દેશી ઢબ થી રીંગણ દાણાનું શાક – સુકા મસાલા ના ઉપ્યોગ વગર બનસે ખૂબ સ્વાદિષ્ટ

આજે આપણે દેશી ઢબ થી રીંગણ દાણા નું શાક જોઈશું.આ શાક માં આપણે કોઈ લાલ મરચું નથી એડ કરવાનું કે ધાણાજીરું નો ઉપયોગ કર્યા વગર બનાવીશું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આને માટી ના વાસણ માં દેશી ઢબ થી બનાવ્યું છે.તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી.

સામગ્રી

  • રીંગણા
  • બટેકા
  • ટામેટા
  • આદુ મરચાની પેસ્ટ
  • લસણ
  • લીલા ધાણા
  • કસ્તુરી મેથી
  • સીંગતેલ
  • મીઠું
  • હળદર
  • રાય
  • જીરું
  • તુવેર ના દાણા
  • ગોળ
  • હીંગ
  • અજમો

રીત

1- આપણે અહીંયા માટી નું એક વાસણ લઈ તેમાં એક ચમચી સીંગતેલ લઈશું જ્યારે તમે માટી નું વાસણ પહેલી વાર ઉપયોગ માં લો તો તેને હમેશા એક રાત પાણી માં પલાળી રાખવું જેથી તેમાં કેમિકલ હોય તો તે નીકળી જાય.

2- હવે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી રાય એડ કરીશું હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું.ધ્યાન રાખવાનું છે કે માટી ના વાસણ ને ફૂલ ગેસ પર વધારે ગરમી માં નઈ રાખવાનું તેને ધીમા ગેસ પર જ રાખીશું.

3- એટલે આ શાક ધીમા તાપે ચડસે અને કુક થઈ જશે હવે તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું, કારણકે આપણે અહીંયા દાણા નો ઉપયોગ કરવાના છે જેથી તેનો સ્વાદ બહુ સરસ આવે છે.તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણો વઘાર સરસ થઈ રહ્યો છે આ વઘાર જલ્દી બળી નથી જતો.

4- હવે તેમાં ચપટી હીંગ નાખીશું.હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું હવે તેમાં લીલા મરચાં એડ કરીશું.અહીંયા આપણે બધું લીલું જ એડ કરવાના છે હવે એક કપ તુવેર ના દાણા એડ કરીશું આને તેલ માં સરસ સાંતળી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું સરસ દેખાય છે.

5- હવે તેમાં દાણા પૂરતું મીઠું એડ કરીશું દાણા ને ચડતા વાર લાગે છે એટલે તેને પહેલા એડ કરીશું.હવે તેમાં બે ચમચી લસણ ની પેસ્ટ એડ કરીશું તમે આદુ પણ એડ કરી શકો છો.હવે તેમાં બે મોટી સાઇઝ ના બટેકા એડ કરીશું.

6- હવે બધું મિક્સ કરી લઈશું આ શાક માં ડુંગળી નો સ્વાદ પણ સારો લાગે છે હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે તેને સરસ મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને પાચ થી સાત મિનિટ સુધી ચડવા દઈશું કારણકે બટેકા અને દાણા ચડતા વાર લાગે છે તેને આ રીતે ઢાંકી ને ઉપર પાણી મૂકી ચડવા દઈશું.

7- જેથી કરી ને રીંગણાં સાવ ઓગળી ના જાય એટલે રીંગણાં પાછળ થી ઉમેરી શું,હવે પાચ મિનિટ જેવું થઈ ગયું છે હવે તેને ચેક કરી લઈશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ એડ કરીશું,હવે તેમાં સેજ પાણી એડ કરીશું.હવે તેમાં બે ચમચી કસ્તુરી મેથી એડ કરીશું.

8- જો તમારી પાસે તાજી મેથી હોય તો તેનો જ ઉપયોગ કરવો.આ શાક માં તમે બીજા પણ શાક એડ કરી શકો છો જેમકે વટાણા નાખી શકો છો ત્યારબાદ થોડા ટીંડોડા નાખી શકો છો આ મિક્સ શાક માં તમે તમારી રીતે એડ કરી શકો છો.હવે ફરી થી ચેક કરી લઈશું અને તેને હલાવી લઈશું.

9- હવે ૫૦૦ગ્રામ રીંગણ સમારી ને એડ કરીશું માટી ના વાસણ માં બનતા થોડી વાર લાગે છે પણ તેમાં બનેલું શાક ખાવાની કઈક મજા ઓર આવશે. તમે આ રીતે રેગ્યુલર લોયા માં પણ બનાવી શકો છો.

10- હવે ફરી તેને ઢાંકીને પાણી મૂકી ને કુક થવા દઈશું આને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને ખોલી ને ફરી ચેક કરી લઈશું હવે રીંગણાં ઘણા ચડી ગયા છે જે તમે વીડિયોમાં જોઈ શકો છો હવે તેમાં બે દેશી ટામેટા એડ કરીશું તેમાં કઈક અલગ જ ખટાશ હોય છે.

11-આ બધું શાક ચડી જાય પછી જ એડ કરવાના છે.નહી તો શાક ને ચડતા વાર લાગશે હવે તેમાં એક ચમચી ગોળ એડ કરીશું.હવે બધું મિક્સ કરી લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીશું.હવે તેને પાચ મિનિટ સુધી રહેવા દઈશું જ્યાં સુધી ટામેટા ગળી ના જાય ત્યાં સુધી.

12- હવે ફરી ઢાંકણ ઉપર પાણી મૂકી દઈશું.હવે ફરી શાક ને ચેક કરી લઈશું આની સુગંધ બહુ સરસ આવે છે અને બધું સરસ મિક્સ થઈ ગયું છે જો લીલું લસણ હોય તો તેની ઉપર ભભરાવી શકો છો.બહુ ટેસ્ટી લાગે છે હવે આ શાક ને આપણે સરસ મિક્સ કરી લીધું છે હવે ઉપર થી આપણે લીલા ધાણા નાખીશું.

13- આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો.તો જોતા જ મોઢા માં પાણી આવી જાય તેવું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *