સોફ્ટ અને સ્પોન્જી અડદની દાળના દહીં વડા બનાવાની પરફેક્ટ રેસિપી…

કોઈપણ સિઝન હોય અથવા કોઈ તહેવાર હોય અથવા ઘરે કોઇ મહેમાન આવ્યા હોય અથવા તો કોઈ પાર્ટી હોય તેમાં બનાવી શકે તેવા એકદમ સોફ્ટ અને સ્પોંજી મોઢામા નાખતા જ ઓગળી જાય તેવા દહીવડાની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. આજે આપણે ફકત અડદની દાળમાંથી દહી વડા બનાવવાના છે. એ પણ એકદમ સોફ્ટ બનશે. અને એકદમ સ્પોજી બનશે. દહીવડા અડદ ની દાળ ના બનાવવાની પરફેક્ટ રેસીપી આજે આપણે જોઇશું.અને ટિપ્સ પણ આપણે જોઇશું.અને આજે આપણે જે વડા બનાવવાના છે તે સોડા નો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે. તોપણ તે એકદમ સોફ્ટ બનશે. સાથે દહીવડા નું દહીં કેવું હોવું જોઈએ તેની પણ ટિપ્સ આપણે વિડિયો માં જોયશું. તો આ વીડિયોને આપણે અંત સુધી જોઈશું.

સામગ્રી

  • અડદની દાળ
  • દહીં
  • ખાંડ
  • ચાટ મસાલો
  • લાલ મરચું
  • જીરું
  • જીરું પાઉડર
  • લીલા ધાણા
  • લીલા મરચાં
  • ખાટી મીઠી ચટણી
  • મીઠુ
  • હિંગ

રીત

1- આપણે એક બાઉલમાં ૧ કપ અડદની દાળ લઈશું.

2- આપણે તેને બે થી ત્રણ પાણીથી ધોઈ કાઢીશું. તમે ચાહો તો અડદની દાળ અને મગની દાળ ભેગી કરીને પણ બનાવી શકો છો.

3- હવે આપણે તેમાં પાણી નાખીને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખીશું.

4- હવે પાચ કલાક થઈ ગયા છે આપણી અડદની દાળ સરસ પલળી ગઈ છે. ફૂલીને ડબલ થઇ ગઇ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તેને તમે નખ થી કટ કરો તો તે ઈઝીલી કટ થઈ જશે.

5- હવે આપણે દાળ નું બધું જ પાણી કાઢી નાખીશું. કારણકે મિક્સર માં પીસતી વખતે પાણીની બહુ જરૂર નથી પડતી. એક કાણાવાળા વાડકામાં દાળને કાઢી લઈશું.

6- હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું. મિક્સર જારમાં આપણે અડધી દાળ લઈશું. પહેલા અડધી લેવાની પછી બીજી લેવાની તેમ કરીને બે વાર પીસી લેવાની.

7- હવે આપણે જરૂર પડે એટલું જ પાણી નાખવાનું છે. લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખવાનું છે. અને દાળને સરસ પીસી લઈશું.

8- જો તમે વધારે પાણી નાખશો તો દાળ નુ ખીરુ પાતળું થઈ જશે. અને વડા પાડવામાં થોડી મુશ્કેલી ઊભી થશે.

9- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી દાળ પીસાઈ ગઈ છે. બહુ મોટા દાળ ના દાણા ના રેવા જોઈએ. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું.

10-હવે આપણે લગભગ પાચ થી છ મિનિટ હાથ થી હલાવી લેવાનું છે.ફીણી લેવાનું છે.આપણે આ દહીવડા ને સોડા વગર જ ફેટી ને જ એકદમ હલકુ કરી લેવાનું છે. તેથી આપણા વડા એકદમ સોફ્ટ થશે.

11- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાચ થી છ મિનિટ થઈ ગઈ છે. સરસ ફેટાઈ ગયું છે અને હલકું થઇ ગયું છે. હવે હાથને સાફ કરી એક મિનિટ માટે ચમચી સરસ ફેટી લેવાનું છે.

12- હવે ચમચીથી ફેટી લીધા પછી આપણે તેને ચેક કઈ રીતે કરીશું.તે આપણે વિડિયો માં જોઈએ.

13- હવે આપણે ખીરા ને ચેક કરીશું. ખીરું પરફેક્ટ થયું છે કે નહીં તે માટે આપણે એક વાડકી માં પાણી લઈશું. તેમાં આપણે એક નાનું ટપકુ ખીરાનું નાખીશું. તમે ખીરું નાખશો તો તે ઉપર તરવું જોઈએ.એ સેજ પણ પાણી માં ડૂબવું જોઈએ નહી નઈ તો સમજવાનું કે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે.

14- આવું ખીરું હોય તો તમારા ખીરા માં સોડા નાખવાં ની જરૂર નઈ પડે.અને એકદમ સોફ્ટ અને સ્પોનજી થશે.

15- હવે તેમાં આપણે મસાલા કરી લઈએ.પેલા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.

16- હવે આપણે એક નાની ચમચી જીરૂ નાખીશું.અને હવે એક મોટી ચમચી લીલા ધાણા નાખીશું.

17- હવે આપણે ઝીણા સમારેલા મરચાં લીધા છે.જ્યારે તમે વડુ ખાસો ત્યારે મીઠું ખાટું અને સેજ તીખું ટમટમ તો ટેસ્ટ આવશે.

18- તમે નાના બાળકો માટે બનાવતા હોય તો મરચા ને ઓછા નાખી શકો છો. કાંતો સ્કીપ કરી સકો છો.હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ.

19- હવે આપણું મિક્સ કરેલું ખીરું તૈયાર છે આપણું ખીરું વડા બનાવવા માટે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખીરુ આપણું પાતળુ નથી.સરસ વડા ઉતરે એવું છે.

20- હવે આપણે વડા ને તળી લઈએ. તો એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું.ગેસ પર

21- હવે આપણે તેલ મીડીયમ ગરમ થઇ ગયું છે તેને બહુ ગરમ કરવાનું નથી.

22- હવે તમને જે સાઇઝ ના વડા ગમે તે રીતે મૂકી સકો છો. વડા હલકા છે એટલે તે તેલ મા મૂકશો તો તે તરત જ ઉપર આવી જશે.

23- હવે તમે નાના કે મોટા સાઇઝ માં વડા મૂકી સકો છો.અને સતત હલાવતા રહેવું પડશે.

24- હવે આપણે અડદની દાળ છે એટલે તેને ધ્યાન રાખજો તળવા માં તેલ ગરમ હસે તો અંદર થી કાચી રેહસે.તમારા દહીવડા માં મજા નઈ આવે એટલે તેને મીડીયમ ગેસ પર તળવાંના છે.જ્યાં સુધી આપણી દાળ ચડી ના જાય ત્યાં સુધી.

25-તો મિત્રો છે ને એકદમ સરળ રીત અને અડદ ની દાળના દહીવડા ખુબ જ ટેસ્ટી લાગે છે.

26- તમે મિક્સ દાળ ના પણ બનાવી શકો છો.અને અડદની ભેગી દાળ માંથી પણ બનાવી શકો છો.

27- હવે તમે વિડિયો માં જોય સકો છો કે આપણા દહીવડા ના વડા તૈયાર થઈ ગયા છે. અને તેનો કલર આટલો જ રાખવાનો છે.બહુ ગોલ્ડન નથી કરવાનો સફેદ જ રાખવાનો છે.

28- હવે આપણે તેને એક ટિસ્યુ પેપર પર કાઢી લઈશું. અને બાકીના વડા આજ રીતે બનાવી લઈશું.

29- હવે આપણા બધા જ વડા ફ્રાય થઈ ને તૈયાર થઈ ગયા છે. અને એકદમ સોફ્ટ અને સ્પોનજી બન્યા છે.

30- તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ જોવો એકદમ સરસ આવ્યો છે. એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે.

31- તે અત્યારે જ આવા સોફ્ટ છે તો તેને પાણી માં નાખીશું તો કેટલા સોફ્ટ થઈ જશે.હવે આપણે વડા ને ગરમ પાણી માં બોડી લઈશું. તેના માટે આપણે ગરમ પાણી લીધું છે.

32- આપણે પાણી ને બહુ ગરમ નથી રાખવાનું અને બવ ઠંડુ પણ નઈ હુંફાળું રાખવાનું છે.તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું.અને ચપટી હિંગ નાખીશું.

33- હિંગ નાખવાથી વડા પચવા માં આસાન થઈ જશે.પાણી ના બદલે તમે છાસ પણ લઈ સકો છો.છાસ માં પણ પલાળી સકો છો.

34- હવે બધા જ વડા ને ગરમ પાણી માં પલાળી અને તેને દસ મીનીટ માટે ઢાંકીને મૂકી દઈશું.

35- હવે આપણે દહી ની તૈયારી કરી લઈશું.

36- આપણે વડા પર દહી નાખવા માટે બે કપ જેટલું ઘટ્ટ દહી લીધું છે. જો ઘટ્ટ ના હોય તો તેને કપડાં માં બાંધી ને બધું પાણી કાઢી લેવાનું.

37- હવે આપણે તેને વિષ્કર થી ફેટી લઈશું.અને એકદમ ક્રીમ જેવું કરી લઈશું.તેમાં એક પણ દાણા જેવું ના રેહવું જોઈએ.

38- હવે તમે વિડિયો માં જોય સકો છો કે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ફેટી ને આપણું દહી એકદમ સરસ ક્રીમ જેવું થઈ ગયું છે.

39- હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું.અને બે મોટી ચમચી ખાંડ નાખીશું.ખાંડ નું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. ઘણા બધા ને દહી વડા બહુ મીઠા નથી પસંદ હોતા તો તમે ઓછું કરી શકો છો. તેને પણ આપણે એ ફેટીને મિક્સ કરી લઈશું.

40- હવે તેમ વિડિયો માં જોય સકો છો કે આપણું દહીં એકદમ સરસ થઇ ગયું છે દહીં આવું હોવું જોઈએ કે ચમચી પર કોટ થઈ જાય.હવે દહીને આપણે ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દઈશું.

41- હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા દહીવડા ગરમ પાણીમાં સરસ પલડી ગયા છે.

42- હવે તેને હાથ માં કાડી ને નીચોવી લેવાનું છે.પાણી બધું કાઢી લેવાનું છે.અને એક પ્લેટ માં આપણે તેને મુકીશું.તેવી જ રીતે બધા દહીંવડા સોફ્ટ થઈ ગયા છે.તેને તેવી જ રીતે દબાવી ને બધું પાણી કાઢી લઈશું.

43- તમે એવીરીતે કરી ને દહી વડા ને ફ્રીજમાં રાખી શકો છો. જ્યારે તમારે ખાવા હોય ત્યારે ખાઈ શકો છો.

44- આપણા દહી વડા તૈયાર થઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું.

45- હવે તેની પર આપણે દહીં નાખીશું. દહીં ઠંડુ હોવું જોઈએ. ચારથી પાંચ ચમચી દહી નાખવાનું છે આખા દહી વડા પર કોટ થઈ જાય તેટલું નાખવાનું છે.

46- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું દહી કેટલું ઘટ્ટ છે તે તમે જોય સકો છો.

47- હવે તેના પર મસાલા નાખીશું. મસાલામાં સૌથી પહેલા આપણે સેકેલુ જીરુ નો પાવડર નાખીશું.

48- હવે આપણે મરી નો પાવડર નાખીશું પા ચમચી જેટલો.અને આપણે ચાટ મસાલો નાખીશું.

49- હવે ચપટી લાલ મરચું નાખીશું. દહી વડા ને તમે તમારી રીતે એકદમ ટેસ્ટી બનાવી શકો છો.હવે આપણે આમલી અને ખજુર ની ચટણી નાખીશું. જો તમને પસંદ હોય તો નાખી શકો છો.

50- છે ને એકદમ સરળ રેસીપી બન્યા છે ને એકદમ સરસ જોઈ ને જ ખાવા નું મન થઈ જાય છે.તેવું તો આ રેસિપી ને ચોક્ક્સ થી બનાવજો અને ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *