દાલ મખની – હજી પણ બહાર હોટલ જેવી દાલ મખની નથી બનતી? ફોલો કરો આ રેસિપી…

પંજાબી ખાવાનાનું નામ આવે એટલે દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક પંજાબી રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. દાળ મખની એક પંજાબી વેજ ડિશ છે. જે દરેક લોકોને ખૂબ પસંદ આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ઢાબા મળે એવી દાલ મખની..જે જીરા રાઈસ સાથે ,પરાઠા સાથે લઇ શકીએ છે .

સામગ્રી :

  • – 1 કપ – અડદની દાળ (બાફેલી)
  • – 1/4 કપ – ચણા દાળ(બાફેલી) ( opitional )
  • – 1/4 કપ – રાજમા (બાફેલા)
  • – 1 બાઉલ – ટામેટા પ્યોરી
  • – 1 બાઉલ – ડુંગરી (સમારેલી)
  • – 1 ચમચી – લસણની પેસ્ટ
  • – 1/2 ચમચી – આદુની પેસ્ટ
  • – 2 મોટી ચમચી – ક્રીમ (ઘર ની મલાઈ પણ લઇ શકો છો )
  • – 2 ચમચી – ધાણાજીરૂ
  • – 1 ચમચી – જીરૂ
  • – 2 ચમચી – માખણ
  • – 2 ચમચી – તેલ
  • – 1 ચમચી – ગરમ મસાલો
  • – 1/2 ચમચી – હળદર
  • – 1 ચમચી – લાલ મરચું
  • – 1 ચમચી – કોથમીર
  • – સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત:

સ્ટેપ :1

સૌ પ્રથમ અડદ ની દાળ અને રાજમાં ને 7-8 કલાક માટે પલાળી રાખો ત્યારબાદ કુકરમાં પાણી અને મીઠું ઉમેરી બાફી લો .બફાય જાય પછી એક બોવેલ માં કાઢી લો .

સ્ટેપ :2

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા જીરૂ ઉમેરી લો. ત્યાર પછી તેમા આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ડુંગળી ઉમેરો. તે આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટાની પ્યોરી ઉમેરી લો. હવે તેને 2-3 મિનિટ માટે ચઢવા દો.

સ્ટેપ :3

ત્યાર પછી તેમા હળદર , મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી લો. તેને બરાબર મિક્સ લો. જ્યારે મસાલામાંથી તેલ છૂટુ પડે એટલે તેમા દાળ અને રાજમા મિક્સ કરી લો. સાથે તેમા ફ્રેશ ક્રીમ, માખણ બરાબર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને 15-20 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. તૈયાર છે પંજાબી દાળ મખની.. તેને એક બાઉલમાં નીકાળી લો. હવે ઉપરથી ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરો.જીરા ભાત સાથે સર્વ કરો .

ટિપ્સ :

– દરેક મહિલા પોતાની રોજીંદી રસોઇમાં દાળ-ભાત, શાક-રોટાલી તથા કઠોળ વગેરેનો સમાવેશ કરતી હોય છે. પરંતુ ઘણી વખત દાળ નવા કે જૂના હોય, બાફવામાં પાણી વધારે કે ઓછું હોય તો રસોઇ વ્યવસ્થિત બની શક્તી નથી. તો આવો આપણે દાળ રાંધવાની સરળ પદ્ધતિ એટલે ટિપ્સ વિશે જાણીએ…

પ્રેશર કૂકરમાં દાળને બાફતી વખતે એક ચમચી તેલ નાખી દો. દાળ જલદી ચડી જશે.

ગરમીની સીઝનમાં સવારની દાળનો ઉપયોગ સાંજે કરવાનો હોય તો દાળની અંદર મીઠું ન નાખો.

મગ, અડદની દાળ કે બીજા કઠોળમાં જીવડાં ન પડે એટલા માટે હિંગના ટુકડા રાખો.

અગર દાળ ચડતી ન હોય અને તમે બાફવા માટે હેરાન પરેશાન થઈ ગયા હોવ તો દાળ કૂકરમાં નાંખો ત્યારે એક આખી સોપારી અંદર મૂકવાથી દાળ જલદી ચડી જશે.

દાળમાં તમારા હાથે મીઠું વધારે પડી ગયું હોય તો અંદર ચણાના લોટની ગોળી બનાવીને નાંખવાથી મીઠું ચૂસાઈ જશે.

તુવેરની દાળ બાફતી વખતે તેમાં એક ચમચી કાચી મેથી નાંખવાથી દાળ જાડી લાગે છે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *