દાલગોના કોફી – ટિક્ટોક તો ગયું પણ તેની આ ફેમસ કોફી ભૂલી તો નથી ગયા ને? બનાવો સરળ રીતે.

દાલગોના કોફી :-

 કોફી સૌ કોઈ ને પ્રિય હોય છે અને કોફી એક તરોતાજા કરતું પીણું પણ છે. જેને પીવાથી તમારો થાક તરત જ ઉતરી જાય અને તમારો મીજાજ પણ સારો થઈ જાય.

 બહારની કોફી તો યંગસ્ટર્સ ની ફેવરીટ હોય છે બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવી એ બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમાં કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવાથી બહાર લેવા જવાની પણ કોઈ જંજંટ નહીં પડે.

 મિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.

 દાલગોના કોફી પીવાની મજા જ કંઈક અલગ છે ગરમી ના સમયમાં રાતના ટાઈમે કાંતો બપોરે જેને ચા પીવાની ટેવ હોય તો એની જગ્યાએ જરૂર દાલગોના કોફી નો ઉપયોગ પીવામાં કરી શકાય

 દાલગોના કોફીને બે રીતે બનાવી શકાય છે એક તો મશીન થી અને બીજી મશીન વગર.તો મિત્રો ચાલો જોઈએ દાલગોના કોફીની રેસિપી

સામગ્રી:-

  •  1 ચમચી કોફી
  •  2 ચમચી ખાંડ
  •  21/2 ચમચી ગરમ પાણી

રીત:-

 સ્ટેપ 1:-

સૌપ્રથમ એક વાસણમાં કોફી પાવડર ઉમેરો.

 સ્ટેપ 2:-

હવે એમાં કોફી કરતાં ડબલ ખાંડ લેવાની છે એટલે કે 2 ચમચી ખાંડ નાખવી.

 સ્ટેપ 3:-

ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરીને ચમચી થી બરાબર મિક્ષ કરો.

 સ્ટેપ 4:-

આ કોફીને એક જ ડાયરેક્શન માં ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.

 સ્ટેપ 5:-

કોફી એકદમ સોફ્ટ અને ક્રીમી બને ત્યાં સુધી એક જ ડાયરેક્શન માં હલાવવું. આપણે આ કોફી ને ચમચી ની મદદથી બનાવીએ છીએ માટે કોફીને ક્રિમી અને સોફ્ટ બનતા 20 મિનિટ જેવું લાગશે માટે ત્યાં સુધી હલાવવું.

 સ્ટેપ 6:-

હવે કોફી ક્રિમી બની ગઈ છે. તો સવિઁગ ગ્લાસ માં 2 બરફ ના ટુકડા ઉમેરીને અડધો ગ્લાસ ખાંડ વાળું ગળ્યું દૂધ ઉમેરવાનું.

 સ્ટેપ 7:-

ત્યારબાદ આપણે જે સોફ્ટ અને ક્રિમી કોફી બનાવી હતી એ ઉમેરી લઈશું.

 સ્ટેપ 8:-

ત્યારબાદ ચોકલેટ ને કટ કરી એના પીસ કરીને ઉપરથી ગાનિઁશ કરવું.

તો મિત્રો ખૂબજ ડેલિસિયસ એવી દાલગોના કોફી રેડી છે. આઈહોપ મિત્રો તમને પણ આ દાલગોના કોફી ની રેસિપી ગમી હશે. અને પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો

નોંધ

  •  પાણી ને વધારે ગરમ નથી લેવાનું . નવશેકું ગરમ પાણી લેવાનું.
  •  ખાંડ અને બરફ ને તમે વધઘટ કરી શકો છો.
  •  કોફી ક્રીમ જેવી બને પછી જ સવિઁગ ગ્લાસ માં લો.
  •  ગાનિઁશ કરવા માટે ચોકો ચીપ્સ અથવા તો કોફી ઉમેરી શકો છો.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *