર્ટ્સ…..

Corn shorts ને standing ovation આપતાં ટોમેટો….🍅😃😃😃

અમદાવાદ ના રહેવાસી શોભના શાહ આજે લાવ્યા છે કોર્ન શોર્ટ્સ…જેઓ એમની આગવી કલા માટે પ્રખ્યાત છે.

મકાઈનો આટલી સુંદર રીતે સુશોભન તો શોભનાબહેન જ કરી શકે….

તો આવો ખૂબ જ ઝડપથી બનતી આ એમની પાસેથી ડીશ શીખીએ.

સામગ્રી….

  • એક કપ બાફેલી મકાઈના દાણા
  • એક કપ ઝીણું સમારેલુ ગાજર
  • કોથમીર
  • ચાટ મસાલો
  • એક નંગ ટામેટું
  • ટુથપીકસ

રીત….

સૌ પ્રથમ મકાઈને બાફી લો.

પછી ઠંડી થાય એટલે એમાથી દાણા કાઢી લો.

હવે એમાં ચાટ મસાલો ભેળવી દો.

હવ એક ગાજરને ધોઈને છીણીને એના એકદમ ઝીણા ટુકડા કરો.

એમા પણ થોડો ચાટ મસાલો ભેળવો.

હવે એક ટામેટું લો એને ચિત્રમાં બતાવ્યું છે એ મુજબ સમારો.

હવે એકદમ નાના કાચના ગ્લાસ લો.

સૌ પ્રથમ એમાં ગાજર નાંખો,

એની ઉપર મકાઈના દાણા નાંખો.


હવે એની ઉપર કોથમીર મુકો.

હવે છેલ્લે ટુથપીક લઈ એમાં ટામેટું ભરાવો.


અને એને ગ્લાસમાં બતાવ્યું છે એ મુજબ ભરાવો.

ટામેટાની છાલમાંથી ગુલાબ બનાવી આ રીતે બધાજ ગ્લાસ તૈયાર કરી લો.


હવે એને સર્વિગ ટ્રેમાં મૂકી આ રીતે સજાવો.

બસ તૈયાર છે કોર્ન શોરટ્સ …ઝટપટ બને છે અને દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે ….જોતાં જ ખાવાનું મન થઈ જાય ….બોલો આવી ગયું ને મોં મા પાણી???

ટોમેટોએ તો સ્ટેન્ડીંગ ઓવેશન આપી દીધું તમે???

જોજો પાછા લાઈક કરવાનું ના ભૂલતાં .

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *