કોર્ન ટીક્કી બર્ગર – નાના મોટા દરેકને પસંદ આવશે ઘરે બનાવેલ આ બર્ગર..

કોર્ન ટીક્કી બર્ગર

દોસ્તો કેમ છો! મજામાં ને બર્ગર નામ સાંભળતા જ બાળકો ના મો માં પાણી આવી જાય. બર્ગર નાના અને મોટા સૌ ને ભાવે છે જો અત્યારે આપને જમવાનું પૂછીએ તો ફરમાઈશ માં પીઝા અને બર્ગર પ્રથમ સ્થાન પર હોય. આપણે બહાર જઈએ જમવા ત્યાં આલુ ટિક્કી બર્ગર, વેજ ચીઝ બર્ગર વગેરે અલગ અલગ પ્રકાર ના બર્ગર મળતા જ હોય છે.

આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

 • ૧ બાઉલ કોર્ન
 • ૨ બાફેલા બટેટા
 • ૧ ચમચી ચીલી ફ્લેક્સ
 • ૧ ચમચી મિક્સ ઓરેગાનો
 • ૧/૨ ચમચી ચાટ મસાલો
 • મીઠું સ્વાદાનુસાર
 • ૨ ચમચી ધાણા
 • ૧ લીલું મરચું
 • ૧/૨ બાઉલ જાડા પૌવા
 • ૨ ચમચી મેયોનીસ
 • ૧ ચમચી વેજ તંદુરી મેયોનીજ
 • ૧ ચમચી ચીલી સોસ
 • ૧ ચમચી ટોમેટો કેચઅપ
 • ૧ બર્ગર બન
 • ૧ ચીઝ સ્લાઈસ

રીત

સૌ પ્રથમ એક બાઉલ માં બટેટા ને મેસ કરી લો.

તેમાં બાફેલી મકાઈ ના દાણા એડ કરો.

તેમાં સ્વાદ અનુસાર મીઠું , ચીલી ફ્લેક્સ ,ઓરેગાનો ,ચાટ મસાલો એડ કરો.

તેમાં જાડા પૌવા ૫ મિનિટ માટે પલાળી ને રાખો. ત્યારબાદ તેમાં એડ કરો.

હવે આ બધું બરાબર મિક્સ કરી લો.

મિશ્રણ ની ગોળ ગોળ ટિક્કી વાળી લો.

ટિક્કી ને નોનસ્ટિક તવી પર તેલ એડ કરી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેલો ફ્રાય કરી લો.

એક બાઉલ માં મેયોનીસ, તંદુરી મેયોનીજ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરી લો.

બર્ગર બન ને નોનસ્ટિક તવી પર બટર થી બને બાજુ શેકી લો.

બર્ગર બન પર મેયોનીઝ નું મિશ્રણ લગાવો.

તેની ઉપર ટિક્કી મૂકો.

ટિક્કી ની ઉપર બાફેલી મકાઈ ના દાણા એડ કરો.

ચીઝ ની સ્લાઈસ એડ કરો.

બર્ગર બન બંધ કરી ટોમેટો કેચઅપ જોડે સર્વ કરીશું.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *