દહીં પકોડી ચાટ – આ ચાટ એ ઇંડીયન સ્પાયસી અને ટેંગી ચાટ છે તો આજે જ બાળકો માટે બનાવો..

દહીં પકોડી ચાટ:

દહીં પકોડી ચાટ એ ઇંડીયન સ્પાયસી અને ટેંગી ચાટ છે. ચાટ લોકોની ખૂબજ મનપસંદ છે. લોકો નાસ્તામાં કે મીની-લાઇટ ભોજન તરીકે લેતા હોય છે. જુદી જુદી પલાળેલી દાળમાંથી પકોડી બનાવવામાં આવતી હોય છે. તેને દહીંમાં ડીપ કરીને તેની ઉપર ખાટી-મીઠી અને ગ્રીન તીખી ચટણી ઉમેરવામાં આવતી હોય છે, અને થોડા સિઝનીંગ સ્પ્રીંકલ કરવામાં આવે છે. તે ટેસ્ટમાં દહીં ભલ્લા કે દહીંવડા જેવી લાગે છે.

ટીકી છોલે, દહીં પાપડી, દહીં ભલ્લા, સમોસા ચાટ, દહીં પુરી, પાણી પુરી વગેરે સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબ જાણીતી વાનગીઓ છે. દહીં પકોડી ચાટ આમાંની એક છે.

આ બધી વાનગીઓ ઘરે બનાવવી ક્વીક અને ઇઝી છે. બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર જેવી પાર્ટીઓ …તમે તેની એક કે બે દિવસ અગાઉ પકોડી, ચટણી વગેરે બનાવીને તૈયારી કરી રેફ્રીજરેટરમાં સ્ટોર કરી રાખી શકો છો. સર્વ કરતી વખતે માત્ર બધું એસેમ્બલ જ કરવાનું રહેતું હોય છે. આમ દહીં પકોડી ચાટ ટાઇમ સેવર પણ છે.

તો આજે હું અહિં મસુરદાળ અને મગની પીળી દાળ(ફોતરા વગરની દાળ)ના મિશ્રણથી બનતી પકોડીની દહીં પકોડી ચાટની રેસિપિ આપી રહી છું. જે ખૂબજ પૌષ્ટિક અને ટેસ્ટી છે.

દહીં પકોડી ચાટ બનાવવા માટેની સામગ્રી :

 • ½ કપ મગની પીળી દાળ (ફોતરા વગરની)
 • ½ કપ મસુર દાળ
 • 2 નાના લીલા મરચા બારીક કાપેલા
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • 2 ટેબલ સ્પુન કોથમરી
 • પિંચ કુકીંગ સોડા
 • સ્વાદ મુજબ મીઠું
 • ઓઇલ – ડીપ ફ્રાય કરવા માટે
 • દહીં પકોડી ચાટ એસેમ્બલ કરવા માટે:
 • ½ કપ આંબલીની મીઠી ચટણી
 • ½ કપ કોથમરી-આદુ-મરચાની તીખી ચટણી
 • 300 ગ્રામ યોગર્ટ કે દહીં
 • ½ ટી સ્પુન મીઠું
 • 2 ટેબલ સ્પુન કોથમરી
 • 2 ટેબલ સ્પુન લીલા મરચા બારીક સમારેલા
 • 1 ટી સ્પુન ચાટ મસાલો
 • 1 ટી સ્પુન લાલામરચુ પાવડર
 • ½ કપ નાયલોન બેસન સેવ
 • 1 ટી સ્પુન ચાટ મસાલો
 • 3-4 ટેબલ સ્પુન લાલ દાડમના દાણા

પકોડી બનાવવાની રીત :

½ કપ પીળી મગની દાળ અને ½ મસુરની દાળ લઇ 2-3 વાર પાણી થી ધોઇ લ્યો. ત્યારબાદ બન્ને દાળમાં પાણી ઉમેરીને 3-4 કલાક માટે અલગ અલગ કે સાથે પલાળી રાખો.

ત્યારબાદ બન્ને દાળમાંથી પાણી કાઢીને થોડી અધકચરી ગ્રાઇન્ડ કરી પેસ્ટ જેવી બનાવી લ્યો. અથવા તો ગ્રાઇંડ કરેલી દાળની ઓઇલમાં પકોડી પાડી શકાય તેવી કંસિસ્ટંસી રાખો.

ગ્રાઇંડ કરતી વખતે જરુર પડે તો થોડું પાણી ઉમેરવું.

હવે બનાવેલી દાળની પેસ્ટને એક મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરો.

તેમાં 2 નાના લીલા મરચા બારીક કાપેલા, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, 2 ટેબલ સ્પુન કોથમરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

હવે તેમાં પિંચ કુકીંગ સોડા ઉમેરી તેના પર 1 ટેબલસ્પુન પાણી ઉમેરી બધું સરસથી મિક્ષ કરો.

1-2 મિનિટ ફ્લફી થાય ત્યાં સુધી ફીણો.

હવે 300 ગ્રામ દહીં લઇ તેને વ્હીસ્કરથી જરા વ્હીસ્ક કરી લ્યો.

તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્ષ કરી રેફ્રીઝરેટરમાં ઠંડું થવા મૂકો.

ત્યારબાદ લોયામાં પકોડી ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

પકોડી ફ્રાય થાય એવું ઓઇલ ગરમ થઇ જાય એટલે ફ્લૈમ મિડિયમ કરી દ્યો.

બનાવેલા દાળના મિશ્રણમાંથી નાના નાના ડ્રોપ્સ પાડી, પકોડીઓ ઓઇલમાં પાડી લ્યો.

ડીપ ફ્રાય કરી ગોલ્ડન બ્રાઉન – ક્રીસ્પી કરી લ્યો. બાકીની પકોડીઓ પણ એ પ્રમાણે બનાવી ફ્રાય કરી લ્યો.

બધી તૈયાર થેયેલી પકોડીઓ એક પ્લેટમાં મૂકી થોડી વાર ઠરવા દ્યો.

દહીં પકોડી ચાટ એસેમ્બલ કરવાની રીત :

એક નાના સર્વિંગ બાઉલમાં ઠંડું કરેલું ¼ કપ દહીં ઉમેરો. જરુર પડે તો તમરા સ્વાદ મુજબ વધારે લ્યો.

તેમાં 3-4 પકોડી મૂકો.

તેના પર કોથમરી-આદુ-મરચાની ગ્રીન ચટણી અને આંબલી-ગોળ કે ખજુરની મીઠી ચટણી મૂકો.

તેનાં પર થોડી નાયલોન સેવ સ્પ્રીંકલ કરો.

સેવ પર તમારા સ્વાદ મુજબ ચાટ મસાલો અને લાલમરચું પાવડર સ્પ્રીંકલ કરો.

હવે તેના પર બારીક સમારેલ કોથમરી અને લીલા મરચા સ્પ્રિંકલ કરો.

ઉપરથી લાલ દાડમના દાણાથી ગાર્નિશ કરો.

હવે દહીં પકોડી ચાટ સર્વ કરવા માટે રેડી છે.

બધાનું પસંદીદા એવી ટેન્ગી અને થોડું સ્પાયસી એવી દહીં પકોડી ચાટ બધાને ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *