કોર્ન આલુ ટિક્કી ચાટ – ગરમીમાં ખાવામાં મોજ આવી જશે ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે…

આજે આપણે કોર્ન આલુ ટિક્કી ચાટ બનાવીશું. આ ચાટ ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે.અને આ ઉનાળા માં ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે.


સામગ્રી

  • બાફેલા બટાકા
  • બાફેલા મકાઈના દાણા
  • આમચૂર પાવડર
  • ગરમ મસાલો
  • દહી
  • આંબલી ની ચટણી
  • ગ્રીન ચટણી
  • દાડમ ના દાણા
  • લીલા મરચાં
  • બીટ
  • મીઠું
  • કોથમીર
  • બેસન

રીત

1- સૌથી પહેલા મિડિયમ સાઈઝના બે બાફેલા બટાકા લઈશું.અને તેને મેસ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધો કપ બાફેલા મકાઈના દાણા લઈશું. તેને અધ કચરા ક્રશ કરી લઈશું. ત્યારબાદ આખા બાફેલા મકાઈના દાણા લઈશું.

2- હવે તેમાં બે લીલા મરચા ક્રશ કરેલા લઈશું.ત્યારબાદ એક ચમચી મીઠુ નાખીશું. હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. હવે તેમાં એક ચમચી આમચૂર પાઉડર નાખીશું.


3- જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો. ત્યારબાદ ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર નાખીશું. ત્યારબાદ બે ચમચી બેસન નાખીશું. બેસન ની જગ્યાએ તમે ચોખાનો લોટ લઈ શકો છો. અને કોર્નફ્લોર પણ લઈ શકો છો.

4- હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હાથ માં તેલ લગાવી લઈશું. હવે થોડું થોડું મિક્સર લેતા જઈ તેને ટીક્કી નો સેપ આપી દઈશું. અહીંયા ટીક્કી આપણે નાની સાઈઝ ની બનાવીશું.હવે તે રીતે બધી ટીક્કી રેડી કરી લઈશું.હવે આ ટીક્કી ને ફ્રાય કરી લઈશું.

5- હવે નોનસ્ટિક ની પેન લઈશું.તેને ગરમ કરી લઈશું. પેન ગરમ થાય એટલે તેમાં તેલ લગાવી લઈશું. હવે તેની પર ટીક્કી મૂકી દઈશું. હવે ધીમા ગેસ પર ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું. ત્રણ થી ચાર મિનિટ થઈ જાય પછી ટીક્કી પર તેલ લગાવી લઈશું. હવે એક એક કરી ને ટીક્કી ની સાઈડ બદલી કાઢીશું.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટીક્કી નો કલર એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે. હવે બીજી સાઈડ પણ ત્રણ થી ચાર મિનિટ માટે કુક કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે નીચેની સાઈડ પણ સરસ બ્રાઉન કલર ની થઈ ગઈ છે. હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું.હવે બાકી ની ટીક્કી ને પણ સેલો ફ્રાય કરી લઈશું.

7- તમે વીડિયોમાં જોયુ કે આપણે એકદમ ઓછા તેલ નો ઉપયોગ કર્યા છે. હવે ટીક્કી તૈયાર થઈ ગઈ છે. તો તેને એક સર્વિંગ પ્લેટ માં કાઢી લઈશું. હવે આપણે ત્રણ ટીક્કી લઈશું. હવે બધી ટીક્કી પર ગળ્યું દહી નાખી દઈશું. દહી માં ખાંડ નાખી એકદમ સરસ ફેટી લેવાનું છે.

8- હવે તમારા સ્વાદ મુજબ ગ્રીન ચટણી એડ કરીશું. અહીંયા આપણે કોથમીર ફૂદીના ની ગ્રીન ચટણી લીધી છે. હવે આંબલી ની ચટણી લેવાની છે. હવે ઉપર દાડમ ના દાણા મુકીશું. હવે ઉપર થોડું ખમણેલું બીટ મુકીશું. આ ચાટ ખાવા માં ખૂબ જ ટેસ્ટી છે. તો એકદમ ટેસ્ટી એવી આલુ કોર્ન ટેસ્ટી ચાટ જરૂર થી બનાવજો.કોઈ પણ સમયે ખાય શકાય તેવી આ ચાટ નાના મોટા દરેક ને પસંદ આવશે.અને રેસિપી પણ એકદમ ઈઝી છે.તો જરૂર થી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *