ઢોકળા ના લોટ નું ગરમા ગરમ હેલ્ધી ખીચું – વરસાદમાં ગરમાગરમ ખીચું ખાવાની આવે તો મજા હો…

આજે આપણે ઢોકળા ના લોટ નું ગરમા ગરમ હેલ્ધી ખીચું બનાવવાની રીત જોઈશું. ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવી જાય છે આપણે મોટા ભાગે ચોખા ના લોટ નું ખીચું બનાવતા હોય છે.પણ આજે આપણે એક અલગ રીત થી ઢોકળા ના લોટ નું ખીચું બનાવીશું.અને આ નાના બાળકો ને ખુબ જ પસંદ આવશે.ઘર માં દરેક ને ભાવશે.એકવાર ખાશો તો મજા પડી જશે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી:

  • ઢોકળા નો લોટ
  • આદુ અને મરચા ની પેસ્ટ
  • મીઠું
  • ઈનો
  • જીરું
  • તેલ
  • મેથીયા નો મસાલો

રીત

1- સૌથી પહેલા અઢી કપ પાણી લઈ લઈશું.હવે તેને ગરમ કરવા મુકીશું.હવે તેમાં એક ચમચી આદુ અને મરચા ની પેસ્ટ નાખીશું.હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખીશું.

2- હવે તેમાં એક ચમચી જીરૂ નાખીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું.ત્યારબાદ તેમાં પાપડીયો ખારો અથવા બેકિંગ સોડા અથવા ઈનો તો આજે આપણે અહીંયા ચપટી ઈનો એડ કરીશું.

3- હવે બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આને ઢાંકી દઈશું.જ્યાં સુધી ઉભરો ના આવે ત્યાં સુધી.તમે વીડિયોમાં જોઇ શકો છો કે સરસ ઉભરો આવી ગયો છે.

4- હવે આ સ્ટેજ પર ગેસ ધીમો કરી દઈશું.અને આ સ્ટેજ પર એક કપ ઢોકળા નો લોટ ઉમેરી દઈશું.હવે તેને ધીમે ધીમે એડ કરીશું અને સાથે હલાવતા રહીશું.જેથી કરી ને ગાઠા ના પડે.

5- હવે આને ઢાંકી દઈશું અને કુક થવા દઈશું.અને ગેસ ધીમો કરી દઈશું,હવે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેને ખોલી લઈશું.અને હવે ચેક કરી લઈશું.હવે તેમાં એક ચમચી તેલ ઉમેરી શું.

6- હવે એકવાર મિક્સ કરી લઈશું.હવે આને એકવાર હલાવી ને ફરી થી પાંચ મિનિટ કુક કરી લઈશું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે પાંચ મિનિટ થઈ ગઈ છે ખીચું ચેક કરી લઈશું.

7- જ્યારે આપણું ખીચું પેન માં ચોંટે નહી અને ખીચે હલે તો સમજવું કે આપણું ખીચું રેડી થઈ ગયું છે હવે આપણું ખીચું રેડી છે તો ગેસ બંધ કરી દઈશું.હવે આને એક સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું.

8- હવે તેને સૌ કરીશું એક ચમચી તેલ નાખીશું સીંગતેલ હોય તો વધારે ટેસ્ટી લાગશે.અને મેથીયા નો મસાલો ઉપર ભભરાવી લઈશું.તો તૈયાર છે આપણું ખીચું જોતા જ મોઢા માં પાણી આવી જાય તેવું ખીચું તમે પણ આ રેસિપી ને એકવાર જરૂર થી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *