કોર્ન ઉત્તપમ – ફક્ત 10 મિનિટમાં મકાઈમાંથી ઝટપટ બની જઈ એવો ગરમાગરમ કોર્ન ઉત્તપમ

આજે આપણે ફકત 10 જ મિનિટ માં મકાઈ માંથી ઝટપટ બની જાય એવો ગરમા ગરમ કોર્ન ઉત્તપમ બનાવીશું. ચોમાસા ની શરૂઆત થાય એટલે મકાઈ સરસ મળતી હોય છે.તેમાંથી અલગ અલગ વાનગી ઓ આપણે બનાવતા હોઈએ છીએ.આ એવી વાનગી છે તે દસ જ મિનિટ માં તૈયાર થઈ જાય છે.અને બધા ને બહુ જ પસંદ આવશે અને એકદમ સરસ ટેસ્ટી બને છે આ વાનગી તમે નાસ્તા માં પણ લઈ શકો છો.કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ઇન્સ્ટન્ટ સ્નેક્સ તરીકે પણ લઈ શકો છો.બહુ જ સરસ વાનગી છે તો ચાલો આપણે શરૂ કરી દઈએ.

સામગ્રી:

  • અમેરિકન મકાઈ
  • સોજી
  • ખાટુ દહીં
  • મીઠું
  • ચોખા નો લોટ
  • ફ્રૂટ સોલ્ટ
  • ટામેટા
  • કેપ્સિકમ
  • લીલા મરચા
  • કોથમીર
  • ઘી
  • ચીઝ

રીત

1- સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈશું.તો ખીરું બનાવવા માટે મકાઈ ને છીણી લઈશું.આપણે અમેરિકન મકાઈ લઈશું.તેને ક્રશ નથી કરવાની.તમે દેશી મકાઈ પણ લઈ શકો છો.હવે આ મિશ્રણ ને બાઉલ માં લઇ લઈશું.

2- હવે આમાં અડધો કપ સોજી લઈશું. હવે બધું મિક્સ કરી લઈશું.હવે બે ટેબલ સ્પૂન દહીં લઈશું.દહી થોડું ખટાશ પડતું લેવાનું છે હવે મિક્સ કરી લઈશું.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આ રીતે ખીરું તૈયાર કરી લેવાનું છે.

3- હવે તેમાં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું.હવે બરાબર તેને મિક્સ કરી લઈશું.હવે આ ખીરા ને દસ થી બાર મિનિટ માટે રહેવા દઈશું. જેથી સોજી છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ખીરું ને રેસ્ટ આપી દિધો છે. ખીરું થોડું ઘટ્ટ છે હવે તેમાં એક ટેબલ સ્પૂન ચોખા નો લોટ એડ કરીશું.

4- હવે બે ટેબલ સ્પૂન પાણી એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું.હવે એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમારા ઘર માં ભાત વધ્યો હોય તો તે પણ થોડા પ્રમાણ માં નાખી શકો છો.તેનાથી એકદમ સરસ સોફ્ટ રેડી થાય છે.

5- હવે તેને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લઈશું.જો તમે વધારે બ્લેન્ડ કરશો તો ખીરું ચીકણું થઈ જશે કારણકે આમાં આપણે સોજી એડ કરી છે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે આપણાં ખીરા નો કલર એકદમ બદલાઈ ગયો છે.આ ખીરું તૈયાર થઈ ગયું છે.

6- હવે ખીરા માં ચપટી ફ્રુટ સોલ્ટ ઉમેરી દઈશું જેથી ઉત્તપમ છે તે સરસ બનશે હવે ફ્રૂટ સોલ્ટ એડ કરી તેને સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું.તેના માટે તવી ને ગરમ કરી લઈશું.જ્યારે ગરમ કરીએ ત્યારે તવી ઉપર એક ટી સ્પૂન જેટલું મીઠું ફેલાવી દઈશું.

7- આમ કરવાથી ઉત્તપમ કે ઢોસા એકદમ ક્રિસ્પી તૈયાર થશે.તેને એક મિનિટ માટે ગરમ કરી લઈશું.અને પછી એક કપડાં થી ક્લીન કરી લઈશું.હવે ઉપર ઘી કે તેલ લગાવી લઈશું.હવે તેની સાથે થોડું પાણી છાંટી દેવાનું છે.અને પછી આ રીતે તવી ને એકદમ સરસ ક્લીન કરી લેવાની છે.

8- આ તમે પ્રોસેસ કરશો તો ઉત્તપમ એકદમ સરસ તૈયાર થશે.હવે ઉત્તપમ ઉતારી લઈશું.હવે ટેબલ સ્પૂન ટામેટા અને કેપ્સિકમ ભભરાવી લઈશું.અને લીલા મરચા ની પણ રીંગ કરી લીધી છે તે પણ મૂકી દઈશું.

9- તમને ગમે એટલા વેજીટેબલ મૂકી શકો છો.હવે એક ટેબલ સ્પૂન કોથમીર લઈ લઈશું.હવે બરાબર દબાવી લેવાનું છે જેથી કરી ને વેજીટેબલ છે તે અંદર સરસ ઉતરી જાય.જ્યારે આપણે ઉત્તપમ બનાવતા હોય ત્યારે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે જેથી વેજીટેબલ બધા બહાર ના નીકળી જાય.તવી એકદમ ગરમ ના હોવી જોઈએ તેનાથી શું થશે કે જે ઉત્તપમ છે તે ગરમ થવાનું ચાલુ થઈ જશે.

10- તેના કારણે વેજીટેબલ અંદર સરસ રીતે ચોંટશે નહીં.હવે થોડું ઘી લગાવી લઈશું.હવે ગેસ ધીમો કરી દઈશું.અને ઉત્તપમ ને ઢાંકી ને કુક કરી લઈશું.હવે ચેક કરી લઈશું હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેનો કલર જે છે તે બદલાઈ ગયો છે.અને મકાઈ પણ ચડી ગઈ છે.હવે પલટાવી લઈશું.ને બીજી બાજુ શેકી લઈશું.

11- હવે એકદમ સરસ ગુલાબી કલર આવી ગયો છે આ ઉત્તપમ તમે ઘી માં કે બટર માં બનવશો તો બહુ સરસ ટેસ્ટ આવશે.અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનશે.તમે વીડિયોમાં જોઇ શકો છો કે ઉપર થી એકદમ સરસ ઉત્તપમ તૈયાર થઈ ગયો છે તો હવે ઉપર થોડું ચીઝ છીણી લઈશું.હવે આને એક મિનિટ માટે કુક કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ગરમા ગરમ ઉત્તપમ તૈયાર છે હવે તો ચીઝ કોર્ન ઉત્તપમ તૈયાર થઈ ગયા છે આ દસ મિનિટ માં તૈયાર થઈ જાય છે તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *