ઓવન કે તંદૂર વગર દાલ બાટી – પરફેક્ટ રેસિપી અને માપ સાથે ઍક્દમ સરળ રેસિપી

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે દાળ બાટી બનાવાની ખૂબ જ સરળ રેસિપી અહિયાં બાટી બનાવા માટે આપણે બાટીનું કૂકર કે ઓવન કે તંદૂર યુઝ નથી કર્યા આ દાળબાટીની રેસિપી બોઉં જ જલ્દી બની જઈ છે. અને એમાં આપણે તેની સ્પેશિયલ ચટણી પણ બનાવના છીએ. નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું હશે. એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી દાળ બાટી એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

બાટી માટે –

  • ૨ કપ ઘઉં નો લોટ
  • ૨ કપ રવો
  • ૧/૨ કપ તેલ
  • ૧ ટેબલ સ્પૂન અજમો
  • ૧/૪ કપ દૂધ
  • મીઠું સ્વાદ અનુસાર

દાળ માટે –

  • ૬ ટેબલ સ્પૂન ચણા ની દાળ
  • ૬ ટેબલ સ્પૂન તુવર ની દાળ
  • ૬ ટેબલ સ્પૂન લીલી ફોતરાં વાળી મગ ની દાળ
  • ૨ ટેબલ સ્પૂન અડદ ની દાળ
  • ૧ ટેબલ સ્પૂન ઘી
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ થી ૩ લીલા મરચા ઉભા ચીરેલા
  • ૩ તમાલપત્ર
  • ૩ લવિંગ
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧ ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ
  • ૧ ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ નાના ટામેટા ઝીણા સમારેલા
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧ ટી સ્પૂન લાલ મરચું
  • ૨ ટી ધાણાજીરું પાવડર
  • ૧ લીંબુ નો રસ
  • કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર

ચટણી માટે –

  • ૬ થી ૭ કળી લસણ ની
  • ૧ ટામેટું
  • ૧ ટી સ્પૂન તીખું લાલ મરચું
  • ૧ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • ૧ ટી સ્પૂન જીરું
  • મીઠું સ્વાદ અનુસાર

રીત :

૧. બાટી ની સામગ્રી માં આપેલી બધી જ સામગ્રી ભેગી કરી ને ૧૬ બાટી વાળી લેવી.

૨. એક કઢાઈ માં મીઠું પાથરી ને ઉપર જાળી મૂકી ને ઢાકી ને ગરમ કરી લેવી.

૩. કઢાઈ ગરમ થાય એટલે જાળી પર એક પ્લેટ મૂકી ને તેલ લગાડી લેવું.

૪. હવે સમાય એટલી બાટી ગોઠવી દેવી અને ઢાકી ને ૩૦ થી ૪૦ મિનિટ સુધી થવા દેવી. દર ૧૦ મિનિટ પછી એને ફેરવી લેવી. બાટી બની જાય એટલે ઘી માં ડુબાડી ને કાઢી લેવી.

૫. હવે દાળ ની સામગ્રી માં જણાવેલી બધી દાળ ને ધોઈ ને ૨ પ્યાલા પાણી ઉમેરી ને મીઠું અને ચપટી હળદર ઉમેરી ને બાફવા મૂકી દેવી.

૬. કૂકર માં ૪ સીટી વાગે એટલે ૧૦ મિનિટ ધીમા તાપે રહેવા દઈ ને ગેસ બંધ કરી લેવો.

૭. કૂકર ઠંડુ થાય એટલે દાળ નો વઘાર કરવો.

૮. એક તપેલા માં ઘી મૂકી ને એમાં જીરું, મરચા, તમાલપત્ર, લવિંગ, હિંગ, હળદર ઉમેરી દેવા.

૯. હવે એમાં લસણ ની પેસ્ટ, ડુંગળી અને ટામેટું ઉમેરી ને સાંતળી લેવા.

૧૦. હવે મીઠું, લાલ મરચું, ધાણાજીરું ઉમેરી ને એમાં બાફેલી દાળ ઉમેરી દેવી.

૧૧. દાળ માં જરૂર મુજબ પાણી ઉમેરી ને ૧૫ થી ૨૦ મિનિટ ઉકાળી લેવી.

૧૨. દાળ ઉકલે એટલે એમાં ૧ લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ને ૨ મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરી દેવો.

૧૩. હવે ચટણી માટે આપેલી બધી સામગ્રી ને મિક્સર માં ઉમેરી ને પીસી લેવી.

૧૪. ૨ થી ૩ ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ને આ ચટણી એમાં ૨ મિનિટ સાંતળી લેવી.

૧૫. તમારી દાળ બાટી તૈયાર છે. એને ડુંગળી સાથે સર્વ કરો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *