દાળનો નવો નાસ્તો – પ્રોટીનથી ભરપૂર, બાળકોને ટીફીનમાં પણ આપી શકાય…

આજે આપણે દાળ નો નવો નાસ્તો બનાવીશું.જે તમારે પ્રોટીન થી ભરપુર અને બાળકો ને આ ટિફિન માં પણ આપી શકો છો.બાળકો દાળ ખાવા માટે તૈયાર નથી થતા તેમને પ્રોટીન ની ખૂબ જરૂર હોય છે તેમના માટે આ રીતે નાસ્તો બનાવશો તો એમને ખાવું પણ ગમશે અને તમને બનાવવાની પણ મજા આવશે તો ચાલો બનાવી લઈએ દાળ નો નાસ્તો.

સામગ્રી

  • બાફેલી દાળ
  • લીલા મરચા
  • ઝીણી સમારેલી કોથમીર
  • ધાણાજીરું પાવડર
  • મીઠું
  • હળદળ
  • જીરું
  • લાલ મરચું પાવડર
  • આમચૂર પાઉડર
  • ગરમ મસાલો
  • ઘઉં નો લોટ
  • ઘી
  • તેલ

રીત

1- સૌથી પહેલા આપણ ને જોઈએ એક કપ બાફેલી દાળ,અહીંયા આપણે તુવેર ની અને મસૂર ની દાળ મિક્સ કરી છે જરૂર મુજબ પાણી એડ કરી ને બાફી લીધી છે.હવે તેમાં આપણે બે લીલા મરચા ઝીણા સમારેલા એડ કરીશું.

2- હવે પા કપ ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈશું,હવે તેમાં અડધી ડુંગળી ઝીણી સમારી લીધી છે તે એડ કરીશું,ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ત્યારબાદ દોઢ ટી સ્પૂન ધાણાજીરુ પાવડર એડ કરીશું.

3- હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર એડ કરીશું, ત્યારબાદ એક ટી સ્પૂન જીરું એડ કરીશું, ત્યારબાદ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. કારણકે તેમાં આપણે લીલા મરચા એડ કર્યો છે.ત્યારબાદ અડધી ટી સ્પૂન આમચૂર પાઉડર એડ કરીશું.

4- હવે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું,હવે બધું આપણે મિક્સ કરી લઈશું,હવે એક કપ ઘઉં નો લોટ એડ કરીશું હવે આપણે લોટ બાંધી લઈશું આમાં કોઈ જાતનો પાણી નો ઉપયોગ નથી કરવાના, આમા દાળ નો સ્વાદ આગળ પડતો આવે છે.

5- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો લોટ સરસ બંધાય ગયો છે હવે સેજ તેલ વાળો હાથ કરી ને લોટ પર ફેરવી લઈશું હવે તેમાંથી એક લુઓ લઈશું,બહુ નાનો પણ નથી લેવાનો અને બહુ મોટો પણ નથી લેવાનો,હવે અટામણ ની મદદ થી આપણે વણી લઈશું,આમાં દાળ વધારે પ્રમાણ માં છે એટલે સાચવી ને વણવું પડશે.

6- હવે તેમાં આપણે થોડું ઘી લગાવી લઈશું હવે તેની પર અટામણ ભભરાવી લઈશું અને તેને વાળી લઈશું હવે ફરી થી તેની પર થોડું ઘી લગાવી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો,હવે તેને આખું બધી બાજુ થી વાળી લઈશું જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે તેને ફરી થી વણી ને ચોરસ આકાર આપી દઈશું.ચોરસ આકાર આપવાથી બાળકો ને નવો આકાર મળે છે અને તે ખુશ થઈ ખાઈ છે.

7- આ ખાવા માં પણ ઘણું સોફ્ટ લાગશે,હવે તેને શેકી લઈશું,બન્ને બાજુ તેલ મૂકી ને સરસ શેકી લઈશું, આમાં આપણે લોટ નું પ્રમાણ ઓછું અને દાળ નું પ્રમાણ વધારે લીધું છે આ ખૂબ ટેસ્ટી બને છે આ રીતે તમે બાળકો ને આપશો તો દાળ ના ખાતા હોય તો સારા એવા પ્રમાણમાં તમે દાળ નો ઉપયોગ કરી શકશો.

8- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે હવે પરોઠા પર તેલ લગાવી લઈશું. તમે જોઈ શકો છો કે આપણો પરાઠો સરસ શેકાય ગયો છે તેનો કલર પણ સરસ આવ્યો છે આપણે એ રીતે વણ્યું છે કે તેના પડ પણ સરસ રીતે પડે છે.

9- હવે બન્ને સાઈડ સરસ શેકાય ગયું છે આને ગરમા ગરમ સર્વ કરો.તેને ચટણી સાથે કે કેચપ સાથે ખાઈ શકો છો આ તમે ટિફિન માં પણ આપી શકો છો બાળકો થી વડીલો બધા માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમે પણ આ ટેસ્ટી પરાઠા ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *