વેજ. વ્હાઇટ ઢોકળા – ખીરું તૈયાર નથી પણ ઢોકળા ખાવાનું મન છે? આવી રીતે બનાવો ફટાફટ…

વેજ. વ્હાઇટ ઢોકળા :

સામાન્ય રીતે બેસન અને ચોખા લોટના મિશ્રણમાંથી બનેલા ઢોકળા બધા લોકોએ બનાવ્યા અને ટેસ્ટ કર્યા હશે. જે મુખ્યત્વે ગુજરાતમાં વધારે બનાવવામાં આવે છે. ચણાની દાળ અને ચોખાને પીસીને આથો લાવી જરુરી મસાલા અને કુક કરવા માટે થોડો સોડા બાય કાર્બ ઉમેરીને પણ બનાવવામાં આવતા હોય છે. ઢોકળાને સામાન્ય રીતે નાસ્તામાં કે સાઇડ ડીશ તરીકે પણ ખાવામાં આવતા હોય છે.

આ ઢોકળા સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખૂબ જાણીતા છે. આ ઢોકળા પીળા કલરના હોય છે. પોત પોતાના પ્રદેશ પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા મિશ્રણથી ઢોકળા બનાવવામાં આવતા હોય છે. અડદની દાળ અને ચોખામાંથી બનતા ઢોકળાને ઇદડા કહેવામાં આવે છે. જે સાઉથમાં વધારે જોવા મળે છે. આજકાલ ભારતના દરેક રાજ્યમાં પણ મળી રહે છે. હવે ઢોક્ળા અનેક પ્રકારના વેરિયેશનથી ઢોકળા બનવા લાગ્યા છે.

અહીં હું રવા સાથે, વટાણા, ટમેટા અને ગાજરના કોમ્બીનેશનથી બનાવેલા વેજ. વ્હાઈટ ઢોકળાની રેસિપિ આપી રહી છું, જે ઇંસ્ટંટ બનાવી શકાય છે. તેના માટે 4-5 કલાક આથો લાવવાની જરુર નથી. જે બધા માટે એક પ્રકારનો શુધ્ધ, શાકાહારી સ્વદિષ્ટ નાસ્તો બની રહેશે.

બ્રેકફાસ્ટ, મેઇન કોર્ષ કે ઇવનીંગના નાસ્તા માટે સર્વ કરી શકાય છે. આ ઢોકળા રવા- સોજી અને થોડાં વેજીટેબલથી બનાવવામાં આવતા હોવાથી ચણા અને ચોખાના ઢોકાળા કે ખમણ કરતા વધારે હેલ્ધી અને સરળ ડાયજેસ્ટીવ નાસ્તો છે. અને ખૂબજ સ્વાદીષ્ટ તો છે જ….. તેથી તમે પણ મારી આ ઇંસ્ટંટ વેજ. વ્હાઇટ ઢોક્ળાની રેસિપિ ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો.

વેજ. વ્હાઇટ ઢોકળા બનાવવા માટેની સામગ્રી:

  • 1 કપ રવો-સોજી
  • 1 કપ દહીં
  • 1 ટેબલ સ્પુન ઓઇલ
  • 1 ટી સ્પુન સોલ્ટ
  • ½ ટી સ્પુન સુગર
  • 4 ટેબલ સ્પુન વટાણા
  • 3 ટેબલ સ્પુન ચણાની દાળ
  • ¼ કપ બારીક સમારેલા ગાજર
  • ¼ કપ બારીક સમારેલા ટમેટા
  • 2 બારીક કાપેલા લીલા મરચા
  • 1 ટેબલ સ્પુન કોથમરી
  • 1 પેકેટ ફ્રુટ સોલ્ટ
  • પિંચ કાશ્મીરી લાલ મરચુ
  • પિંચ આખુ જીરુ

તડકા માટે :

  • 2 ટેબલ સ્પુન ઓઇલ
  • 2 ટી સ્પુન રાઈ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2 લીલા મરચાની લાંબી કાપેલી સ્લાઈઝ
  • 1 તજ પત્તુ

વેજ. વ્હાઇટ ઢોકળા બનાવવાની રીત :

સૌ પ્રથમ ચણાની દાળને ધોઈને 10 મિનિટ પાણીમાં પલાળી, ત્યારબાદ તેને અલગથી બોઇલ કરી લ્યો. ત્યારબાદ પાણી નિતારી લ્યો.

હવે 4 ટેબલ સ્પુન વટાણા અને ¼ કપ બારીક સમારેલા ગાજરને સોફ્ટ થાય ત્યાં સુધી બોઇલ કરી લ્યો. ત્યારબાદ પાણી નિતારી લ્યો.

હવે મિક્સિંગ બાઉલમાં 1 કપ રવો-સોજી લઈ તેમાં 1 કપ દહીં ઉમેરી મિક્ષ કરો. તેમાં ½ કપ પાણી ઉમેરી થોડું ફીણી લ્યો.

ત્યારબાદ તેને 10 -15 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.

10-15 મિનિટ બાદ તેમાં બોઇલ કરેલ ચણાની દાળ, વટાણા અને ગાજર થોડી કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તે મિશ્રણમાં 1 ટી સ્પુન સોલ્ટ અને ½ ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી મિક્ષ કરી ફીણી લ્યો.

ઢોકળાના બેટર માટેની કંન્સીસટંસી સેટ કરવા માટે તેમાં ½ કપ જેટલું પાણી ઉમેરી મિક્ષ કરી ફીણી લ્યો.

હવે ઢોકળા મુકવા માટે પ્લેટ કે મોલ્ડને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લ્યો.

સ્ટીમરમાં પાણી ઉમેરી ગરમ મૂકો.

ત્યારબાદ ઢોકળાના મિશ્રણમાં 1 ટી સ્પુન અથવા 1 પેકેટ ફ્રુટ સોલ્ટ ઉમેરો. તેને એક્ટીવેટ કરવા માટે તેના પર 2 ટી સ્પુન જેટલું પાણી ઉમેરો. એક્ટીવેટ થાય એટલે મિશ્રણ એકદમ ફ્લફી થાય ત્યાં સુધી ફીણી લ્યો.

હવે સ્ટીમરમાં પાણી ઉકળવા લાગે અને તેમાંથી એકદમ વરાળ બાહાર આવતી દેખાય ત્યારબાદ જ તેમાં મોલ્ડ કે પ્લેટ મૂકો, જરા ગરમ થાય પછી જ તેમાં ફ્લફી થયેલું બેટર ઉમેરો.

બેટર પર પિંચ કાશ્મીરી લાલ મરચુ અને પિંચ આખુ જીરુ સ્પ્રિંકલ કરો.

બેટર ઉમેર્યા પછી તરત જ સ્ટીમર ઢાંકી 15-20 મિનિટ વેજ.વ્હાઇટ ઢોકળા મિડિયમ ફ્લૈમ પર સ્ટીમ કરો.

15 મિનિટ બાદ એકવાર ટુથપીક વડે ચેક કરી લ્યો. જો ટુથપીક ક્લીન બહાર આવે તો ઢોકળા સ્ટીમ થઈ રેડી છે. પુરા સ્ટીમ ના થયા હોય તો થોડીવાર વધારે સ્ટીમ કરી ફ્લૈમ બંધ કરી બહાર મોલ્ડ કાઢી લ્યો.

5 મિનિટ ઠંડા થાય એટલે તેમાં ચપ્પુ વડે સ્ક્વેર કટ કરો. હવે વઘાર કરો.

તડકા માટે :

એક તડકા પેનમાં 2 ટેબલ સ્પુન ઓઇલ મૂકી વઘારા થાય તેવું ગરમ કરો. 2 ટી સ્પુન રાઈ ઉમેરો. બધી બરાબર તતડી જાય એટલે તેમાં 8-10 મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાની લાંબી કાપેલી સ્લાઈઝ અને 1 તજ પત્તુ ઉમેરી સાંતળો.

બધું બરાબર સંતળાઈ જાય એટલે બનાવેલા વેજ. વ્હાઇટ ઢોકળા પર પોર કરી ઓલ ઓવર સ્પ્રેડ કરી દ્યો. તેના પર કોથમરી સ્પ્રિંકલ કરો.

ખૂબજ સ્વાદિષ્ટ એવા ફ્લફી –સ્પોંજી વેજ. વ્હાઇટ ઢોકળા સર્વ કરવા માટે રેડી છે.

વેજ. વ્હાઇટ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચપ અને કોપરાની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *