દાલ મખની – બહાર હોટલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી અને હાઈજેનીક દાલ મખની એકવાર જરૂર ટ્રાય કરજો..

બાળકોને અને ઘરમાં બધાને અવનવી વાનગીઓ ખાવી ખુબ પસંદ હશે તો આજે હું લાવી છું એવી રેસિપી કે જે હવે તમે પણ પરફેક્ટ બનાવી શકશો. તો આ વિડિઓ પૂરો જોવાનું ચુકતા નહિ. આજે આપણે બનાવીશું દાલ મખની. જેને મા કી દાલ અથવા દાલ બુખારા પણ કહેવાય છે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.)

  • કાળા અડદ
  • રાજમા
  • ટામેટાની પ્યુરી
  • ડુંગળી
  • આદુ મરચા અને લસણ ની પેસ્ટ
  • આમચૂર પાવડર
  • કાશ્મીરી લાલ મરચું
  • મીઠું
  • ગરમ મસાલો

રીત

1- તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે બને છે. આપણે આખા અડદ લગભગ આઠ કલાક પલાળી લઈશું.તેમાં એક ચમચી રાજ માં તેની સાથે પલાળી લઈશું.

2- હવે આપણે તેને બાફી લઈશું. પણ તેની એક ટિપ્સ જોઈ લઈશું. આપણે તેને થોડી હલકી હલકી મસડી લેવાની છે. મસળી લીધા પછી તેને કાઢી લેવાની છે.

3- હવે તેને સરખી એક વાર ફરી ધોઈ લઈશું.અને પછી કુકરમાં બાફવા મૂકી દઈશું. લગભગ આઠ સીટી મારવાની છે. દાલ મખની ની ગ્રેવી બનાવવા માટે 1 મોટો ચમચો બટર લઈશું.

4- બટર ગરમ થાય એટલે તેમાં આપણે આદું-મરચાની લસણની પેસ્ટ નાખીશું. આપણે તેને સેકી લઈશું.જ્યાં સુધી તેની કાચી સુગંધ ના જાય ત્યાં સુધી.

5- હવે તેમાં આપણે એક મોટી ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું. ડુંગળીને ત્યાં સુધી શેકી શું જ્યાં સુધી હલકા ગુલાબી રંગ ની ના થાય ત્યાં સુધી.

6- હવે તેમાં આપણે ત્રણ મોટા લાલ ટામેટાની પ્યૂરી એડ કરીશું. ટામેટાની ખટાશને લીધે આ દાર સારી લાગે છે. આપણે તેને પણ શેકી લઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી.

7- દાલ મખની ને દાલ બુખારા કે મા કી દાલ પણ કહેવાય છે. જ્યારે તમે બહાર રેસ્ટોરન્ટમાં ખાવ છો તે કુકરમાં કુક નથી થતી. તે લોકો ગેસ પર પોર્ટ માં કુક કરે છે. દાળ સરસ બફાઇ ગઇ છે.

8- હવે આપણે ઉપર જે પાણી છે તેને કાઢી લેવાનું છે. બધું પાણી નથી કાઢવાનું. તેનો કલર સારો આવે તેના માટે એક બીજું છે કે સ્તાર્ચી એક અલગ લેવલ હોય છે. એ જતું રે અને દાળ સરસ ટેસ્ટી થાય.

9- તેને આપણે થોડું હલકું પ્રેસ કરીશું. જેનાથી ક્રીમી બનશે. આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે.હજુ આપણે થોડી શેકાવા દઈશું.તમે જે બજાર તૈયાર પ્યુરી મળે છે તે પણ યુઝ કરી શકો છો.

10- તમે વીડિયોમાં જોઈ શકો છો કે બટર સાઈડ પર છૂટું પડવા માંડ્યું છે. એટલે સમજવાનું કે આપણી ગ્રેવી કુક થઈ ગઈ છે. હવે આપણે તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું.

11- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. તેને થોડું શેકાવા દઈશું. હવે આપણે તેમાં દાળ અને તેનું પાણી એડ કરીશું.આપણે દાળ માં કોઈ બીજું પાણી એડ નથી કર્યું. દાળ બાફવા માં જે હતું તે જ પાણી આપણે એડ કરીશું.

12- હવે આપણે દાળ માં પાણી એડ નથી કરવાનું.કારણકે આ દાળ જાડી હોય છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. તેને બરાબર મિક્સ કરી લઈશું.

13-આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે.અને તેને ઢાંકીને કુક થવા દઈશું. વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું જેથી નીચે ચોંટે નહી. લગભગ 20થી 25 મિનિટ ને ધીમા તાપે કુક થવા દઈશું.

14- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી દાળ ઘટ્ટ થઈ ગઈ છે. હજુ તેને ઉકળવા દઈશું. તમે જેટલી ઉકાળ શો તેટલો તેનો ટેસ્ટ સારો આવશે.

15- હવે 25 મિનિટ થઈ ગઈ છે અને આપણે દાળ સરસ ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ દાળ થોડી હેવી હોય છે.

16-હવે તેમાં પણ અડધી નાની ચમચી આમચૂર પાવડર નાખીશું. ટામેટાની ખટાશ પ્રમાણે નાખવાનું છે. સાથે થોડી કસ્તુરી મેથી નાખીશું. કસ્તુરી મેથી હાથમાં લઇ મસળીને નાખીશું. હવે તેને મિક્સ કરી લઈશું.

17- આપણે તેને ધીમા ગેસ પર ઉકાળવા ની છે નઈ તો તેના છીલકા અલગ થઈ જશે. હવે આપણે ફ્રેશ ક્રીમ લઈશું. જો તમારી પાસે ક્રીમ ના હોય તો ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો. ફ્રેશ ક્રીમ ૧ નાની વાડકી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર એકદમ બદલાઈ ગયો છે. હવે આપણી દાલ મખની તૈયાર થઈ ગઈ છે.

18- હવે આપણે તેને સર્વે કરીશું. દાલ મખની નો સ્વાદ એક દિવસ પેલા બનાવો તો સરસ આવે છે. આને આપણે ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરીશું. અને તેની પર ફ્રેશ કોથમીર થી ગાર્નીશ કરીશું. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *