ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સ – ખૂબજ ઇઝી બની જતો આ નાસ્તો ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે…

ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સ :

બ્રેડમાંથી સવારે અને સાંજે કે દરેક ટાઈમે ખાઇ શકાય તેવા અનેક પ્રકારના નાસ્તા બનાવી શકાય છે. બ્રેડના નાસ્તા રેસ્ટોરંટમાં અને સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખૂબજ જાણીતા છે. બાળકો અને યંગ્સ બ્રેડમાંથી બનતા સ્પાયસી અને ટેંગી નાસ્તા વધારે પસંદ કરે છે. જેમકે ..સેંડવીચ ..ખાસ કરીને ઓવર લોડેડ ચીઝ અને કેચપ વાળી વધારે પસંદ હોય છે.

એજ રીતે થોડા મોટા બાળકો માઇલ્ડ સ્પાયસીસ છતાં પણ વધારે ચીઝ અને કેચપ કે ટોમેટો સોસ વાળા, બ્રેડમાંથી બનતા ક્રીસ્પી નાસ્તા વધારે પસંદ કરે છે. નાસ્તા બોક્ષ માટે પણ આ પ્રકારના નાસ્તા તેઓના વધારે ફેવરિટ હોય છે.

આજે હું અહીં આપ સૌને ઘરે બનાવવા માટે ક્રીસ્પી ચીઝ બાઇટ્સની રેસિપિ આપી રહી છું. જે બનાવવી ખૂબજ ઇઝી અને ક્વીક છે. માત્ર થોડી જ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જાય છે, તો તમે મારી ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી :

 • 4 સ્લાઇઝ મોટી બ્રેડ
 • 4 ટેબલ સ્પુન પીઝા સોસ અથવા
 • 4 ટેબલ સ્પુન ટોમેટો સોસ+પિંચ મરી પાવડર+પિંચ મિક્ષ હર્બ્સ
 • ( યંગ્સ માટે + ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ )
 • ½ ટમેટું બારીક કાપેલું
 • ½ ઓનિયન બારીક કાપેલી
 • ¼ બારીક કાપેલું કેપ્સીકમ
 • 2 ટેબલ સ્પુન ચીઝ ક્રમ્બલ અથવા ગ્રેટેડ ચીઝ
 • ¾ કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ
 • 3 ટેબલ સ્પુન કોર્નફ્લોર
 • 3 ટેબલ સ્પુન મેંદો
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • પિંચ મરી પાવડર
 • પાણી – જરુર મુજબ
 • બટર – જરુર મુજબ
 • ઓઇલ – શેલો ફ્રાય કરવા માટે

ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ પિઝા સોસ ના હોય તો એક નાના બાઉલમાં 4 ટેબલ સ્પુન ટોમેટો સોસ+પિંચ મરી પાવડર+પિંચ મિક્ષ હર્બ્સ મિક્ષ કરી લ્યો. (યંગ્સ માટે બનાવવાના હોય તો તેમાં ½ ટી સ્પુન ચીલી ફ્લેક્ષ ઉમેરી મિક્ષ કરી પિઝા સોસ જેવું મિશ્રણ રેડી કરો.

હવે 4 સ્લાઇઝ મોટી બ્રેડ લઈ તેની કિનાર ચારે બાજુથી ચપ્પુ કે કાતર વડે કાપી લ્યો.

( કાપેલી કિનારના ફ્રેશ કે સુકવીને ડ્રાય બ્રેડ ક્રમ્સ બનાવી શકાય ).

ત્યારબાદ કિનાર કાપેલી ચારમાંથી 2 બ્રેડ પર રેડી કરેલો પિઝા સોસ અથવા રેડી મેડ પિઝા સોસ 2-2 ટેબલ સ્પુન લગાવી ઓલ ઓવર સ્પ્રેડ કરી લ્યો.

હવે બ્રેડના બધા કોર્નર પર ટમેટાના 3-4 નાના પીસ મૂકો. તેના પર ઓનિયનના 3-4 નાના પીસ મૂકો. તેના પર 3-4 કેપ્સીકમના નાના પીસ મૂકો.

ત્યારબાદ એસેમ્બલ કરેલ બન્ને બ્રેડના 8 કોર્નર પર ચીઝ ક્રમ્બલ અથવા ગ્રેટેડ ચીઝ સમાય તેટલું મૂકો.

હવે બાકીની 2 પ્લેઇન બ્રેડ પર જરુર મુજબ બટર સ્પ્રેડ કરી લ્યો.

બટર સ્પ્રેડ કરેલી બન્ને બ્રેડ વડે એસેમ્બલ કરેલી બ્રેડ્ને કવર કરી દ્યો.

ઉપરથી થોડી પ્રેસ કરી લ્યો. એટલે તેના પીસ સારી રીતે થઈ શકે.

હવે શાર્પ ચપ્પુ વડે તેના બન્ને ના 4-4 પીસ કરી લ્યો. ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે ).

હવે તેને એકબાજુ રાખો.

સ્લરી બનાવવાની રીત :

એસેમ્બલ કરેલી બ્રેડમાંથી કરેલા પીસને ફ્રાય કર્યા પહેલા સ્લરીમાં ડીપ કરવા માટે એક નાનું બાઉલ લઈ તેમાં 3 ટેબલ સ્પુન કોર્નફ્લોર, 3 ટેબલ સ્પુન મેંદો, સોલ્ટ સ્વાદ મુજબ અને પિંચ મરી પાવડર ઉમેરી મિક્ષ કરો. તેમાં જરુર મુજબ પાણી ઉમેરી સ્મુધ સ્લરી બનાવી લ્યો.

હવે એક પ્લેટમાં ડ્રાયબ્રેડ ક્રમ્સ ( ફ્રેશ પણ લઈ શકો છો) લ્યો.

બ્રેડનો એક પીસ લઈ તેને ફરી થોડો પ્રેસ કરી લ્યો. ત્યારબાદ તેને બધી બાજુઓ અને કિનારીઓથી સ્લરીમાં ડીપ કરી લ્યો.

હવે ડીપ કરેલા આ પીસ (બાઇટ)પર પ્લેટમાં લીધેલા ડ્રાય બ્રેડ ક્રમ્સ અથવા ફ્રેશ બ્રેડ ક્રમ્સનું કોટીંગ કરી હાથથી પ્રેસ કરી લ્યો. બ્રેડ ક્રમ્સનું લેયર થયેલું જોવા મળશે.

આ પ્રમાણે બાકીના બાઇટ્સ પર પણ બ્રેડ ક્રમ્સનું કોટીંગ કરી એક પ્લેટમાં મૂકો.

હવે એક પહોળા ફ્રાય પેનમાં ચીઝ બ્રેડ બાઇટ્સ શેલો ફ્રાય કરવા માટે ઓઇલ મિડિયમ હાઈ ફ્લૈમ પર ગરમ મૂકો.

ઓઇલ પણ સારું એવું ગરમ થાય પછી જ તેમાં 3-4 બાઈટ્સ ફ્રાય કરવા માટે મૂકો.

નીચેની બાજુથી બરાબર ક્રીસ્પી અને ગોલ્ડન કલરના ફ્રાય થાય એટલે તેને ફ્લીપ કરી બીજી બાજુ પણ ક્રીસ્પી અને ગોલ્ડન ફ્રાય કરી લ્યો.( ગોલ્ડન બ્રાઉન કરવા હોય તો 2-3 વાર ફ્લીપ કરી ફ્રાય કરો) .

ત્યારબાદ તેમાંથી ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો. આ પ્રમાણે કોટિંગ કરેલા બધા ચીઝી બાઇટ્સ શેલો ફ્રાય કરી લ્યો.

હવે ટેસ્ટી અને ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સ સર્વ કરવા માટે રેડી છે.

આ ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સ ટોમેટો કેચપ અને ટોમેટો- ઓનિયન – કેપ્સીકમ ના સલાડ સાથે સર્વ કરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. તો તમે પણ બાળકો અને ઘરના બાકીના બધા લોકો માટે મારી ક્રીસ્પી ચીઝ બ્રેડ બાઇટ્સની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *