કિચન ટીપ્સ અમારી દરેક કિચન ક્વીન માટે, રસોડામાં ડગલે ને પગલે કરશે તમારી મદદ.

લગભગ દરેક ગૃહિણી એવું ઇચ્છતી હોય છે કે તેમણે બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ બને અને ઝડપ થી બને તો આજે આપણે રોજબરોજ ની રસોઈ માં કામ લાગે તેવી કેટલીક ટિપ્સ જોઇશુ , તમે પણ જાણી લો અને બીજી તમારી બહેનપણીઓ જોડે શેર પણ કરો.

આદુ ને છાલ નીકળી અને ફ્રીઝર માં સ્ટોર કરી લેવું જયારે જોઈએ ત્યારે ફ્રીઝર માં થી કાઢી ખમણી ને પાછું મૂકી દેવું.

બટેકા ને બાફતી વખતે તેમાં ચપટી મીઠું નાખવું જેથી છાલ સરળતા થી નીકળી જશે

પનીર ને ગ્રેવી માં નાખતા પેલા હૂંફાળા મીઠા વાળા પાણી માં ૩-૪ મિનિટ રહેવા દેવા જેના થી પનીર સોફ્ટ થશે.


નૂડલ્સ એકદમ છુટ્ટા રહે તેના માટે બોઈલ થઇ ને ચાયણી માં નિતારવા મુકો ત્યારે તરત જ ઉપર ઠંડુ પાણી નાખી દેવું, વરાળ તરત નીકળી જવા થી એકબીજા જોડે ચોંટશે નઈ.

ભરેલા કે ગ્રેવી વાળા શાક બનાવતી વખતે આદુ લસણ મરચા ની પેસ્ટ બનાવો તેમાં સાથે મીઠો લીમડો પણ નાખી દેવો તેના થી સુગંધ અને સ્વાદ બંને સરસ આવશે.

શાક માં પનીર ની જગ્યા પર બાફેલું રતાળુ તળી ને વાપરી શકો

દહીંવડા બનાવવા હોય ત્યારે વડા પેહલે થી બનાવી લીધા હોય તો જયારે ખાવા હોય ત્યારે ગરમ પાણી માં પલાળી રાખવા સોફ્ટ થઇ જશે અને પછી ઉપર ચટણી અને દહીં નાખી ખાવા.

મગદાળ ના વડા બનાવો ત્યારે સાથે થોડો ચોખા નો લોટ અને થોડોક રવો મિક્સ કરવો વડા ક્રિસ્પી બનશે.

જે છરી થી ડુંગળી કે લસણ કાપ્યું હોય તેમાં થી તેની સ્મેલ દૂર કરવા છરી ને મીઠા વાળા પાણી થી ધોઈ નાખવી.

ખાંડ ના ડબ્બા માં કીડીઓ આવી જતી હોય તો તેમાં ૨-૩ લવિંગ નાખી દેવા.

ચા બનાવ્યા પછી વધેલી ચા ને ફૂલ-છોડ ના કુંડ માં નાખવી ખાતર જેવું કામ કરશે

ગ્રેવી વગર ના શાક માં જો મીઠું વધુ થઇ ગયું હોય તો થોડો બેસન મિક્સ કરી દેવો અને થોડો લીંબુ નો રસ નાખવો તેના થી મીઠા નો સ્વાદ ઓછો થઇ જશે.

આશા છે આ સરળ ટિપ્સ તમારા રસોડા માં તમને ઉપયોગી થશે.

રસોઈની રાણી : નિરાલી કોરાટ (અમદાવાદ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *