કોર્ન – સોજી ઉત્તપમ – ખુબજ સરળતાથી બનાવી શકાય એવો અને ખુબજ સ્વાદિષ્ટ એવો નાસ્તો

કોર્ન – સોજી ઉત્તપમ :

ખુબજ સરળતાથી બનાવી શકાય એવો અને ખુબજ સ્વાદિષ્ટ એવો નાસ્તો એટલે કોર્ન સોજી ઉત્તપમ. જે બ્રેકફાસ્ટમાં કે બપોર પછીના નાસ્તામાં પણ લઇ શકાય છે. ખુબજ હેલ્ધી છે. કેમકે સ્વીટ કોર્ન અને સોજીને કાર્ડની સાથે સાથે તેમાં વેજિટેબલ્સ પણ મિક્ષ કરવામાં આવ્યા છે. ખુબજ સરસ સ્વાદ અને સ્પોંજી લૂક સાથેના આ કોર્ન – સોજી ઉત્તપમ તમે પણ ઘરે જ બહાર જેવા બનાવી શકો છો. મારી કોર્ન – સોજીની આ સ્ટેપ બાય સ્ટેપ અને પરફેક્ટ રેસીપી ફોલો કરીને તમે પણ તમારા રસોડે ચોક્કસથી બનાવી બધાને ટેસ્ટ કરાવજો. બાળકોથી માંડીને બધાને ખુબજ ભાવશે.

કોર્ન – સોજી ઉત્તપમના બેટર માટેની સામગ્રી :

 • ૩ કપ સોજી
 • ૧ ૧/૨ કપ દહી – કર્ડ
 • ૩ કપ કોર્ન – દાણા બોઈલ કર્યા વગરના ( બેટર માટે )
 • થોડું પાણી – જરૂર મુજબ
 • સોલ્ટ
 • ૧/૨ ટી સ્પુન સોડા બાય કાર્બ

કોર્ન – સોજી ઉત્તપમના ટોપિંગ માટેની સામગ્રી :

 • ૧ કપ કોર્ન – દાણા બોઈલ કરેલા
 • ૩ મીડીયમ સાઈઝના કેપ્સિકમ – બારીક સમારેલા
 • ૨ ટામેટા બારીક સમારેલા
 • ૨ ઓનિયન બારીક સમારેલી
 • ૨ લીલા મરચા બારીક સમારેલા
 • ૨-૩ ટેબલ સ્પુન કોથમરી બારીક સમારેલી
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • ૧ ટેબલ સ્પુન લસણની લાલ ચટણી + ૧ ટેબલ સ્પુન પાણી

ટોપિંગ બનાવવાની રીત :

૧ કપ કોર્નનાં દાણાને પાણીમાં ઉમેરી તેમાં સાથે સોલ્ટ ઉમેરી બાફી લ્યો. ત્યારબાદ ચાળણી માં ઉમેરી પાની નીતારી લ્યો.

એક મિક્ષિન્ગ બાઉલ લઇ તેમાં ૧ કપ કોર્ન – દાણા બોઈલ કરેલા, ૩ બારીક સમારેલા મીડીયમ સાઈઝના કેપ્સિકમ, ૨ ટામેટા બારીક સમારેલા, ૨ ઓનિયન બારીક સમારેલી, ૨ લીલા મરચા બારીક સમારેલા, ૨-૩ ટેબલ સ્પુન કોથમરી બારેક સમારેલી, સ્વાદ મુજબ સોલ્ટ, ૧ ટેબલ સ્પુન લસણની લાલ ચટણી + ૧ ટેબલ સ્પુન પાણી ઉમેરી તેમાં ડાયલ્યુટ કરી ઉમેરો. હવે બધું મિક્ષ કરી એકબાજુ રાખો.

બેટર બનાવવાની રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં ૩ કપ સોજી લઇ તેમાં ૧ ૧/૨ કપ દહી – કર્ડ ઉમેરી મિક્ષ કરો ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરી લચકા પડતું બેટર બાનાવો તેમાં સોલ્ટ ઉમેરી, મિક્ષ કરી ૧૫-૨૦ મિનીટ ઢાંકી રાખો.

ત્યારબાદ ૩ કપ કોર્ન – દાણા બોઈલ કર્યા વગરના લઇ તેને થોડા થોડા કરીને મિક્ષર જારમાં ભરી કરકરા ગ્રાઈન્ડ કરી લ્યો. પાણી ઉમેરવું નહી. (પિકચરમાં બતાવ્યા પ્રમાણે).

હવે ગ્રાઈન્ડ કરેલા આ મિશ્રણને સોજીના મિશ્રણમાં ઉમેરી મિક્ષ કરી લ્યો. સાથે ૧/૨ ટી સ્પુન સોડા બાય કાર્બ ઉમેરી સ્પુન વડે એકદમ સરસ ફીણી લ્યો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરેવું.

ત્યારબાદ નોન સ્ટિક પેન અથવા થિક બોટમ્ડ પેન લઇ મીડીયમ ફ્લેઈમ પર મૂકી ઓઈલથી ગ્રીસ કરો.

ત્યારબાદ તેમાં ૧ મોટો સ્પુન ભરીને બેટર મૂકી નાનો થીક ઉત્તપમ બનાવો. તેના પર બનાવેલા ટોપીંગનાં મિશ્રણ માંથી ૩ ટેબલ સ્પુન જેટલું મિશ્રણ ઓલ ઓવર સ્પ્રીન્ક્લ કરો. * હવે તવેથા વડે થોડું પ્રેસ કરી લ્યો. જેથી સરસ સ્ટિક થઇ જાય અને ફ્લીપ કરતી વખતે છુટું પડીના જાય.

હવે તેના પર ૧ ટી સ્પુન જેટલું ઓઈલ મુકો. ઢાકીને ૨-૩ મિનીટ મીડીયમ ફ્લેઈમ પર કુક કરો.

ઉત્તપમની કિનારનો કલર ચેન્જ થઇ જાય અને નીચેની સાઈડ ગોલ્ડન કલરની ડીઝાઈન પડી કુક થઇ જાય એટલે ઉત્તપમ ફ્લીપ કરી લ્યો. હવે ટોપિંગ વાળો ભાગ નીચેની બાજુ હશે, તેને ઉપરથી જરા પ્રેસ કરતા જઈ બરાબર કુક કરી લ્યો. થોડું ઓઈલ ફરતે સાઈડમાં મુકો. આ પ્રમાણે બાકીના બેટરમાંથી પણ કોર્ન – સોજી ઉત્તપમ બનાવી લ્યો.

આ પ્રમાણે બન્ને બાજુ સરસ કુક થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઇ સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો. ટોમેટો ઓનિયન ઉત્તપમ જેટલાજ ટેસ્ટી એવા આ કોર્ન – સોજી ઉત્તપમ બધાને ખુબજ સ્વાદિષ્ટ લાગશે. બાળકો તથા વડીલોને પણ આ હેલ્ધી અને ટેસ્ટી આ કોર્ન – સોજી ઉત્તપમ બ્રેકફાસ્ટ કે સાંજના નાસ્તામાં લેવા પસંદ પડશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી તમારા રસોડે ટ્રાય કરી ટેસ્ટ કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

Leave a comment

Your email address will not be published. Required fields are marked *