દહીં ફુદીના તિખારી – આ દહીંની તીખારી તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો, કોઈપણ બોરિંગ શાકનો સ્વાદ થઇ જશે ડબલ…

દહીં ફુદીના તિખારી:

ફુદીના તિખારી એક ફરાળી ડીશ છે. ફુદીના તિખારી ને દહીં તડકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફુદીના તિખારી ભાખરી જોડે ખુબ જ સરસ લાગે છે. તેમજ તેને ફરાળ માં પેટીસ, વડા વગેરે જોડે ખુબ જ સરસ લાગે છે.

જયારે પણ ઘરે આપણી પસંદગી નું શાક ના બન્યું હોય ત્યારે પણ આ જટપટ બનતી તિખારી રોટલી, ભાખરી કે પરાઠા જોડે ખાઈ શાકાય છે.

સામગ્રી:

૧ વાડકો દહીં,

૨ નંગ લીલા મરચા,

૧ નાનો ટુકડો આદું,

૧ ટુકડો કાચી કેરી,

૧/૨ વાડકો ફુદીના પાન,

૧/૨ ચમચી નમક,

વઘાર માટે..

૧/૨ ચમચો તેલ,

૨ નંગ લાલ મરચા,

૭-૮ પાન મીઠો લીંબડો,

૧/૨ ચમચી જીરું.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ. જેમાં લઈશું દહીં ખાટું-મીઠું દહીં હશે તો પણ ચાલશે. ત્યાર બાદ લઈશું ફુદીનો, કાચી કેરી, આદું, લીલા મરચા, લાલ મરચા, જીરું, અને નમક. ફુદીના તિખરી એક રિફ્રેશિંગ તિખારી છે. જેથી ઉનાળા માં સ્પેશિયલ લોકો આ તિખારી ફુદીના ના ફ્લેવર સાથે બનાવે છે.

ત્યાર બાદ આપણે લઈશું ફ્રેશ ફુદીના પાન. તેને પાણી વડે ખુબ જ ધોઈ અને પાણી નીતારવા માટે મૂકી દેવા. ત્યાર બાદ તેને ખંડણી માં ખાંડી લેવા. તમે મિક્ષ્ચર નો પણ ઉપયોગ કરી શકો છો.

ત્યાર બાદ આપણે મરચા અને આદું ના પણ ટુકડા કરી લેવા અને વઘાર ની સામગ્રીઓ લઇ લેવી.

ત્યાર બાદ જાડા ચમચા માં કે વઘરીયા માં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં લાલ મરચા,લીંબડો અને જીરું ઉમેરી વઘાર તૈયાર કરો.

હવે એક બાઉલ માં દહીં લો. તેને ખુબ જ ફેંટી લો જેથી તેમાં કોઈ કણી ના રહે. દહીં મોળું લેવાની કોઈ જરૂર નથી દહીં ખાટું મીઠું પણ લઇ શકાય છે.

હવે સર્વિંગ ડીશ માં ફેંટેલુ દહીં પાથરી લો.

હવે પાથરેલા દહીં માં ફુદીનો ક્રશ કરી ને એમાં ઉમેરો. તમે ચાહો તો થોડા ફુદીના ના થોડા પાન ધોઈ ને આખા પણ ઉમેરી શકાય છે.

હવે તેમાં મરચાના અને આદું ના નાના ટુકડા ઉમેરી દેવા. તમે ચાહો તો તેમાં ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ પણ ઉમેરી શકો છો.

હવે બનાવેલો વઘાર દહીં માં ઉમેરવાનો છે. વઘાર એકદમ ઉકળતો જ ઉમેરવો.

તો તૈયાર છે. ફુદીના તિખારી વઘાર ઉમેર્યા બાદ તેમાં કાચી કેરી ના ટુકડા ઉમેરી સેર્વ કરો.. ભાખરી રોટલી કે પરાઠા બધા જ જોડે ફુદીના તિખારી ખુબ જ સરસ લાગે છે.

નોંધ:

તિખારી ફરાળ માટે ના બનાવવી હોય તો તેમાં વઘાર માં લસણ ને પીસી ને ઉમેરવાથી ખુબ જ ટેસ્ટી લાગે છે. તેમજ તિખારી માં ટામેટા, ડુંગળી, કેપ્સીકમ વગેરે પ ઉમેરી તિખારી ટેસ્ટી બનાવી શકાય છે.

આ તિખારી ફરાળી છે માટે તેમાં માત્ર નમક નો ઉપયોગ કર્યો છે. તિખારી માં નમક, મરચું પાઉડર અને ગરમ મસાલા જેવી વસ્તુઓ ઉમેરી તેનો ટેસ્ટ બમણો કરી શકાય છે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

વધુ રસપ્રદ વાનગી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *