દાલબાટી – ઠંડીમાં જો રાતના જમવામાં ગરમાગરમ દાલબાટી મળી જાય તો મોજ આવી જાય.

દાલબાટી

રાજસ્થાનમાં ઠંડી વધારે પડે,અને એટલે અમુક વાનગીઓ ઠંડીમા જ ખાવાની મજા આવે છે. દાલબાટી આ એક વાનગી એવી છે જે ડાયટીંગ વાળાઓ માટે નિષેધ બની જાય છે.કારણકે આ વાનગી ઘી વગર ખાવાની મજા આવે જ નહીં.

ભારોભાર ઘી થી બનતી આ વાનગી ખાવાની મજા જ કંઈક ખાસ હોય છે . ને ઠંડી ઋતુંમા પચાવી પણ શકાય છે . તો હવે મોંમા પાણી આવી જાય એ પહેલા આપણે આ દાલ બાટી બનાવતા શીખીએ.

સામગ્રી.

 • મકાઈનો લોટ. 2 વાડકી
 • ભાખરીનો જાડો લોટ. 1 વાડકી
 • બાજરીનો લોટ. અડધી વાડકી.
 • 2ચમચા તેલ
 • મીઠું
 • જીરુ
 • અજમો
 • દાલ.
 • મગની ફોતરાવાળી દાળ. 1 કપ
 • અડદની દાળ 2 ચમચી
 • તુવેરની દાળ 2 ચમચી.
 • સુકાકોરા મસાલા.

 • ટામેટું સમાયેલું
 • ડુંગળી
 • લીલાં મરચાં
 • લષણ
 • લીમડો.

બનાવવાની રીત….

સૌ પ્રથમ બધી દાળ ને ધોઈને એક કલાક પલાળીને રાખ્યા બાદ એને બાફી લો.

હવે એક ટામેટું,અડઘી ડુંગળી,લીલાં મરચાં અને લષણ બધુ વાટી લો .

બાફેલી દાળ મા જરુર મુજબ પાણી નાંખો.હવે એમાં મીઠું,મરચું,હળદર,એક ચમચી ગોળ લીમડો બધુ નાંખી ઉકળવા દો.

હવે વઘાર તૈયાર કરો .


વઘારમાટે ઘી તેલ ભેગું લો.ગરમ થાય એટલે એમાં રાઈ હીંગ મરચું હળદર અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો .આ વઘાર ઉકળવા મૂકેલી દાળ મા રેડો.

બધું બરાબર હલાવો. ધીમા તાપે ઉકળવા દો. કોથમીર ભભરાવો.

બાટી.

એક મોટા બાઉલમાં બધા લોટ ભેગા કરી લો.

એમામોટા બે ચમચા ભરીને તેલ રેડો.મીઠું,જીરુ ,અજમો નાંખો.બધું બરાબર ભેળવી દો હવે જરુર પ્રમાણે પાણી ઉમેરતા ઉમેરતા લોટ બાંધો.

નાના ગોળા વાળી વચ્ચે થી ઉંડો ખાડો રાખો.

હવે બાટીના કુકરમા શેકવા મૂકો.

બધી જ બાટી શેકાઈ જાય એટલે એને ઘીમાં ડુબાડી રાખો.

હવે ગરમા ગરમ દાલ,બાટી ,ઝીણી સમારેલી ડુંગળી, ઘી,લષણની ચટણી તથા ચુરમા સાથે પીરસો.

શિયાળામાં આવી વાનગી ખાવાની મજા જ અલગ હોય છે….ને એમાય મારી પીરસવાની આગવી કલા જોઈને તો શિવશક્તિ ની દાલ બાટી પણ ભૂલી જશો….હોં….😂

આપને ગમે તો જરુર જણાવજો.

રસોઈની રાણી : શોભના શાહ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *