ક્રિસ્પી પનીર સ્ટીક્સ – એવો નાસ્તો જે નાના મોટા દરેકને આવશે પસંદ, વરસાદમાં મોજ આવી જશે..

ક્રિસ્પી પનીર સ્ટીક્સ

ઠંડકના દિવસો માં ગરમ ગરમ નાસ્તો ચા સાથે હોય તો કેવી મજા આવે ? એવો જ નાસ્તો જે નાના મોટા સૌ ને ભાવે, પનીર સ્ટીક્સ . તાજા પનીર સ્ટીક્સ ને ઓટ્સ નું લેયર આપી તળેલા છે. ચા / કોફી સાથે પીરસો અને વાહવાહી લૂટો ..

સામગ્રી :

• ૨૫૦ gm પનીર

• ૧ વાડકો તાજું દહીં (પાણી નીતારી લેવું )

• ૧ ચમચી કસુરી મેથી

• ૧/૨ ચમચી જીરા નો ભૂકો

• ૧ ચમચી લાલ મરચું

• પોની ચમચી ગરમ મસાલો

• પોણો વાડકો ઓટ્સ

• મીઠું

• તળવા માટે તેલ

બેટર બનાવવા :

• ૧/૨ વાડકો મેંદો

• ૨ ચમચી મકાઈ નો લોટ

• ૧ ચમચી લાલ મરચું

• મીઠું

રીત :

પનીર ને લાંબી સ્ટીક માં કાપી લેવું


દહીં ને બાઉલ માં લઇ એમાં મીઠું, લાલ મરચું , જીરા નું ભૂકો, ગરમ મસાલો , કસુરી મેથી ઉમેરી સરસ મિક્ષ કરી લો . હવે એમાં પનીર ઉમેરી હળવા હાથે મિક્ષ કરો. ધ્યાન રહે પનીર તૂટી ના જાય . ૧ કલાક માટે ઢાંકી ને સાઈડ પર રાખી દો .

બેટર બનાવવા માટે ની બધી સામગ્રી ભેગી કરી, પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ બહુ જાડી પણ નહિ અને સાવ પાતળી પણ નહિ .


એક એક પનીર stick ને આ મેંદા ની પેસ્ટ માં બોળો . પછી તરત ઓટ્સ માં રગદોળો અને ગરમ તેલ માં ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો.


બધા જ પનીર ના સ્ટીક્સ ને આવી રીતે તળો અને ગરમા ગરમ ચટણી કે સોસ ની સાથે પીરસો…


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *