દાલ ફ્રાય અને જીરા રાઈસ… – ગરમાગરમ સાંજે ખાવામાં મજા આવી જાય, તમે પણ આવી રીતે જ બનાવો છો?

દાલ ફ્રાય અને જીરા રાઈસ…

◆ દાલ ફ્રાય માટેની સામગ્રી:-

● તુવેર ની દાળ એક કપ.

● પાણી ત્રણ કપ.

● કસૂરી મેથી એક ચમચી.

● મીંઠુ સ્વાદ મુજબ.

●તેલ જરૂર મુજબ.

◆ મસાલા માટેની:-

● ઝીણી સમારેલી ડુંગળી ટામેટા 2 વાડકી.

● લીલા મરચાં, આદુ,લસણની પેસ્ટ 2 ચમચી.

● હળદર અડધી ચમચી.

● સુકુ લાલ મરચું એક ચમચી.

● લીલા ધાણા જરૂર મુજબ.

◆ જીરા રાઈસ બનાવવા માટેની સામગ્રી:-

● બાસમતી ચોખા એક બાઉલ.

● દોઢ બાઉલ પાણી.

● અડધા લીંબુ નો રસ.

● 3 લવિંગ, 1 તજ નો ટુકડો, 1 તમાલ પત્ર.

● મીઠું સ્વાદ અનુસાર.

● કોથમીર એક ચમચી.

● આખું જીરૂ એક ચમચી, મીઠા લામડાના પાન વઘાર કરવા માટે.

● તેલ અથવા ઘી વઘાર માટે બે થી ત્રણ ચમચી.

◆ દાલ ફ્રાય બનાવવા માટેની રીત ◆

સૌ પ્રથમ દાળ ને 2 વખત ધોઈ ને 1 કલાક પલાળો. હવે મીઠું નાખી કુકર માં બાફી લો. હવે એક કડાઈ માં તેલ, જીરું, હિંગ, મીઠા લીમડા ના પાન, આદુ મરચા લસણ અને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી સાંતળી લો. હવે બધા સૂકા મસાલા કરી તેલ છૂટું પડે પછી તેમાં બાફેલી દાલ નાખી મિક્સ કરી જરૂર પૂરતું પાણી રેડી દાલ ઉકાળો અને ઉપરથી કોથમીર ભભરાવો….

જીરા રાઈસ બનાવવાની રીત..

(1)એક કુકર માં ઘી અથવા તેલ લઈ જીરું અને બધા આખા મસાલા નાખી અગાઉ થી ધોઈ ને 20 મિનિટ પલાળી રાખેલા ચોખા નાખી મીઠું, લીંબુ નો રસ નાખી ફક્ત દોઢ બાઉલ પાણી રેડી 1 whistle વગાડો. ઉપર થી કોથમીર ભભરાવો…

(2) એક મોટી તપેલી માં 3 ગ્લાસ પાણી લેવું તેમાં મીઠું, આખા મસાલા અને લીંબુ રસ નાખી પાણી ગરમ કરી તેમાં અગાઉ થી ધોયેલા ચોખા નાખી મધ્યમ તાપે 3 ઉભરા લાવી ભાત ઓસાવી લો. ઉપર થી ઘી અથવા તેલ નો જીરા સાથે નો વઘાર કરી કોથમીર થી સજાવો….

આશા રાખીશ કે આપને મારી આ વાનગી પસંદ આવશે….

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *