દાલ પકવાન – આ પ્રખ્યાત સ્વાદિષ્ટ સિંધી વાનગી હવે બનશે તમારા રસોડે શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો દ્વારા..

આ પ્રખ્યાત સિંધી વાનગી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ઘણી સરળ છે. આ દાલ પકવાન પચવામાં થોડા ભારે હોવાથી સવારના નાસ્તા કે જમવામાં લઇ શકાય.

દાલ પકવાન ની દાળ, ચણાની દાળ થી બનાવવામાં આવે છે અને પકવાન મેંદાના લોટથી મેંદાની પૂરીની જેવા હોય છે. આ મેનુ તમે કીટ્ટી પાર્ટી માં પણ બનાવી શકો છો .આ વાનગી માં તમે અગાઉથી પકવાન બનાવી ને તૈયાર કરી શકો છો જેથી કરી ને તમે બીજે દિવસે દાલ બનાવાનીજ રેય …..તો ચાલો તૈયાર છો ને …..

સામગ્રી :(પકવાન બનાવવા માટે )

– ૨૦૦ ગ્રામ મેંદો

– ૫૦ ગ્રામ તેલ મોયન માટે

– મીઠું સ્વાદપ્રમાણે

– ૧/૪ નાની ચમચી અજમો

– તેલ – આવશ્યક (જરૂરી) તળવા માટે

સામગ્રી : (દાલ બનાવવા માટે )

– ૨૦૦ ગ્રામ ચણાની દાળ

– ૨-૪ ટે.સ્પૂન તેલ કે ઘી

– 1 ચમચી દાલ ફ્રાય મસાલો

– ૨ ચપટી હિંગ

– તજ નો ટુકડો અને 2 લવિંગ

– ૧/૨ નાની ચમચી રાય

– ૧/૨ નાની ચમચી હળદર

– ૧-૧/૨ નાની ચમચી ધાણા પાઉડર

– ૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

– ૧ નાની ચમચી મીઠું –સ્વાદાનુસાર

– ૧/૪ નાની ચમચી ગરમ મસાલો

– 1 ચમચી લીંબુ નો રસ

– લીલી કોથમીર

દાળ બનાવવાની રીત :

સ્ટેપ :1

ચણાની દાળ સાફ ધોઈને ૨ – કલાક માટે પાણીમાં પલાળી રાખી દો. દાળને કુકરમાં 2 કપ પાણી, ચમચી મેથીં, અને અડધી ચમચી હળદર નાંખી અને કુકર બંધ કરી નાખો બાફી લો .3-4 સીટી થતા ગૈસ બંદ કરી દો.

સ્ટેપ :2


એક કડાઈમાં ઘી ગરમ કરી હીંગ અને રાય નાખી તડકાવો ત્યારબાદ તજ નો ટુકડો ,૨લવિંગઃ ,સુકું મરચા નાખી બે મિનિટ શેકો

સ્ટેપ :3

કુકરને ખોલી અને આ શેકેલા મસાલામાં દાળ મિક્સ કરી નાખો. અને જરૂર પ્રમાણે એમાં પાણી ઉમેરો અને હળદર ,લાલ મરચાનો પાઉડર,દાલ ફ્રાય મસાલો ,મીઠું નાંખી દાળને ૨ મિનિટ માટે ઉકળવા દો .


સ્ટેપ :4

ઢાંકી, અને ધીમા તાપે તેણે પાકવા દો. ઉકાળો આવતા ગેસ નો તાપ બંધ કરી દો.અને લીંબુ નો રસ ઉમેરો . દાળ તૈયાર થઇ ગઈ છે.

પકવાન બનાવવાની રીત :

સ્ટેપ :1

મેંદાને એક ચાળી લેવો પછી એમાં મોયન ,અજમો અને મીઠું નાંખી લોટ બાંધી લો. (લોટ વધુ કઠણ કે નરમ ન હોવો જોઈએ ) ગૂંથેલા લોટ ને અડધા માટે ઢાંકીને રાખવો.

સ્ટેપ :2

લોટના નાના નાના લૂઆ બનાવી અને એક લૂઆ લઈને પાટલી પર વેલણ વડે ૬-૭ ઈંચની ગોલાઈ મા પૂરી વણી લો. અને ચાકૂથી 5-6 કાપા કરી નાખો. જેથી પકવાન ફૂલે નહી. આમ કરી બધા પકવાન વેણી લો.

સ્ટેપ :3

ત્યારબાદ, કડાઈમાં તેલ નાંખી ગરમ કરો અને પકવાનને તેલમાં મધ્યમ તાપ પર તળો . એનો લાઈટ પિંક કલર થાય ત્યાં સુધી તળવું. આમ ધીરે ધીરે કરીને બધાજ પકવાન તળી લેવા.

સ્ટેપ :4

ગરમા ગરમ દાળ અને આ કરકરા પીરસો અને તમે પણ ખાઓ.આ દાલ ને મીઠી ચટણી ,કાંદા ,લસણ ની ચટણી અને પકવાન સાથે સર્વ કરવું .

નોંધ :


તમે વઘાર માં ઝીણાં સમારેલાં કાંદા અને ટામેટાં લઇ શકો છો ….મેં અહીં નથી લીધાં .

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *