દાળ પાણીયા – દાહોદ નું ફેમસ વ્યજન, મકાઈ નો લોટ અને અડદની દાળ થી બનતી દાલપાનીયા ની રેસીપી શીખો.

કેમ છો ફ્રેંડસ ….

આજે આપણે બનાવા જઈ રહ્યા છે “દાળપાણીયા”…

દાળપાણીયા દાહોદ નું ફેમસ વ્યજન છે..દાહોદ થી આવતા જતા બધા પ્રવાસીઓ દાહોદ માં દાલપાનીયાં ની મજા માણતા હોય છે…મકાઈ નો લોટ અને અડદની દાળ થી બનતી દાલપાનીયા ની રેસીપી બનાવવા માં એકદમ સરળ છે…દાહોદ માં કોઈ પણ સારા પ્રસંગ માં દાળપાનિયા તો બનતા જ હોય છે…

પાણીયા ને આંકડા ના પાન માં રાખી શેકવાનું હોય છે..દાહોદ માં તો પાનિયા છાણા ના ભટ્ટામાં શેકી ને આપતા હોય છે…. પણ આપણે ઘરે બાટી ના કુકર માં કરી શકીએ છે…સાથે ખાસ લસણ ની ચટણી પીરસવામાં આવતી હોય છે ..પાનિયાં ખાવા માં હેવી હોય છે..એટલે બપોરે ખાવા માં તમે બનાવી શકો છો..

રોજ રોજ દાળ ,ભાત, શાક, રોટલી ખાયીને ક્યારેક કંટાડો આવતો હોય છે તો બનાવી દો “દાળ પાણીયા ” ingridiyans પણ સિમ્પલ છે અને બનાવવા પણ સરળ છે…ચોક્કસ થી તમારા ઘરે બધાયને ભાવશે… તો જોઈ લઈએ ડાળપાણીયા માટે ની સામગ્રી :-

“દાળ પાણીયા”

  • 2 કપ – મકાઈ લોટ
  • 1 કપ – દૂધ લોટ બાંધવા
  • ૧ ચમચી – અજમો
  • 2 ચમચી- ખાંડ
  • મીઠુ – સ્વાદ અનુસાર
  • 8-10 – આંકડા ના પાન
  • 2-3 ચમચી – તેલ

દાળ માટે :-

  • ૧ વાટકી – અડદની દાળ
  • 3 ચમચી – આદુ મરચા લસણ ની પેસ્ટ
  • 1 ચમચી – મરચું
  • 1 ચમચી – ધાણાજીરું
  • અર્ધી ચમચી – હળદર
  • મીઠું – સ્વાદપ્રમાને
  • તેલ – વઘારમાટે
  • 1 ચમચી – જીરું
  • અર્ધી ચમચી – હિંગ

રીત :-

એક વાટકા માં મકાઈ લોટ, અજમો, મીઠુ, ખાંડ અને દુધ નાખી ને રોટલી ના લોટ થી થોડોક જ કડક લોટ બાંધો.

હવે 15-20 મિનિટ રેસ્ટ કરવા મુકો.અને બીજી એક બાજુ આંકડા ના પાન ને બરાબર ધોઈ લેવા અને ધોઈને તેને કોરા કપડાં થી લુશી લેવુ
અને તેના પર તેલ લગાવી ને તેના પર મકાઈ ના લોટ ના લુઆ કરીને થાપી દેવા .

થોડાક જાડા થાપવા તેથી તે પોચા થાય અને પાણીયા ફૂલે.

અને થાપી ને તેના પર બીજું પાન મૂકી દેવું. અને તેને બાટી ના કુકર ના સ્ટેન્ડ પર તેલ લગાવું જેથી પાન તેના પર છોટે નહી. અને તેને બને બાજુ શેકી લેવું.

શેકાઈ ગયા બાદ તેને બહાર કાઢી લો અને તમે જોઈ શકો છો પાણીયા ફૂલી ગયા છે અને તેને ઘી માં બોળી દો.

તો તૈયાર થઇ જશે પાણીયા. તેને લસણ ની ચટણી, ડુંગળી, લીંબુ, અને અડદ ની દાળ સાથે પીરસ વા માં આવે છે..

દાળ ની રીત :-

સૌ પ્રથમ દાળ ને કુકર માં બાફી હાથ થી ઝેરી લેવી.

પછી તેલ નો વઘાર રાખી જીરું, હિંગ નાખી આદુ ,મરચા, લસણની પેસ્ટ સાંતળવી.પછી લાલ મરચું, હળદર, ધાણાજીરું,મીઠું નાખી 2 મિનિટ શેકી દાળ પાતળી કરી વઘાર માં મિક્સ કરી દેવી.

હવે દાળ ને સરખી ઉકળવા દેવી..ત્યાંસુધી લસણ ની ચટણી બનાવી લેવી.એક ખાંડની માં લસણ, જીરું, લાલ મરચું નાખી સરખું ખાંડી લેવુ. પછી તેમાં મીઠું અને અર્ધી ચમચી તેલ નાખી ફરી એક્વાર ખાંડી લેવું.. તો તૈયાર છે લસણની ચટણી…

તો તૈયાર છે દાળ પાણીયા અને ચટણી

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *