દહી ભીંડી – સાદું ભીંડાનું શાક તો બનાવતા હ હશો હવે બનાવો આ દહીં ભીંડી ઘરમાં બધાને પસંદ આવશે.

દહી ભીંડી

દોસ્તો, તમે ભીંડા નું શાક તો બનાવતા જ હશો,અને ભીંડા નું શાક તો બધા નું ફેવરીટ હોય છે. પણ આજે આ જ ભીંડા ના શાક ને મે કંઇક અલગ લૂક આપ્યો છે મે ભીંડા નું શાક દહી જોડે બનાવ્યુ છે. પણ મસ્ત ટેસ્ટી લાગે છે, તો તમે પણ આ જરૂર થી ટ્રાય કરજો.

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ ભીંડા
  • ૬ – ચમચી તેલ
  • ૧ બાઉલ દહીં
  • ૨ ચમચી મરચું
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી હીંગ
  • ૨ ચમચી લીલા ધાણા

રીત

સૌપ્રથમ ભીંડા ને એક થી બે ઇંચ લાંબા ટુકડા માં સમારી લો.

ત્યારબાદ એક કડાઈ માં ૩ ચમચી તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય તે પછી તેમાં અડધી ચમચી રાઈ નાખો.રાઈ ફૂટી જાય પછી અડધી ચમચી હીંગ, હળદર,અને મરચું નાખો.

પછી ભીંડા નાખો.ભીંડા માં ૧ ચમચી મરચું, અડધી ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર,અને અડધી ચમચી ગરમ મસાલો નાખી હલાવી લો.તે પછી તેને પાંચ મીનીટ માટે ઢાંકી દો.પાંચ મિનીટ પછી તેને હલાવી લો. ભીંડા કડક થાય ત્યાં સુધી એને થવા દો.

એક બાઉલમાં દહી ને ફીણી લો.એમાં લમ્સ ના રહે ત્યાં સુધી.

એક કડાઈ માં ૩ ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં રાઇ નાખો.રાઇ ફૂટે એટલે એમાં હીંગ ઉમેરો.

તે પછી તેમાં અડધી ચમચી હળદર અને મરચું નાખો.હવે તેમાં ફીનેલું દહી નાખો.

અને એમાં અડધી ચમચી મરચું અને ધાણાજીરું નાખો અને હલાવી દો.

તેને બે થી ત્રણ મિનિટ થવા દો. ત્યારબાદ થયેલા ભીંડા નાખી હલાવી લો. ઉપર લીલા ધાણા નાખો,અને ગરમ ગરમ રોટલી જોડે સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો… જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *