દાલ મખની (રેસ્ટોરન્ટ સ્ટાઇલ) – ઘરમાં બધાને બહારની જ દાલ મખની પસંદ છે? એકવાર આ રીતે બનાવોજો…

આપણે બધા એ હોટેલ માં દાલ મખની ખાધી જ હશે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ છે. આ દાલ આપ રોટી કે ગરમ ભાત સાથે પીરસી શકો. હોટેલ માં મળે બિલ્કુલ એવી જ દાલ , ની રેસીપી આજે લાવી છું.

આ દાલ પાચવા માં થોડી ભારે હોય છે તો બને ત્યાં સુધી lunch માં જ ખાઓ.

હોટેલ મા બનતી દાલ ની એક ખાસિયત હોય છે જેને લીધે એનો સ્વાદ , ઘરે બનતી દાલ કારતા જુદો આવતો હોય છે . ધીમી આંચ પર પકવેલી દાલ, બટર નો ભારોભાર ઉપયોગ અને થોડા મસાલા બસ આ જ હોટેલ ની દાલ ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ચાલો જોઇયે એની રેસીપી… આશા છે પસંદ પડશે આપને..

સામગ્રી :

મસાલો

1 તજ પત્તુ

2 લવિંગ

2 ઈલાયચી

1 તજ

2-3 લાલ મરચાં

બીજી સામગ્રી:

1 વાડકો આખા કાળા અડદ

1/4 વાડકો રાજમા

1 તજ પત્તુ , બાફવા માં ઉમેરવું

1 ચમચી મરચું , બાફવા માં ઉમેરવું

1 ડુંગળી, બારીક સમારેલી

3-4 ટામેટા , પ્યુરી બનાવી

1 ચમચી આદુ મારચા પેસ્ટ

1 ચમચી લસણ , વાટેલું

1 લીલું મરચું , બારીક સમારેલું

3 ચમચી બટર

1/4 વાડકો ફ્રેશ ક્રીમ (મલાઈ )

1/2 ચમચી કસુરી મેથી

2/3 ચમચી લાલ મરચું

1/6 ચમચી હળદર

1/2 ચમચી જીરું

1/2 ચમચી હિંગ

1/2 ચમચી ધાણાજીરું

મીઠું

રીત ::

આખા અડદ અને રાજમાં ધોઈ 6-7 કલાક કે આખીરાત પૂરતા પાણી માં પલાળી લો. ત્યારબાદ ફરી તાજા પાણી માં 1 કે 2 વાર ધોઈ લો .

હવે અડદ અને રાજમાં ને કુકર માં બાફી લઈએ. મીઠું , 1 તજ પત્તુ અને 1 ચમચી લાલ મરચું નાખી ધીમી આંચ પર 4 થી 5 સીટી વગાડો. તમને થશે કે કેમ આટલી બધી સીટી !!! દાળ ખાતી વખતે મોઢા માં ઓગળી જવી જોઈએ .. ચાવવી પડે એવી દાળ ના ચાલે …


એક કડાય માં બટર અને મસાલા ની બધી સામગ્રી લો અને એક સુગંધ આવે ત્યાં સુધી શેકો . હવે જીરું ઉમેરો. ત્યાર બાદ તેમાં હિંગ , ડુંગળી , સમારેલું લીલું મરચું , આદુ મરચા ની પેસ્ટ , લસણ ની પેસ્ટ ઉમેરો . ૧-૨ min માટે સરસ રીતે સાંતળો . હવે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરો. મિક્ષ કરી ઘી છુટું પડે ત્યાં સુધી પકાવો . હવે તેમાં કસુરી મેથી , લાલ મરચું , હળદર ઉમેરી સાતળો.


હવે તેમાં બાફેલા અડદ અને રાજમાં ઉમેરો . તેમાં ૧.૫ વાડકા જેટલું પાણી ઉમેરો . મિક્ષ કરો અને ધીમી આંચ પર ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવો એટલે નીચે ચોટે નહિ ..


અંદાજે ૨૭-૩૦ min સુધી ઉકાળો . વચ્ચે લાગે તો થોડું પાણી ઉમેરતા જાઓ … જયારે દાલ મખની પ્રોપેર જાડી લાગે ત્યારે એમાં ૧/૪ કે ૧/૩ વાડકા જેટલું ફ્રેશ ક્રીમ ઉમેરો . સારી રીતે મિક્ષ કરી ગેસ બંધ કરો. આ દાલ ના તો બહુ જાડી ના તો બહુ પાતળી હોય ..


બસ ગરમ ગરમ પીરસો રોટલી કે ભાત સાથે ..

આ સ્વાદિષ્ટ દાલ મખની ની વિડિઓ રેસિપી પણ અવશ્ય જુઓ


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *