દાળવડા – ચોમાસુ હોય કે શિયાળો આપણને તો દાળવડા મળે એટલે કાંઈ ના જોઈએ…

શિયાળો હોય કે ચોમાસુ, ગુજરાતીઓ દાળવડા ખાવાનું બહાનુ જ શોધતા હોય છે. કોઈ વાર સારા મૂડમાં હોઈએ ત્યારે રોડ સાઈડ નાસ્તો કરવાનું મન થઈ જાય છે તો ગુજરાતીઓના મોઢામાં પહેલુ નામ દાળવડાનું જ આવે. અને ઘરે આ દાળવડા બની જાય તો તેની આપડે પણ આદુવાળી ચા કે લીલી ચટણી સાથે દાળવડા ખાવાની મજા પડી જાય છે …. તો આજેજ ઘરે પણ તમે સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવા માંગતા હોવ તો આ રહી રેસિપી

સામગ્રીઃ

ત્રણ વ્યક્તિ માટે દાળવડા બનાવવા માટે તમારે અંદાજે નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • – 1 કપ ચણાની દાળ (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો)
  • – 1 કે 2 લીલા મરચા
  • – અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ
  • – ચપટી હીંગ
  • – 1 નંગ કાંદો જીણો સંમારેલો
  • – સ્વાદાનુસાર નમક
  • – તળવા માટે તેલ
  • – 1/2 ચમચી મરચું પાવડર
  • – 1/2 ચમચી હળદર
  • – ચપટી સોડા

*કેટલો સમય પલાળવી દાળ?*

ચણાની ની દાળના વડા બનાવવા હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળવી. પણ અડદની દાળને વધુ સમય લાગે છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી.

*ખીરુ બનાવવાની રીતઃ*

સ્ટેપ :1

દાળ પલળી જાય પછી ગ્રાઈન્ડરમાં નાંખીને દાળને પીસી નાંખો. તેમાં સમારેલા મરચા, આદુ, હીંગ નાંખી મિક્સ પણ કરી ને પીસી શકો છો .અથવા સુધારી ને પણ લઇ શકો છો . થોડુ પાણી ઉમેરી ફરી તેને ક્રન્ચી પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો.

સ્ટેપ :2

ધાણા અને મરીને સીધા ખીરામાં ઉમેરવાને બદલે અધકચરા ક્રશ કરીને અથવા તો ખલમાં વાટીને પણ નાખી શકો છો . આમ કરવાથી ફ્લેવર વધુ સારી આવશે. ત્યાર પછી ખીરામાં જીણા સમારેલાં કાંદા અને મીઠુ ઉમેરી થોડી મિનિટ સુધી ખીરુ બરાબર હલાવો.તેપછી પા ચમચી સોડા ,મરચું પાવડર અને હળદર ઉમેર હલાવી દેવું .

સ્ટેપ :3

દાળવડા તળવા માટે એક કડાઈ કે પેનમાં તેલ લઈને ગરમ કરો. તેમાં ચમચીમાં આવે તેટલુ ખીરુ લઈને એક પછી એક ખીરામાં નાંખતા જાવ અને તે સહેજ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળો. દાળવડા સોનેરી રંગના થાય એટલે તેને કાઢી લો. ગરમાગરમ દાળવડા લીલી ચટણી, આમલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.મેં અહીં ચા સાથે સર્વ કર્યું છે .


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *