કર્ડ વેજીટેબલ સલાડ – Vegetable Curd Salad તમારી ડાયટમાં સામેલ કરો આ સલાડ ઘરમાં બધાને પસંદ આવશે…

કર્ડ વેજીટેબલ સલાડ:

સામાન્ય રીતે આ સીઝનમાં બધા શાકભાજી આવતા હોય છે. તો અચૂક જ વેજીટેબલ સલાડ બનાવવાનું મન થઇ આવે. સલાડમાં શાક ભાજી હોવાથી વધારે ફાઈબર યુક્ત અને બીજા અનેક પૌષ્ટિક તત્વો હોવાથી હેલ્ધ માટે ગુણકારી હોય છે. સાથે તેમાં કર્ડ – દહી ઉમેરેવાથી તે સલાડ વધારે પોષણક્ષમ બની જાય છે.

અહી હું આપ સૌ માટે ખુબજ જલદી બની જતા અને ટેસ્ટી તેમજ હેલ્ધી તો ખરું જ એવું સલાડની રેસીપી આપી રહી છું. સાથે દહીના કોમ્બિનેશનથી આ સલાડ વધારે ટેસ્ટી અને ક્રીમી અને જ્યુસી લાગશે. આ સલાડની સામગ્રી – વેજીટેબલને બારીક સમારવાને બદલે ચોપરમાં ચોપ કરીને બારીક બનાવ્યા છે જેથી દાંતની તકલીફ વાળા લોકો પણ ખુબ સરળતાથી ખાઈ શકે, અને બાળકોને તેમાં સાથે દહી હોવાથી વધારે ટેસ્ટી લાગવાથી હોંશે હોંશે ખાશે. આ સલાડ બ્રેડ પર પણ લગાવી શકાય છે તેમજ તેને બ્રેડમાં સ્ટફ કરીને ટોસ્ટ કે સેન્ડવિચ પણ બનાવી શકાય છે.

આ સલાડ ડાયેટીંગમાં કે જમવામાં સાથે પણ લઇ શકાય છે. તો તમે પણ આ ઇઝી પીઝી કર્ડ વેજીટેબલ સલાડની મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધા જ માટે હેલ્ધી અને ટેસ્ટી પણ છે.

કર્ડ વેજીટેબલ સલાડ બનાવવા માટેની સામગ્રી :

  • ૧ કપ કર્ડ
  • ૧ નાની કાકડી – મોટા પીસ કરી લેવા
  • ૧ ટમેટું- મોટા પીસ કરી લેવા
  • ૧ ઓનિયન – મોટા પીસ કરી લેવા
  • ૫૦ ગ્રામ ( એક નાનો ટુકડો ) કોબીજ
  • ૧/૨ બીટ
  • કોથમરી – બારીક સમારેલી જરૂર મુજબ
  • ફુદીનો – બારીક સમારેલી જરૂર મુજબ
  • ૧/૨ ટી સ્પુન બ્લેક મરી પાવડર અથવા વધારે
  • સ્વાદ મુજબ સોલ્ટ
  • પીંચ- ચીલી ફ્લેક્ષ
  • પીંચ – ચાટ મસાલો
  • ૧/૨ લેમનનું જ્યુસ

ચોપર ના હોય તો વેજીટેબલ ખમણી લેવા … મેં અહી આ હેલ્ધી સલાડ ચોપરમાં બનાવેલ છે.

કર્ડ વેજીટેબલ સલાડ બનાવવાની રીત :

સૌ પ્રથમ ચોપર લ્યો. ( વીડિઓમાં બતાવ્યા પ્રમાણે ).

હવે તેમાં ટમેટાના મોટા પીસ કરી ઉમેરો. ત્યારબાદ તેમા કાકડીના પીસ ઉમેરો. હવે ચોપરનું લીડ બંધ કરીને તેને બારીક ચોપ કરી લ્યો. તેને એક મોટા બાઉલમાં કાઢી લ્યો.

હવે ફરીથી ચોપરમાં બ્લેડ ફિટ કરી તેમાં બીટના મોટા કરેલા ટુકડા અને ઓનિયનના ટુકડા ઉમેરી દ્યો. સાથે તેમાં કોબીજના ટુકડા ઉમેરી ફરીથી બારીક ચોપ કરી લ્યો.

હવે આ ચોપ કરેલા વેજીટેબલને બાઉલમાં સાથે ઉમેરી દ્યો. ત્યારબાદ તેમાં સ્પુન વડે ફેટેલું દહી ઉમરો.

હવે તેમાં પીંચ ચીલી ફ્લેક્ષ, ૧/૨ ટી સ્પુન બ્લેક મરી પાવડર( તીખાશ ગમતી હોય તો મરી પાવડર વધારે ઉમેરવો. સ્વાદ મુજબ સોલ્ટ અને ૧/૨ લેમનનું જ્યુસ કાઢી ઉમેરો. અને પીંચ ચાટ મસાલો ઉમેરો.

હવે તેમાં ફુદીનાનાં બારીક સમારેલા પાન અને બારીક સમારેલી કોથમરી ઉમેરો. આ બધી સામગ્રી સ્પુન વડે હલકે હાથે સરસથી મિક્ષ કરી લ્યો. વધારે પડતું મિક્ષ કરવું નહી. તેમ કરવાથી દહી અને વેજીટેબલ – બંનેમાંથી પાણી છૂટશે.

તો હવે ખુબજ હેલ્ધી, ટેસ્ટી અને સરળ રીતે બની જતું કર્ડ વેજીટેબલ સલાડ સર્વ કરવા માટે રેડી છે. સર્વ કરતા પહેલા ૧૫-૨૦ મિનીટ ફ્રીઝરમાં મૂકી ઠંડું કરી સર્વ કરવાથી ખુબજ ટેસ્ટી લાગશે.

સર્વ કરતી વખતે ટામેટા કોથમરીથી ગાર્નિશ કરો. તો ઘરના બધાજ લોકોને ભાવે તેવું અને પૌષ્ટિકતાથી ભરેલું, મલ્ટી પર્પઝ આ કર્ડ વેજીટેબલ સલાડ તમે પણ ચોક્કસથી બનાવજો. તેમાંથી સેન્ડવિચ પણ બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : શોભના વણપરિયા

અમારી યુટ્યુબ ચેનલ : Leena’s Recipes

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *