દાળિયાના લાડું – બાળકો દાળિયા ખાવા પસંદ નથી કરતા તો તેમને બનાવી આપો આ સરળ દલિયાનાં લાડુ…

આજે હું લઈને આવી છું દાળિયા ના લાડું આ લાડુ મારી દીકરી ના ફેવરિટ છે…દીકરી બોમ્બે રે છે અને બાજુવાળા બોમ્બે જતાહતા તો દીકરી માટે એના ફેવરિટ દાળિયા ના લાડુ મોકલ્યા… બનાવવા માં પણ એકદમ શેલા જ છે…હવે તમારા ઘરે પણ આ લાડુ જરૂર થી બનાવ જો..અને હા આમાં ગોળ નાખીને પણ લાડુ બનાવી શકો છો…આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ..

દાળિયા શરીરને સ્ફૂર્તિલુ બનાવવામાં અને તેને ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો પૂરા પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સવારના હેલ્ધી નાસ્તામાં દાળિયાનો સમાવેશ કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર તેનો ઘણો ફાયદો થાય છે. દાળિયા એક પ્રકારનું અનાજ જ છે, જે સવારનાં નાસ્તામાં આરોગવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. અને તે પચવામાં પણ હલકા હોય છે. દાળિયામાં હાઇ ફાયબર, વિટામિન-બી અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસનો પણ સારો એવો સ્ત્રોત હોય છે. એટલું જ નહીં પણ દાળીયા વજન ઓછું કરવાની સાથે સાથે શરીરમાં કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે. હૃદયની બીમારીઓ માટે અને શરીરના જાડાપણાને ઓછું કરવા માટે દાળિયા ઉત્તમ અનાજ છે. રોજિંદા જીવનમાં દાળિયાનો ઉપયોેગ કરવાથી સ્વાસ્થ્ય પર તેનો ઘણો ફાયદો થાય છે.

એક કપ દાળિયામાં સારા એવા પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે. રોજ સવારે ખાલી એક કપ દાળિયા ખાવાથી તેમા રહેલા એન્ટિઓક્સિડેન્ટ શરીરમાં રહેલા હાનિકારક તત્ત્વોને દુરકરીને, શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. દાળિયા ખાવાથી શરીરમાં વિટામિન બી-૧૨, મિનરલ્સ, મેગ્નેશિયમ જેવાં તત્ત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. તો ચાલો મિત્રો ફટાફટ જોઈ લો લાડુ બનાવાની રીત…..

દાળિયા લાડુ

સામગ્રી :-

  • ૩ વાટકી – દાળિયા
  • ૧ વાટકી – ખાંડ
  • પોણી વાટકી – ઘી
  • ૧નાની ચમચી – ઇલાયચી પાઉડર
  • જોઈતા પ્રમાણમાં કાજૂ અને બદામ ની કતરણ

રીત –

સૌ પ્રથમ દાળિયા ને સાફ કરી મિક્સર માં પીસી લેવા. ખાંડ ને પણ પીસી લેવી.

હવે એક મોટા બાઉલમાં પીસેલા દાળિયા અને ખાંડ મિક્સ કરવું.ખાંડ નું પ્રમાણ તમારા ઘરે જે પ્રમાને ખાતા હોય તે પ્રમાણે તમે નાખી શકો છો…

હવે એક નાની તપેલીમાં ઘી ગરમ કરવા મૂકવું.પછી દાળિયા અને ખાંડ વારા બાઉલ માં ઘી ઉમેરવું.લાડુ વાળી શકિયે યેટલું ઘી ઉમેરવું.

હવે તેમાં ઇલાયચી પાઉડર અને કાજૂ બદામ ની કતરણ ઉમેરી લાડુ વાળી લેવા.

ઉપરથી એક એક બદામ લગાવી ગાર્નિશ કરવું.

કોઈના ઘરે સ્વીટ લઇજવી હોય તો આવિરિતે બૉક્સ માં લાડુ મૂકી ગિફ્ટ તરીકે પણ લાઇજયી શકો છો…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *