ક્વિક કોર્ન ટેંગી પિઝા – નાના મોટા દરેકની પસંદ પિઝા હવે બનાવો આ નવીન રીતે, સરળ અને ટેસ્ટી…

સ્વીટ કોર્ન – સ્વીટ મકાઇ એ એક પ્રકાર નું આખું અનાજ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ વધારેપ્રમાણ માં હોવાથી સ્ટાર્ચી શાકભાજી તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત તે વિટમિન સી, કેરોટીનોઇડ્સ, લ્યુટિન અને ઝેક્સેંથીન થી પણ સમ્રુધ્દ્ધ છે. ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં અને ફેટ ઓછા પ્રમાણ હોવાથી તે કોલેસ્ટરોલ ઘટાડવા માં અને બ્લડસુગર તેમજ વજન ને કંટ્રોલ કરવા માટે મદદ રુપ થાય છે.

તેમાં રહેલું વિટમિન સી સેલ ના રિપેરીંગ માટે જરુરી છે તેમજ ઇમ્યુનિટિ બુસ્ટીંગ વધારે છે. તેમજ તેમાં વ્રુધ્દ્ધત્વ વિરોધી ગુણધર્મો રહેલા છે.

જ્યારે તેમાં રહેલું વિટમિન બી ચયાપચય માટેની એનર્જી માટે મહત્વપૂર્ણ છે.

મકાઇ માં રહેલું મેગ્નેશીયમ ચેતાવહન અને સ્નાયુઓના સંકોચન માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.

તેમજ કેરોટીનોઇડ્સ, લ્યુટિન અને ઝેક્સેંથીન એંટિઓક્સિડીએટીવ ગુણધર્મો ધરાવે છે અને આંખ ના સ્વાસ્થ્ય માટે મહાત્વ પૂર્ણ છે. તો શક્ય હોય મકાઇ નો ઉપયોગ કરી હેલ્થ બેલેંસ કરી શકાય.

તો આજે આપણે સ્વીટ કોર્ન –અમેરીકન મકાઇ નો ઉપયોગ પીઝા માં કરીને ક્વીક કોર્ન ટેંગી પિઝા બનાવીએ.

ક્વિક કોર્ન ટેંગી પિઝા માટેની સામગ્રી :

  • ¾ કપ મકાઇ ના દાણા – બાફેલા
  • ½ કપ ગ્રીન પિસ (લીલાવટાણા) – બાફેલા
  • 4 ટમેટા બરીક કાપેલા
  • 1 ટી સ્પુન રેડ ચિલી સોસ
  • 2 ટેબલ સ્પુન ટોમેટો કેચપ
  • 1 ટી સ્પુન ચિલી ફ્લેક્સ
  • ½ ટી સ્પુન ચિલી પાવડર
  • 1 ટી સ્પુન ઓરેગાનો સ્પાઇસ મિક્સ
  • 1 ટી સ્પુન મિક્સ હર્બ
  • 3 ટેબલ સ્પુન બટર
  • 1 કપ ચીઝ – ગ્રેટેડ
  • 2 મોટી ડુંગળી – ઉભી સ્લાઇઝ્ડ
  • જરુર મુજબ મીઠું
  • ½ ટી સ્પુન સુગર
  • રેડી પિઝા બેઇઝ

ક્વિક કોર્ન ટેંગી પિઝા નું ટોપિંગ બનાવવા માટે ની રીત :

સૌ પ્રથમ મકાઇ ના દાણા અને લીલા વટાણા બાફી લ્યો. તેમાં થી પાણી નીતારવા માટે થોડીવાર એકબાજુ ચાળણી માં રાખી દ્યો.

એક થીક બોટમ નું પેન લ્યો. તેમાં 1 ટેબલસ્પુન બટર ગરમ કરો.

તેમાં બારીક કાપેલા ટમેટા ઉમેરી મિક્સ કરો અને મિડિયમ ફ્લૈમ પર કૂક કરો.

તેમાં 2 મોટી ડુંગળી ની ઉભી સ્લાઇઝ્ડ કરી ને ઉમેરો. બરાબર ટમેટા સાથે મિક્સ કરો. બન્ને કૂક થઇ ને સ્મુધ થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

ત્યારબાદ તેમાં જરુર મુજબ મીઠું, ½ ટી સ્પુન સુગર, 1 ટી સ્પુન ચિલી ફ્લેક્સ, ½ ટી સ્પુન ચિલી પાવડર, 1 ટી સ્પુન ઓરેગાનો સ્પાઇસ મિક્સ અને 1 ટી સ્પુન મિક્સ હર્બ1 ટી સ્પુન રેડ ચિલી સોસ, અને 2 ટેબલ સ્પુન ટોમેટો કેચપ ઉમેરી બધું બરાબર મિક્સ કરી એકાદ મિનિટ કૂક થવા દ્યો. એટલે તેમાં બધા મસાલા બરાબર મિક્સપ થઇ જાય.

( વધારે ટેંગી ટેસ્ટ લાવવા માટે થોડો વધારે ટોમેટો કેચપ ઉમેરી શકો છો ).

હવે તેમાં બફેલા મકાઇ ના દાણા અને બાફેલા વટાણાના દાણા બન્ને સાથે ઉમેરી મિક્સ કરો.

મિડિયમ ફ્લૈમ પર 2 મિનિટ કૂક કરો.

એક્સ્ટ્રા ફાઇન ટેસ્ટ માટે 1 થી 1 ½ ટી સ્પુન ગ્રેટેડ ચીઝ ઉમેરી, મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરો.

હવે ઓવન ને પ્રી હીટ કરો.

ત્યાર બાદ રેડી પિઝા બેઇઝ ની બોટમ સાઇડ પર ક્રંચી ટેસ્ટ લાવવા માટે બટર લગાવો.

હવે પિઝાની ઉપર ની સાઇડ પહેલા ઓલ ઓવર બટર લગાવી દ્યો, ત્યારબાદ તેના પર ઓલ ઓવર ટોમેટો કેચપ સ્પ્રેડ કરો.

તેના પર બનાવેલું પિઝા નું ટોપિંગ ( ટમેટા નું કૂક કરેલું મિક્સ ) ઓલ ઓવર સ્પ્રેડકરો.

ત્યારબાદ તેના પર ગ્રેટેડ ચીઝ સ્પ્રેડ કરો. તમારા ટેસ્ટ મુજબ.

ઉપર થી થોડા મિક્સ હર્બ અને ચિલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરો.

બેકિંગ ટ્રે માં મૂકી પ્રી હિટેડ ઓવવનમાં બેક થવા માટે મૂકો.

પિઝા ને 170* સેંટીગ્રેડ પર 10-15 મિનિટ બેક કરો.

અથવા ચીઝ બરાબર મેલ્ટ થાય ત્યાં સુધી પિઝાને બેક કરો.

બાકીની વધેલી સામગ્રીમાંથી બાકીના પિઝા માટે આ રીત ફોલો કરો.

ગરમ ગરમ પીઝા ટોમેટો કેચપ સાથે પીરસો

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *